ગણેશ ચતુર્થી પર આ રાશિના લોકોને વિશેષ પૂજાથી થશે ફાયદો, જાણો વિશેષ પૂજા

author img

By

Published : Aug 27, 2022, 4:12 PM IST

ગણેશ ચતુર્થી પર આ રાશિના લોકોને વિશેષ પૂજાથી થશે ફાયદો
ગણેશ ચતુર્થી પર આ રાશિના લોકોને વિશેષ પૂજાથી થશે ફાયદો ()

શ્રાવણ બાદ હવે ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી ભાદરવા સુદને ચોથ 31 ઓગસ્ટના રોજ આવી રહી છે. દરેક પ્રકારના દુઃખ,મુશ્કેલી અને સમસ્યા હરનાર ગણપતિ દાદાની પૂજા કેવી રીતે કરવાથી સમસ્યાઓ હલ થાશે. ગણપતિ બાપ્પાને ઘરે લાવવાથી ઘરે રાખવા દરમિયાન કઈ રાશિ કેવી રીતે પૂજા અર્ચના કરી સમસ્યા દૂર થાશે.Ganesh Chaturthi 2022, Ganapati Puja for twelve zodiac signs, Ganesh Chaturthi 2022 Date Muhurat Time

ભાવનગર શ્રાવણ બાદ આવતા ગણપતિ બપ્પાના દિવસોમાં પૂજા અર્ચનાનું (Ganesh Chaturthi 2022)મહત્વ રહેલું છે. બાર રાશિઓ માટે વિશેષ પૂજા કરી શકાય છે. ગણપતિ બાપ્પાને ઘરે લાવવાથી ઘરે રાખવા દરમિયાન કઈ રાશિ કેવી રીતે પૂજા (Ganapati Puja for twelve zodiac signs)અર્ચના કરી શકે તે અમે તમને જણાવશું.

ગણેશ ચતુર્થી

પૂજા કેવી રીતે કરવી ભાદરવા માસમાં ગણપતિ બાપાનું આગમન (Ganesh Chaturthi )થઈ રહ્યું છે. કોરોનાકાળમાં લોકોએ અનેક મુશ્કેલીઓ વેઠી છે ભગવાન પણ જાહેરમાં લાવી શકાતા નોહતા ત્યારે આ વર્ષે ભગવાન ગણપતિ બાપ્પાને લાવવા માંગતા (Why is Ganesh Chaturthi celebrated)હશો તો પૂજા કેવી રીતે કરવી તેમજ શું શું કરવાથી ગણપતિ બાપ્પા તમારું વિઘ્ન હરિ શકે છે તેની માહિતી અમે તમને આપીશું. તો ચાલો જાણીએ.

આ પણ વાંચો વર્ષની છેલ્લી શનિ અમાસ પર જાણો કોની ભક્તિથી જીવનના કષ્ટો દૂર થશે

ગણપતિને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે ત્યારે ક્યારે થશે વિઘ્ન દૂર કોરોનાકાળમાં આર્થિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે લગભગ સૌ કોઈ હેરાન પરેશાન છે. કોઈને કોઈ વિઘ્ન સફળતામાં આવી રહ્યું છે. શ્રાવણ બાદ હવે ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી ભાદરવા સુદને ચોથ 31 ઓગસ્ટના રોજ આવી રહી છે. દરેક પ્રકારના દુઃખ,મુશ્કેલી અને સમસ્યા હરનાર ગણપતિ દાદાની પૂજા કેવી રીતે કરવાથી સમસ્યાઓ હલ થાય તેની માહિતી અમે તમને આપવાના છીએ. પરંતુ હંમેશા ભક્તિ કોઈ લોભ કે લાભમાં ના કરવી જોઇએ. જો સાચા હૃદયથી ગણપતિ બાપાને ઘરે લાવવામાં આવે અને પૂજા પાઠ થાય તો સમસ્યા જરૂર દૂર થાય છે.

ગણપતિની પૂજા કરવાની પદ્ધતિ આ પ્રમાણે ભાદરવા સુદ ચોથના દિવસે સવારના મુહૂર્તમાં ગણપતિને સારા ચોઘડિયામાં ઘરે લાવવા. ઘરે લાવતા સમયે ગણપતિ બાપાના આંખે પાટા જરૂર બાંધી રાખો. ઘરે લાવ્યા બાદ પૂજા સ્થળ પર એક લાકડાના પાટલાને સ્થાપિત કરો ત્યાર બાદ પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી દયો,વસ્ત્ર પાથર્યા બાદ તેના પણ 7 પ્રકારના અનાજ એક કરીને તેનો સાથિયો બનાવો, સાથિયા ઉપર બાદમાં ગણપતિ બાપાને બિરાજમાન કરો, ગણપતિ દાદાને સ્થાપન પર બેસાડયા બાદ દીવો કરો અને ગણપતી બાપાને કેસર ચંદનનું તિલક કરો,તિલક બાદ ભગવાનને લાડુ જેવી વાનગી અર્પણ કરો,જાસૂદનું લાલ ફૂલ મળે તો અર્પણ કરવું. ગણપતિ બાપાને તમે 3,5,7,9 કે 11 દિવસ રોજ પૂજા અર્ચના કરો અને પોતાના વિઘ્નો હરવા પ્રાર્થના કરો. આમ કરવાથી કોઈ પણ પ્રકારનું વિઘ્ન દૂર થાય છે.

