ETV Bharat / state

Weather Change : દેવભૂમિદ્વારકાના માછીમારોને ખરાબ વાતાવરણના કારણે 22 જાન્યુઆરી સુધી દરિયો ન ખેડવા સૂચના

author img

By

Published : Jan 20, 2022, 9:14 AM IST

હવામાન વિભાગે 22 જાન્યુઆરી સુધી હવામાન ખરાબ રહેવાની આગાહી (Meteorological Department Forecast) કરી છે. તેવામાં દેવભૂમિદ્વારકા જિલ્લાના (Climate Change in Devbhoomidwarka) માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ (Instruct fishermen not to plow the sea) કરવામાં આવી છે.

Climate Change in Devbhoomidwarka: દેવભૂમિદ્વારકાના માછીમારોને ખરાબ વાતાવરણના કારણે 22 જાન્યુઆરી સુધી દરિયો ન ખેડવા સૂચના
Climate Change in Devbhoomidwarka: દેવભૂમિદ્વારકાના માછીમારોને ખરાબ વાતાવરણના કારણે 22 જાન્યુઆરી સુધી દરિયો ન ખેડવા સૂચના

દેવભૂમિદ્વારકાઃ હવામાન વિભાગે 22 જાન્યુઆરી સુધી હવામાન ખરાબ રહેવાની (Meteorological Department Forecast) આગાહી કરી છે. તેવામાં દેવભૂમિદ્વારકા જિલ્લાના (Climate Change in Devbhoomidwarka) માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ (Instruct fishermen not to plow the sea) કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વધારે પડતો દરિયાઈ વિસ્તારથી ઘેરાયેલો છે. જોવા જઈએ તો, જિલ્લામાં દરિયાઈ વિસ્તારથી ઘણા બંદરોનો વિકાસ થયો છે. જિલ્લામાં ઓખા બંદર, રૂપેણ બંદર, નાવડ્રા બંદર, સલાયા બંદર, વાડીનાર બંદર ખૂબ જ વિકસ્યા છે. આ બંદર પરથી મોટી સંખ્યામાં માછીમારો માછીમારીનો વ્યવસાય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.

ઓખા તથા સલાયા બંદર પરના માછીમારોને કરાઈ તાકીદ

આ પણ વાંચો- Meteorological Department Mawtha forecast: જામનગરમાં સતત બીજીવાર કમોસમી વરસાદ, ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા

માછીમારી પર ગયેલી બોટને પરત બોલાવવાની સૂચના

હવામાન વિભાગની 19થી 22 જાન્યુઆરી સુધી ખરાબ હવામાન રહેવાનું અને તેજ પવન ફૂંકવાની આગાહી (Meteorological Department Forecast) છે. માછીમારોને દરિયો ન ખેડવા અને માછીમારી પર ગયેલા બોટને પરત બોલવાની સૂચના અપાઈ છે. માછીમારોને દરિયા કિનારે રહેલી બોટો તેમ જ માલસામાન સુરક્ષિત સ્થળે ખસેડવા ખાસ સૂચના આપવામાં (Instruct fishermen not to plow the sea) આવી છે.

જિલ્લામાં 5,000 માછીમારો છે

ભારતીય હવામાન વિભાગે ચેતવણી (Meteorological Department Forecast) આપી છે કે, સમુદ્રમાં 40થી 50 કિમી ઝડપે પવન ફૂંકવાની શકયતા છે. આથી ઓખા તથા સલાયા બંદરો પરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જિલ્લામાં અંદાજે 5,000 જેટલા માછીમારો આ વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ અવારનવાર વાતાવરણના આ પલટાને કારણે માછીમારોને વ્યવસાયમાં મોટો ફટકો પડી રહ્યો છે.

આ પણ વાંચો- Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું, જાણો આજનું તાપમાન

આગામી બજેટમાં સરકાર માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર કરે તેવી આશા

સલાયા બંદર પરની મોટા ભાગની બોટો પરત આવી ચૂકી છે. માછીમારીના મતે, આગામી બજેટમાં સરકાર માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર કરે તો તેમને આ અવારનવાર બદલાતા મોસમથી થતા નુકસાનથી રાહત મળે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.