ETV Bharat / state

છોટાઉદેપુરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસકર્મીઓ માટે 5થી 10 કિમીની મેરેથોન દોડ યોજાઈ

author img

By

Published : Oct 23, 2021, 3:03 PM IST

છોટાઉદેપુરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસકર્મીઓ માટે 5થી 10 કિમીની મેરેથોન દોડ યોજાઈ
છોટાઉદેપુરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસકર્મીઓ માટે 5થી 10 કિમીની મેરેથોન દોડ યોજાઈ

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં મહિલા સુરક્ષા અને ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાને હેતુથી જિલ્લા કક્ષાની મહિલાઓ અને પુરુષ પોલીસકર્મીઓએ 5થી 10 કિલોમીટરની આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો.

  • છોટાઉદેપુરમાં પોલીસકર્મીઓ માટે મેરેથોન દોડ યોજાઈ
  • સુરક્ષા સેતુ સોસાયટીએ મેરેથોન દોડનું કર્યું આયોજન
  • પીપલેજ ત્રણ રસ્તા પાસેથી મેરેથોન દોડનું થયું પ્રસ્થાન
  • દોડમાં પ્રથમ ત્રણ વિજેતાઓને અપાયા ઈનામ

છોટા ઉદેપુરઃ જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. મહિલા સુરક્ષા અને પ્રજામાં ટ્રાફિક જાગૃતિ અને ભાઈચારાની ભાવના પ્રબળ બને તે માટે 5થી 10 કિલોમીટરની આ મેરેથોન દોડ યોજાઈ હતી.

આ પણ વાંચો- કપરાડા તાલુકા યુવા મોરચા દ્વારા નાનાપોઢા ખાતે 5 કિમિ મેરેથોનનું આયોજન

જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડમાં જોડાયા

આ મેરેથોન દોડની શરૂઆત શુક્રવારે સવારે 6.30 વાગ્યે છોટાઉદેપુર ક્વાંટ રોડ પર આવેલા ગાબડિયા પીપલેજ ત્રણ રસ્તાથી થઈ હતી. આ મેરેથોન દોડમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર DySP જે. જી. ચાવડા, છોટાઉદેપુર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.વી .કાટકડ, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જસુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના કારોબારી સભ્ય મુકેશ પટેલ તેમ જ છોટાઉદેપુર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર જે. કે. પટેલ તેમ જ અધિકારીઓએ મેરેથોન દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.

આ પણ વાંચો- યાત્રાધામ અંબાજીમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું

પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર અપાયા

દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવનારા દોડવીરોને અહીં ઉપસ્થિત તમામ અગ્રણીઓના હસ્તે પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વિભાગના પુરુષ તેમ જ મહિલા પોલીસકર્મીઓ, હોમગાર્ડ જવાનો, ટ્રાફિક વિભાગના પોલીસકર્મીઓ મેરેથોન દોડમાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.