ETV Bharat / state

ડાંગમાં જિલ્લા પંચાયતનાં કુલ 5,078 કર્મીઓને રસી આપવામાં આવી

author img

By

Published : Feb 12, 2021, 7:10 PM IST

ડાંગ જિલ્લામાં કોરોના વાઈરસની રસી માટેનું અભિયાન ચાલી રહ્યુ છે. જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓ, સુરક્ષાકર્મીઓને રસી આપવામાં આવી હતી. જેમાં જિલ્લાનાં તમામ PHC, CHC અને સિવિલ હોસ્પિટલ ખાતે 5,078 જેટલા જિલ્લા પંચાયતનાં કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

ડાંગમાં જિલ્લા પંચાયતનાં કુલ 5,078 કર્મીઓને રસી આપવામાં આવી
ડાંગમાં જિલ્લા પંચાયતનાં કુલ 5,078 કર્મીઓને રસી આપવામાં આવી

  • જિલ્લામાં કોરોના વાઈરસની રસી માટેનું અભિયાન
  • અન્ય કર્મીઓને પણ કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા કાર્યરત
  • જિલ્લાને કોરોનામુક્ત ઝોન તરફ લઈ જવાનો પ્રયાસ

ડાંગઃ સમગ્ર દેશમાં કોરોના રસીકરણનું અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે ડાંગ જિલ્લાનાં તમામ શિક્ષકો, જિલ્લા પંચાયતના કર્મીઓ, જિલ્લા સેવા સદનનાં કર્મીઓ જેમાં તલાટી કમ મંત્રી વગેરે મળી કુલ 5,078 કર્મીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.

ડાંગ જિલ્લામાં કોરોના વાઈરસની રસી માટેનું અભિયાન
ડાંગ જિલ્લામાં કોરોના વાઈરસની રસી માટેનું અભિયાન

જિલ્લાના 10 PHC, 3 CHC અને સિવિલ ખાતે રસીકરણ

જિલ્લાનાં 10 PHC, 3 CHC અને એક સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય કર્મીઓ દ્વારા શિક્ષકો સહિત અન્ય વર્ગ-3નાં કર્મચારીઓને કોરોના વાઈરસથી સુરક્ષિત રાખવા માટે રસી આપવામાં આવી હતી. જિલ્લામાં આ પહેલા આરોગ્યકર્મીઓ, ઉપરાંત સુરક્ષાકર્મીઓ અને અન્ય કર્મીઓએ કોરોના વાઈરસની પ્રથમ રસી લીધી છે. હવે ધીમે ધીમે અન્ય કર્મીઓને પણ કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા કાર્યકત છે અને જિલ્લાને કોરોનામુક્ત ઝોન તરફ લઈ જવાનો સફળ પ્રયાસ હાથ ધરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.