ETV Bharat / state

મોદી સરકારના 7 વર્ષ બેમિસાલ, દમણ ભાજપના રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું

author img

By

Published : May 31, 2021, 2:14 PM IST

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 7 વર્ષ પૂર્ણ થયાં તેની ઉપલબ્ધિમાં દમણ ભાજપ દ્વારા સેવા હી સંગઠન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન 30મીએ કરવામાં આવ્યું હતું. જો કે દમણ ભાજપના આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત જ એકત્ર થયું હતું. નવાઈની વાત છે કે ભાજપના કાર્યકરો રક્તદાન કેમ્પમાં ફોટા પડાવવા જરૂર ઉપસ્થિતિ રહ્યા હતાં. પરંતુ રક્તદાન કરવા આગળ આવ્યાં ન હતાં.

મોદી સરકારના 7 વર્ષ બેમિસાલ, દમણ ભાજપના રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું
મોદી સરકારના 7 વર્ષ બેમિસાલ, દમણ ભાજપના રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું

  • સેવા હી સંગઠન અંતર્ગત દમણમાં રક્તદાન કેમ્પ
  • રક્તદાન કેમ્પમાં રક્તદાતા કરતા ફોટા પડાવવાવાળા વધારે
  • માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું
  • 5000 માસ્ક, 2000 સેનેટાઈઝર વિતરણ કર્યા


    દમણ : કેન્દ્રની ભાજપશાસિત નરેન્દ્ર મોદી સરકારે 30મી મેએ 7 વર્ષ પૂર્ણ કર્યા છે. જેના ઉપલક્ષ્યમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં અને પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભાજપના સંગઠનમાં સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવાની અપીલ કરી હતી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવ પ્રદેશ ભાજપના અધ્યક્ષ દીપેશ ટંડેલના નેતૃત્વમાં લગભગ 150 જેટલા સ્થળો ઉપર માસ્ક, સેનેટાઈઝર, ભોજન બ્લડ ડોનેશન કેમ્પ, કોરોના વોરિયર્સનું સન્માન વગેરે જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. દમણમાં પણ દરેક વોર્ડમાં જિલ્લા પ્રમુખ અસ્પી દમણીયાની આગેવાનીમાં આ કાર્યક્રમો યોજાયા હતાં. જે અંતર્ગત દમણના માછી મહાજન સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ફિયાસ્કો થયો હતો. સવારથી સાંજ સુધીના બ્લડ ડોનેશન કેમ્પમાં માત્ર 4 રકતદાતાઓએ જ રક્તનું દાન કર્યું હોવાનું દમણ રક્તદાન કેન્દ્રમાંથી જાણવા મળ્યું હતું.

    રક્તદાન કેમ્પનો ફિયાસ્કો

    જ્યારે અસ્પિ દમણીયા દ્વારા દમણના વિવિધ વોર્ડમાં અંદાજિત 5000 જેટલા માસ્કનું અને 2000 જેટલા સેનેટાઈઝરનું વિતરણ કર્યું હોવાનું જણાવ્યું હતું. ઓછા રક્તદાન અંગે તેમણે કહ્યું હતું કે હાલમાં શહેરમાં ચાલતા lockdown અને વેક્સિનેશન કાર્યક્રમના કારણે રક્તદાતાઓમાં ઉત્સાહ ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો.
    રક્તદાતાઓમાં ઉત્સાહ ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો
    રક્તદાતાઓમાં ઉત્સાહ ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો


    આ પણ વાંચોઃ વેક્સિનના બીજા ડોઝને લઈ વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું

પ્રદેશ અધ્યક્ષે કોરોના વોરિયર્સનું સન્માન કર્યું

ભાજપના કાર્યકરો રક્તદાન કેમ્પમાં ફોટા પડાવવા જરૂર ઉપસ્થિતિ રહ્યા હતાં
આ તરફ દમણ ભાજપે બહાર પાડેલ પ્રેસનોટમાં સેવા હી સંગઠન કાર્યક્રમમાં અધ્યક્ષ દીપેશ ટંડેલના નેતૃત્વમાં પક્ષે મોટો મીર માર્યો હોય તેવા વખાણ કર્યા હતાં. જેમાં મહિલા મોરચા દ્વારા દમણમાં ચલાવવામાં આવતા રસોડા દ્વારા અને સેલવાસ પ્રદેશ યુવા મોરચા દ્વારા 700 લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું છે. દાદરાનગર હવેલી અને દમણ-દીવનાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાના વિસ્તારમાં અલગ-અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતાં. પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે ખાનવેલ સ્વાસ્થ્ય કેન્દ્ર પર જઈ કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું. 7 વર્ષના વિકાસની ગાથાના બણગાં ફૂંક્યાંપોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકારના આ સાત વર્ષની ઉપલબ્ધિઓ ગણાવતા જણાવ્યું હતું કે હાલના કોરોના કાળમાં આરોગ્યક્ષેત્રે 35000 કરોડનું બજેટમાં ફાળવ્યું છે. પી. એમ. કેર ફંડમાં કોરોના માટેની આરોગ્યની સાધન સામગ્રી માટે 7000 કરોડ એકત્ર કર્યા છે. ભારતમાં હાલ વિશ્વનું સૌથી મોટું વેકસીનેશન અભિયાન ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 22 કરોડથી વધુ લોકોએ વેકસીનના ડોઝ લીધા છે. ટૂંકમાં વિકાસની ગાથા રજૂ કરવાના દિવસે જ વિશ્વની સૌથી મોટી પાર્ટીના બણગાં ફૂંકતા કાર્યકરો બણગાં ફૂંકવા, ફોટા પડાવવા આગળ આવ્યાં પરંતુ હાલમાં જેની તાતી જરૂરિયાત તેવા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા આગળ આવ્યાં નથી.

પ્રવક્તાએ અલગથી જન્મ દિવસની ઉજવણી કરી

ઉલ્લેખનીય છે કે આજના દિવસે દમણ ભાજપના પ્રવક્તા વિશાલ ટંડેલનો જન્મ દિવસ હતો. તેમણે ભાજપના સાત વર્ષની સફળ ઉપલબ્ધિમાં ભાગ લેવાનો બદલે પોતાના જન્મદિવસની ઉજવણી કરી ગરીબોને રાશન અને જરૂરી સામગ્રી પોતાના ટ્રસ્ટ તરફથી કરી હતી. જે જોતાં કદાચ દમણ ભાજપમાં આવનારા દિવસોમાં રાજકારણ ગરમાય તો નવાઈ નહી.

આ પણ વાંચોઃ કચ્છના કાળીતલાવડી ગામમાં રહેતા લોકોના મોબાઈલમાં પાકિસ્તાનના શહેરના ટાઇમઝોન તથા લોકેશન દેખાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.