ETV Bharat / state

ડાંગ જિલ્લામાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ

author img

By

Published : Apr 20, 2021, 10:48 AM IST

ડાંગ જિલ્લામાં આજરોજ કલેક્ટર એન. કે. ડામોર અને જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આહવા અને વઘઇ વેપારી મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં 21 એપ્રિલથી 25 એપ્રિલ સુધી લોકોના હિત માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ડાંગમાં 5 દિવસનું  સ્વૈચ્છિક લોકડાઉન
ડાંગમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

  • ડાંગ જિલ્લા સેવાસદન આહવા ખાતે સંયુક્ત બેઠકનું આયોજન
  • ડાંગ જિલ્લામાં 5 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
  • 21થી 25 એપ્રિલ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

ડાંગ : જિલ્લા સેવા સદન આહવા ખાતે કલેક્ટર એન.કે.ડામોર અને જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સંયુક્ત બેઠકનું આયોજન થયુ હતું. આહવા અને વઘઇ વેપારી મંડળની સાથે જિલ્લાનાં હોદ્દેદારોમાં ધારાસભ્ય વિજય પટેલ અને જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીત, આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ કમળા રાઉત તથા આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ હરિરામ રતિલાલ સાવંતનાઓની સંયુક્ત બેઠકનું આયોજન કર્યુ હતું.

ડાંગમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
ડાંગ જિલ્લામાં 5 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન આ બેઠકમાં ડાંગ જિલ્લામાં 5 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાની સાથે મુત્યુના કેસમાં પણ વધારો થતા જિલ્લા પ્રશાસન દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજી 5 દિવસના લોકડાઉન અંગેનો નિર્ણય લીધો છે.

વહીવટી તંત્રના દબાણ વગર વેપારી એસોસિએશન દ્વારા સ્વૈછિક લોકડાઉનની જાહેરાત

ડાંગ કલેક્ટર તેમજ વેપારીઓ દ્વારા કોરોનાની બીજી લહેરની ઘાતક સંક્રમણની ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉન જરૂરી હોય તે માટે 5 દિવસના લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં 21 એપ્રિલના રોજ 2 વાગ્યાથી 25 એપ્રિલ બપોરના 2 વાગ્યા સુધી લોકભોગ્યના હેતુસર જિલ્લાના વહીવટી તંત્રના દબાણ વગર વેપારી એસોસિએશન દ્વારા સ્વૈછિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : હિંમતનગરમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન, બજારો સ્વયંભૂ બંધ રહ્યા


લોકડાઉન દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

આ દિવસો દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓમાં મેડિકલ સ્ટોરની દુકાનો જ સંપૂર્ણ દિવસ ચાલુ રાખવામાં આવશે. તેમજ જિલ્લામાં સવારના 9 વાગ્યા સુધીમાં માત્ર દૂધની દુકાનો જ ચાલુ રાખી શકાશે. ડાંગ જિલ્લામાં આહવા અને વઘઇ નગર સહિત અન્ય સ્થળોએ જો કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન નહિ કરે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.