ETV Bharat / state

દમણના કોરોનાના કેસ વધતા જે રિસોર્ટમાં 'તારક મહેતા...' સિરિયલનું શૂટિંગ ચાલે છે તેને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયો

author img

By

Published : May 21, 2021, 12:18 PM IST

દમણમાં ગુરુવારે કોરોનાના વધુ 23 કેસ નોંધાયા હતા. આ તમામ કેસ 4 સ્થળ પરથી મળ્યા હતા તેથી આ ચાર સ્થળને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે, જેમાં મીરાસોલ રિસોર્ટ અને મીરાસોલ સ્ટાફ ક્વાર્ટર્સનો પણ સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, આ જ રિસોર્ટમાં પ્રસિદ્ધ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ ચાલી રહ્યું છે. જોકે, તંત્ર દ્વારા આ રિસોર્ટને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરતા શૂટિંગમાં વિઘ્ન આવી શકે તેવી લોકોમાં ચર્ચા છે.

દમણના કોરોનાના કેસ વધતા જે રિસોર્ટમાં 'તારક મહેતા...' સિરિયલનું શૂટિંગ ચાલે છે તેને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયો
દમણના કોરોનાના કેસ વધતા જે રિસોર્ટમાં 'તારક મહેતા...' સિરિયલનું શૂટિંગ ચાલે છે તેને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયો

  • દમણમાં કોરોનાના કેસ વધતા 4 સ્થળ કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર
  • મીરાસોલ રિસોર્ટ અને મીરાસોલ સ્ટાફ ક્વાર્ટર્સ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર
  • આ રિસોર્ટમાં 'તારક મહેતા...' સિરિયલનું શૂટિંગ થઈ રહ્યું છે

દમણઃ જિલ્લામાં ગુરૂવારે વધુ 23 કોરોના કેસ સામે આવ્યાં હતાં. ત્યારબાદ બાદ આ કેસ જે કુલ 4 સ્થળો પરથી મળી આવ્યાં હતાં. તે ચારેય સ્થળોને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે, જેમાં મીરાસોલ રિસોર્ટસ અને મીરાસોલ સ્ટાફ કવાટર્સનો સમાવેશ થાય છે. હાલ આ જ રિસોર્ટમાં સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'નું શૂટિંગ ચાલી રહ્યું છે. દમણ તંત્ર દ્વારા આ રિસોર્ટસને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરતા શૂટિંગમાં વિઘ્ન આવી શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ રિસોર્ટમાં સિરિયલના કેટલાક કલાકારો અને ક્રૂ મેમ્બર રોકાયા છે.

આ પણ વાંચો- ગુજરાતમાં હવે એગ્રો ટુરીઝમ પર ફોકસ કરવું જોઈએ: દીપ્તિ ભટનાગર

દમણમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 203 એક્ટિવ કેસ

દમણમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 203 એક્ટિવ કેસ છે અને અલગ અલગ 26 કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જે સ્થળે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યું છે. તે રિસોર્ટ અને સ્ટાફ કવાટર્સમાં કોરોનાના કેસ સામે આવતા તેને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કર્યું છે. આ અંગે સૂત્રોનું માનીએ તો રિસોર્ટસના સ્ટાફ મેમ્બર સતત તારક મહેતાની ટીમ આસપાસ ફરતા રહેતા હતા. અને સોશિયલ મીડિયામાં તેના ફોટા પણ અપલોડ કરતા હતા. ત્યારે એમાંથી જ કોઈનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે તંત્રએ હાલ આ રિસોર્ટસ અને સ્ટાફ કવાટર્સ ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો છે.
આ પણ વાંચો- લક્ષ્મી માંચુ બાળકોની મદદ માટે આવી આગળ

મુંબઈથી આવેલા કલાકારોનો ચેપ લોકોમાં ફેલાશે તેવો સ્થાનિકોમાં ડર
આ સિરિયલના શૂટિંગ વખતે પણ મુંબઈથી આવેલા કલાકારો અને ક્રૂ મેમ્બર દમણમાં કોરોનાનો ચેપ ફેલાવશે તેવી હૈયાવરાળ સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં કાઢી હતી. હવે આ રિસોર્ટમાંથી કોવિડ દર્દી મળી આવતા સિરિયલના કોઈ ક્રૂ મેમ્બર તેમ જ રિસોર્ટસના સ્ટાફ મેમ્બરમાંથી કોઈએ કોરોના ફેલાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર વિગતો મળી નથી.

દમણમાં કોરોનાના કેસ વધતા 4 સ્થળ કન્ટેઈન્મેન્ટ  ઝોન જાહેર
દમણમાં કોરોનાના કેસ વધતા 4 સ્થળ કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર

ટીવી પ્રોડ્યૂસર્સ હાલ વાપી, દમણ, સેલવાસમાં આવીને શૂટિંગ કરી રહ્યાં છે

કોરોનાને કારણે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું કામકાજ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કોરોનાના કેસમાં વધારો થતાં મહારાષ્ટ્રે લૉકડાઉન જાહેર કર્યું છે. આ જ કારણે ટીવી તથા ફિલ્મના શૂટિંગ બંધ છે. ટીવી પ્રોડ્યૂસર્સ હાલ ગુજરાતના વાપી, દમણ, સેલવાસમાં આવીને શૂટિંગ કરી રહ્યાં છે. તેમાં પણ તેમને તાઉ-તે વાવાઝોડાને કારણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેમાં એક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પણ છે. અહીંયા સેટને ખાસ્સું નુકસાન થયું છે. તો, યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ સિરિયલનું શૂટિંગ સેલવાસમાં ચાલી રહ્યું છે ત્યાં પણ વાવાઝોડાને કારણે સેટને નુકસાન થયું છે. આ અંગે સિરિયલમાં રણવીરનું પાત્ર ભજવતા કરન કુંદ્રાએ સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો પણ શેર કર્યા હતા.

સ્થાનિકો કોરોના ચેપને કારણે તેનો વિરોધ પણ કરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, રાજ્યના વલસાડ જિલ્લા ઉપરાંત દમણ-સેલવાસમાં અલગ અલગ સ્થળો પર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'વાગલે કે દુનિયા', 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ', 'કાંટે લાલ એન્ડ સન્સ', 'ઈન્ડિયન આઇડલ' તથા 'સુપર ડાન્સર' જેવા શો તથા સિરિયલનું શૂટિંગ થઈ રહ્યું છે. જોકે, અહીંયા વાવાઝોડું આવતા સેટને નુકસાન થયું છે. એ ઉપરાંત સ્થાનિક લોકો કોરોના ચેપને કારણે તેનો વિરોધ પણ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.