ETV Bharat / state

સેલવાસમાં માર્બલના પથ્થર નીચે દબાઈ જતા 1 વ્યક્તિનું મોત, 1 ઘાયલ

author img

By

Published : Jan 30, 2020, 5:12 PM IST

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ નજીક આવેલા અથાલમાં મિલેનિયમ માર્બલ કંપનીમાં માર્બલના ટ્રકમાં માર્બલના પથ્થર લોડ કરતી વખતે ભારેખમ પથ્થર બે મજૂર પર પડ્યો હતો. જેમાં 1 મજૂરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મજૂર ઘાયલ થતા તેને હોસ્પિટલમાં ખસેડવો પડયો હતો. આ મૃતક મજૂરના ઘરે ત્રણ સંતાનો છે. જેમાં આવતા મહિને દીકરીના લગ્નનો પ્રસંગ હતો. પરંતુ ઘટના બાદ ઘરમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.

daman
દમણ

દમણ : સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં સેલવાસથી અથાલ તરફના માર્ગ પર મિલેનિયમ માર્બલ કરીને આવેલ માર્બલના ગોડાઉનમાં બુધવારે સાંજે સાતેક વાગ્યા આસપાસ બે મજૂરો ટ્રકમાં માર્બલ ચડાવી રહ્યા હતા. ત્યારે માર્બલનો ભારેખમ પથ્થર છટકી ગયો હતો. જેમાં રઘુરામ અને શ્યામ છોટેલાલ નામના બે ઈસમો આ પથ્થર નીચે દબાઈ ગયા હતા. ભારેખમ પથ્થરના વજનથી રઘુરામ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે શ્યામ ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.

સેલવાસના અથાલમાં માર્બલના પથ્થર નીચે દબાઇ જતા 1 વ્યક્તિનું મોત 1 ઘાયલ

જેમાં ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો મિલેનિયમ માર્બલ પર પહોંચ્યા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, મૃતક મૂળ યુપીનો દરભંગા જિલ્લાનો વતની હતો. પરિવારમાં તેને 2 પુત્રી અને 1 પુત્ર છે. જેમાંથી સૌથી મોટી પુત્રીના આવતા મહિને લગ્ન હતા. જે લગ્ન પ્રસંગ સુપેરે પાર પડે તે પહેલા જ રઘુરામનું માર્બલના પથ્થર નીચે દબાઇ જતાં મોત નીપજ્યું હતું. ત્યારે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. તેમજ પરિવારમાં પણ ગમગીનીનો માહોલ પ્રસર્યો હતો. માર્બલના માલિકે અને પોલીસે સેલવાસની હોસ્પિટલમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી તેમના મૃતદેહને વતન રવાના કર્યો હતો.

Intro:Location :- અથાલ


સેલવાસ :- સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ નજીક આવેલ અથલમાં મિલેનિયમ માર્બલ કંપનીમાં માર્બલના ટ્રકમાં માર્બલના પથ્થર લોડ કરતી વખતે માર્બલનો ભારેખમ પથ્થર બે મજૂર પડ્યો હતો. જેમાં એક મજુરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મજુર ઘાયલ થતા તેને હોસ્પિટલમાં ખસેડવો પડયો હતો. મૃતક મજુરના ઘરે ત્રણ સંતાનો છે. જેમાં આવતા મહિને દીકરીના લગ્નનો પ્રસંગ હતો. જે હાલ માતમમાં ફેરવાયો છે.

Body:સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં સેલવાસથી અથાલ તરફના માર્ગ પર મિલેનિયમ માર્બલ કરીને આવેલ માર્બલના ગોડાઉનમાં બુધવારે સાંજે સાતેક વાગ્યા આસપાસ બે મજૂરો ટ્રકમાં માર્બલ ચડાવી રહ્યા હતા. ત્યારે માર્બલનો ભારેખમ પથ્થર છટકી ગયો હતો. જેમાં રઘુરામ અને શ્યામ છોટેલાલ નામના બે ઈસમો આ પથ્થર નીચે દબાઈ ગયા હતા. ભારેખમ પથ્થરના વજનથી રઘુરામ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે શ્યામ ગંભીર રીતે ઘાયલ હોય તેને હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.


ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો મિલેનિયમ માર્બલ પર પહોંચ્યા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Conclusion:ઉલ્લેખનીય છે કે મૃતક મૂળ યુપીનો દરભંગા જિલ્લાનો વતની હતો. પરિવારમાં તેને બે પુત્રી અને એક પુત્ર છે. જેમાંથી સૌથી મોટી પુત્રી ના આવતા મહિને લગ્ન હતા. જે લગ્ન પ્રસંગ સુપેરે પાર પડે તે પહેલા જ રઘુરામનું માર્બલના પથ્થર નીચે દબાઇ જતાં મોત નીપજ્યું હોય, લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. 


રઘુરામના પરિવારમાં પણ ગમગીનીનો માહોલ પ્રસર્યો છે. માર્બલના માલિકે અને પોલીસે સેલવાસની હોસ્પિટલમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી તેમના મૃતદેહને વતન રવાના કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.