Tree in Heritage Category : છોટા ઉદેપુરના ટુંડવા ગામનું 250 વર્ષ જૂનું વૃક્ષ હેરિટેજ કેટેગરીમાં સામેલ

author img

By

Published : Jun 20, 2022, 5:39 PM IST

Tree in Heritage Category : છોટા ઉદેપુરના ટુંડવા ગામનું 250 વર્ષ જૂનું વૃક્ષ હેરિટેજ કેટેગરીમાં
Tree in Heritage Category : છોટા ઉદેપુરના ટુંડવા ગામનું 250 વર્ષ જૂનું વૃક્ષ હેરિટેજ કેટેગરીમાં ()

છોટા ઉદેપુરના એક પંખીના માળા જેવડા ગામમાં (Tree in Heritage Category) એક વૃક્ષે હેરિટેજ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી લોકોમાં સર્વસ પ્રકૃતિ જ છે. આ વૃક્ષને હેરિટેજ (Heritage Tree in India) કેટેગરીમાં સ્થાન મળતા ગામલોકોમાં હરખનો કેડો ચાલ્યો છે.

છોટા ઉદેપુર : છોટા ઉદેપુર જિલ્લાના ટુંડવા ગામમાં 250 જૂનું સાગણનું વૃક્ષ હેરિટેજ કેટેગરીમાં સ્થાન મેળવતા ગામ લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વનસ્પતિઓ માનવીની જરૂરિયાતો પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે, તો પ્રાણવાયુ પુરો પાડી પ્રકૃતિના તમામ તત્વોને જીવંત રાખવાના મૂળમાં પણ વનસ્પતિઓ જ છે. એટલુ જ નહિ વરસાદ વરસાવવાનું કામ પણ વૃક્ષો કરી રહ્યા છે, તો પાન, ફડ, ફૂલ, લાકડું અને શીતળ છાયડો પણ વૃક્ષો આપી રહ્યાં છે, ત્યારે આદિવાસીઓનું જીવન જળ, જંગલ, અને જમીન સાથે જોડાયેલું છે અને તેથી જ તો તેઓ પ્રકૃતિ પૂજામાં નદીઓને પૂજે છે, તો પહાડોને ભગવાન માને છે, આ વૃક્ષને હેરિટેજમાં (Tundwa Village Heritage Tree) કેટેગરીમાં સ્થાન મળતા ગામ લોકો ભારે ઉત્સાહમાં છે.

છોટા ઉદેપુરના ટુંડવા ગામનું 250 વર્ષ જૂનું વૃક્ષ હેરિટેજ કેટેગરીમાં

આ પણ વાંચો : અમદાવાદ શહેરના તળાવો માટે કરોડો ખર્ચ તેમ છતાં પરિણામ શૂન્ય કેમ?

કયું વૃક્ષ છે - છોટા ઉદેપુર જિલ્લાના અને મધ્યપ્રદેશની સરહદે (Heritage Tree in India) આવેલા ટુંડવાના લોકો જણાવી રહ્યા છે કે, અમારા ગામમાં 500 વર્ષ જૂનું "સાગણ" નું ઝાડ આવેલું છે. જેને દેવતા તરીકે સદીઓથી ગામ લોકો વારે તહેવારે પૂજા વિધી કરી રહ્યા છે. છોટા ઉદેપુર વન વિભાગ આ સાગણ વૃક્ષને 250 વર્ષ જૂનું 30 મીટરની ઊંચાઈ અને 5.26 મીટર થડની જાડાઈ ધરાવતું હોવાનું જણાવ્યું છે. તેમજ 250 વર્ષ જુનું હોવાથી હેરિટેજ કેટેગરીમાં સમાવેશ થયો છે પરંતુ પુરાતત્વ વિભાગનું સર્ટિફિકેટ મળ્યું નથી. ગામની વચ્ચો વચ્ચ આવેલા આ મહાકાય સાગણનું વૃક્ષ આમ તો સુકાઈ ગયેલું હોય તેવું દેખાય રહ્યું છે. પરંતુ, ગામલોકો (Tree in Heritage Category) આ વૃક્ષ જીવંત હોવાનું જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad AMTS : લાલ દરવાજા ટર્મિનસમાં કેવો હશે હેરિટેજ લૂક જાણો

ગામની વિરાસત - ગામ લોકો આ સાગ નહિ પણ સાગણ (Heritage Tree in Gujarat) હોવાનું માની રહ્યાં છે. ગામની વિરાસત સમાન આ વૃક્ષ હોવાના નાતે ગામ લોકો પૂરી આસ્થા અને સન્માન સાથે પૂજા વિધી કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ ગામની વિરાસત સમાન સાગણના વૃક્ષની આજુબાજુમાં બહેડાના વૃક્ષો પણ 100 વર્ષથી વધુની આયુષ્ય ધરાવતા હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે. તો આ વૃક્ષો આજે પણ સચવાયેલાં અને અડીખમ ઉભા રહીને ગામનું ગૌરવ વધારી રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ અંગે ટુંડવા ગામના નાયકા રાઠવા જણાવ્યું હતું કે, આ ટુંડવા ગામના લોકોની વૃક્ષો સાથેનો અતૂટ નાતો બંધાતા ગામની વિરાસત સમાન વૃક્ષોને લઇને હેરિટેજ કેટેગરીમાં સમાવેશ થયો તેનું ગૌરવ અનુભવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.