ETV Bharat / state

અમદાવાદ શહેરના તળાવો માટે કરોડો ખર્ચ તેમ છતાં પરિણામ શૂન્ય કેમ?

author img

By

Published : Jun 7, 2022, 7:26 PM IST

અમદાવાદ શહેરના તળાવો માટે કરોડો ખર્ચ તેમ છતાં પરિણામ શૂન્ય કેમ?
અમદાવાદ શહેરના તળાવો માટે કરોડો ખર્ચ તેમ છતાં પરિણામ શૂન્ય કેમ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) દ્વારા નવા તળાવનો વિકાસ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. બીજી તરફ આ તળાવો સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ નવા તળાવ બનાવવામાં તો રસ દાખવી રહ્યા છે. પરંતુ જે તળાવમાં પાણી નથી(Lakes Dried up Without Water) તેના વિશે વિચારી રહ્યા નથી.

અમદાવાદ: શહેરના અનેક તળાવો હાલમાં પાણી વિના સુકાઈ ગયા(Lakes Dried up Without Water) હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં વસ્ત્રાપુર તળાવ, ચાંદલોડીયા તળાવ, ઘોડાસર ગામનું તળાવ, સરખેજ રોજાનું તળાવ જેવા અનેક તળાવો છે જેમાં પાણી જોવા મળી રહ્યું નથી. કોર્પોરેશનના(Ahmedabad Municipal Corporation) અધિકારીને નવા તળાવ બનાવવામાં તો રસ દાખવી રહ્યા છે. પરંતુ જે તળાવમાં પાણી નથી તેના વિશે વિચારી રહ્યા નથી.

કોર્પોરેશનના અધિકારીને નવા તળાવ બનાવમાં તો રસ દાખવી રહ્યા છે. પરંતુ જે તળાવમાં પાણી નથી તેના વિશે વિચારી રહ્યા નથી.

આ પણ વાંચો: વરસાદી પાણીનો સંગ્રહ કરીને બારેમાસ ફ્લેટના લોકો દરરોજ પીવે છે વરસાદનું પાણી

શહેરના તળાવમાં ડ્રેનેજનું પાણી છોડવાથી ગંદકી છે - શહેરના કેટલાક તળાવમાં ડ્રેનેજ તેમજ કમર્શિયલ પાણી બેરોકટોક છોડવામાં આવી રહ્યા છે. જેના કારણે તળાવમાં ગંદુ પાણી જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓને કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ તળાવને ગંદા કરતા એકમો સામે પગલા લેવામાં પણ રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

સરખેજ રોજાના તળાવમાં માત્ર ચોમાસાની ૠતુમાં જ પાણી જોવા મળી રહી છે.
સરખેજ રોજાના તળાવમાં માત્ર ચોમાસાની ૠતુમાં જ પાણી જોવા મળી રહી છે.

તંત્રને રિવરફ્રન્ટ અને કાંકરિયામાં પાણી ભરવામાં રસ છે - ગુલામ નબીએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સરખેજ રોજાએ હેરિટેજ સ્થળ (Sarkhej Roja Heritage Site) છે. અહીંયા ઘણા લોકો મુલાકાત આવતા હોય છે, પરંતુ આ સરખેજ રોજાના તળાવમાં માત્ર ચોમાસાની ૠતુમાં જ પાણી(Water in lake only monsoon season) જોવા મળે છે. બાકીના સમયમાં આ તળાવ ખાલી જોવા મળે છે. કોર્પોરેશનને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. જેથી એવું લાગી રહ્યું છે. તંત્ર માત્ર રિવરફ્રન્ટ અને કાંકરિયા તળાવ ભરવામાં જ રસ દાખવી રહ્યું છે.

ચોમાસામાં ભરાતા પાણીને તળાવમાં ઠાલવવામાં આવશે.
ચોમાસામાં ભરાતા પાણીને તળાવમાં ઠાલવવામાં આવશે.

આ પણ વાંચો: Rain Water Harvesting - જાણો કઈ રીતે જામનગરમાં કરાઈ રહ્યો છે વરસાદી પાણીનો સંગ્રહ

વરસાદનું પાણી નજીકના તળાવમાં છોડવામાં આવશે - ચોમાસામાં ભરાતા પાણીને તળાવમાં ઠાલવવામાં આવશે. અમદાવાદ શહેર મેયરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ચોમાસાની સિઝન આવી રહી છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના જેટલા પણ તળાવ છે. તે તળાવના 1 કિલોમીટરના વિસ્તારમાં ચોમાસામાં વરસાદનું પાણી ભરાતું હોય તે વિસ્તારનું પાણી જે તે નજીકના તળાવમાં છોડવામાં આવે તેવું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.