ETV Bharat / state

દ્વારકા જિલ્લાની ઓખા અને ભાણવડ નગરપાલિકાનું પરિણામ થયું જાહેર

author img

By

Published : Oct 5, 2021, 11:02 PM IST

Election result
Election result

આજે 5 ઓક્ટોબરે નગરપાલિકા ચૂંટણી પરિણામ જાહેર થયું હતું. જિલ્લામાં ઓખા નગરપાલિકાની 9 વોર્ડની 36 માંથી 34 બેઠક મેળવી ભાજપે કબ્જો કર્યો હતો. તો ભાણવડ નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકમાંથી 16 બેઠક મેળવી કોંગ્રેસે સતા મેળવી હતી.

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ થયું જાહેર
  • 9 વોર્ડની 36 માંથી 34 બેઠક મેળવી ભાજપે કબ્જો
  • ભાણવડ નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકમાંથી 16 બેઠક મેળવી કોંગ્રેસે સતા મેળવી

દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દ્વારકા જિલ્લાની પણ ઓખા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આજે 5 ઓક્ટોબરે જાહેર થયું હતું. જેમાં ઓખા નગરપાલિકાની 9 વોર્ડની 36 માંથી 34 બેઠક મેળવી ભાજપે કબ્જો કર્યો હતો. તો ભાણવડ નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકમાંથી 16 બેઠક મેળવી કોંગ્રેસે સતા મેળવી હતી.

દ્વારકા જિલ્લાની ઓખા અને ભાણવડ નગરપાલિકાનું પરિણામ થયું જાહેર

હવે લોકો નાત જાત નહિ વિકાસની તરફેણમાં છે: પબુભા માણેક

આ તકે ઓખા નગર પાલિકામાં ભગવો લહેરાતા દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકએ આ જીતને મતદારોની જીત ગણાવી કહ્યું હતું કે, ભાજપના સૌનો સાથ સૌનો વિકાસ મુદ્દાને સાથ આપ્યો છે. એટલે કોંગ્રેસની ભાગલા પાડો અને કોમવાદ વારી વાતો ભરમાયા વગર ભાજપને મત આપી વિજય બનાવી છે. બેટ દ્વારકા વિસ્તાર કે જ્યાં 98 ટકા વસ્તી મુસ્લિમ સમાજની છે. તેમણે બીજેપીને મત આપી વિજય બનાવતા હવે લોકો નાત જાત નહિ વિકાસની તરફેણમાં છે, ભાજપની તરફેણમાં છે તે સ્પષ્ટત થયું હતું. ભાણવડ નગરપાલિકામાં વિજય મેળવી કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું કે, ભાજપના ભ્રષ્ટાચારથી પ્રજા થાકી છે. ભાણવડના 25 વર્ષના શાસનમાં રોડ- રસ્તા, ગટર, લાઈટ પાણીનાં પ્રશ્નો કોઈદી સોલ જ ન થતાં પબ્લિક જાગી હતી અને ભાજપને જાકારો આપ્યો હતો.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ભાજપનો વિજય, પરંતુ 25 વર્ષથી રહેલા ગઢમાં ગાબડુ, જાણો ગુજરાતના તમામ કોર્પોરેશનની સ્થિતિ

આ પણ વાંચો: Aryan Khan Drug Case : મુંબઈની ટીમને ગુજરાત NCB કરશે 'મદદ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.