ETV Bharat / bharat

Aryan Khan Drug Case : મુંબઈની ટીમને ગુજરાત NCB કરશે 'મદદ'

author img

By

Published : Oct 5, 2021, 10:20 PM IST

બોલીવુડના અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આ હાઇ-પ્રોફાઇલ કેસ હોવાને કારણે ગુજરાત NCB પણ મુંબઈના અધિકારોને મદદ કરવા પહોંચી છે. આ બાબતે NCB અધિકારીએ જણાવ્યું હતું કે, "આ ડ્રગ્સ કેસ સંબંધિત મુંબઈના અધિકારીઓને જ્યારે જરૂર હશે, ત્યારે જરૂરી મદદ કરવામાં આવશે."

Aryan Khan Drug Case Gujarat NCB
Aryan Khan Drug Case Gujarat NCB

  • ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ મુંબઈ રવાના
  • ગુજરાત NCB ના વરિષ્ઠ અધિકારીએ ETV Bharat સાથે કરી વાત
  • ડ્રગ્સ કેસ મામલે ગુજરાત NCB દ્વારા જરૂરી મદદ કરવામાં આવશે

અમદાવાદ : બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની 3 ઑક્ટોબરના રોજ ડ્રગ્સ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે આ ડ્રગ્સ કેસની તપાસ કરતા અધિકારીની મદદ કરવા માટે ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમ મુંબઈ રવાના થઈ છે.

NCB ડ્રગ્સ કેસમાં જરૂરી મદદ કરશે

NCB ના ગુજરાત ઝોનલ યુનિટના એક વરિષ્ઠ અધિકારીએ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, “આ કેસ ખૂબ જ હાઇ-પ્રોફાઇલ છે કારણ કે, આ કેસમાં અનેક મોટા માથાઓના નામ સામે આવી શકે છે. આ ડ્રગ્સ ક્યાંથી પૂરૂ પાડવામાં આવી રહ્યું હતું, તેની ચોક્કસ ચેનલ શોધવી જરૂરી છે. હજુ પણ વધુ ગુજરાતના અધિકારીઓ આ કેસની કાર્યવાહીમાં જોડાય તેવી શક્યતા છે.” વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ આ ડ્રગ્સ કેસ સંબંધિત મુંબઈના અધિકારીઓને જ્યારે જરૂર હશે, ત્યારે જરૂરી મદદ કરવામાં આવશે."

આર્યન પર NDPS કાયદાની કલમો

આર્યન ખાન ઉપરાંત, પકડાયેલા આરોપીઓની ઓળખ મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ, નુપુર સારિકા, ઇસ્મીત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર અને ગોમિત ચોપરા તરીકે થઈ છે. આર્યન ખાન, ધમેચા અને વેપારીને મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આર્યનની કસ્ટડી 7 ઑક્ટોબર સુધી વધારી દીધી છે. આર્યન ખાન વિરુદ્ધ કલમ 27 (કોઈપણ નશીલા પદાર્થના સેવન માટે સજા), 8 સી (ઉત્પાદન, નિર્માણ, રાખવું, વેચાણ અથવા માદક દ્રવ્યોની ખરીદી) અને NDPS કાયદાની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ક્રૂઝમાંથી મોટી સંખ્યામાં પકડાયું હતું ડ્રગ્સ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 2 ઑક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર થઈ રહેલી રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ઘણા લોકોની અટકાયત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દરોડા દરમિયાન NCBને મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું, જેમાં 20 ગ્રામ કોકેન, 30 ગ્રામ ચરસ, 10 ગ્રામ MD ડ્રગ્સની ગોળીઓ સહિતનો સમાવેશ થાય છે.

ક્રૂઝમાં સેન્જર ટિકિટની કિંમત 80 હજાર

મીડિયા અહેવાલ અનુસાર આ ક્રૂઝ પર ક્રે આર્ક નામની એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂલ પાર્ટીથી માંડીને મ્યુઝિકલ પર્ફોર્મન્સ ત્રણ દિવસ સુધી ક્રૂઝમાં ચાલવાનું હતું. આ ક્રૂઝમાં લગભગ 600 લોકો સામેલ હતા, આ ક્રૂઝની ક્ષમતા 2,000 કહેવામાં આવી રહી છે. પાર્ટીમાં હાજરી આપવા માટે એક પેસેન્જર ટિકિટની કિંમત 80 હજાર રૂપિયા કહેવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.