આ પણ વાંચો આ વર્ષે ગલીએ ગલીએ થશે દુંદાળા દેવના દર્શન, મૂર્તિ ખરીદવા લોકોની પડાપડી

રાશિ પ્રમાણે પૂજા અને મંત્ર કરવાથી લાભ

મેષ રાશિ લાલ માટીના ભગવાન ગણપતિની મૂર્તિ કે પ્રતિમાને સિંદૂર અને શુદ્ધ ઘીના મિશ્રણથી લેપ કરવો.લાલા કરેણ,લાલ ગુલાબના ફૂલ ચડાવવા

મંત્ર - ૐ વિઘનેશ્વરાય નમઃ
આમ કરવાથી શોર્ય અને સાહસમાં વૃદ્ધિ થશે,સાહસિકતા વધશે અને આત્મ વિશ્વાસથી સભર વ્યકતીત્વ અનુભવાશે,ગોળનો પ્રસાદ ધરાવવો.
વૃષભ રાશિ સફેદ માટીના ભગવાન ગણેશની પ્રતિમાને ચંદન મિશ્રિત કંકુથી તિલક કરવું,સફેદ ગુલાબ અને ચમેલીના ફૂલ ચડાવવા.
મંત્ર - ૐ લંબોદરાય નમઃ
આમ કરવાથી તમારા દેખાવમાં વૃદ્ધિ થશે અને તમારા સ્વભાવમાં મહેસુસ પણ કરી શકશો,પ્રસન્નતા અને પરોપકારીત આવશે. સફેદ મીઠાઈ અને કેળા પ્રસાદ સ્વરૂપે ધરવા.

મિથુન રાશિ લીલા માર્બલ અથવા પથ્થરની મૂર્તિને સફેદ ચંદનથી તિલક કરવું. લીલા રંગના ફૂલ અને દુર્વા (ધરો) ખાસ અર્પણ કરવા.
મંત્ર - ૐ ગૌરી સુતાય નમઃ
આમ કરવાથી તમારા અભ્યાસ અને સ્મરણ શક્તિમાં દેખાશે ચમત્કારીકતાનો બદલાવ,તમારી શાર્પનેશ વધતી જણાશે,વાણીમાં પ્રભાવ ઉભો થશે.લીલા ફળ અને દૂધીનો હલવો પ્રસાદ રૂપે અર્પણ કરવો.

કર્ક રાશિ પારદર્શક સ્ફટિકની ભગવાન ગણપતિની મૂર્તિને ચંદનથી તિલક કરવું,સફેદ ગુલાબ અને ચમેલીના ફૂલ ચડાવવા.
ૐ વક્રતુંડાય નમઃ
આમ કરવાથી તમારા સ્વભાવમાં પારદર્શિતા અનુભવાશે,દુન્યવી દુષણોથી મુક્તિ મળશે અને હૃદયની નિર્મળતા અનુભવી શકશો. સફેદ બરફી અને સાકર પ્રસાદરૂપે અર્પણ કરો.

સિંહ રાશિ ગુલાબી અથવા લાઈટ ગુલાબી ગણપતિ દાદાની મૂર્તિને રતાંજલીના ચંદનથી તિલક કરો,લાલ ગુલાબ અને કરેણના ફૂલ ચડાવો.
મંત્ર- ૐ વિઘ્નનાશાય નમઃ
આમ કરવાથી નાણાકીય વ્યવહારોમાં વધુ સરળતા અને સહાયતાનો અનુભવ થશે,ઉપરાંત તમારી પ્રકૃતિ વધુ શાંત અને સ્વસ્થ બનશે.સફરજન અને મગજના લાડુનો પ્રસાદ અર્પણ કરો.

કન્યા રાશિ લીલા માર્બલ અથવા પથ્થરની મૂર્તિને સફેદ ચંદનથી તિલક કરવું. લીલા રંગના ફૂલ અને દુર્વા (ધરો) ખાસ અર્પણ કરવા.
મંત્ર - ૐ સંકટનાશાય નમઃ
આમ કરવાથી તમારા અભ્યાસ અને સ્મરણ શક્તિમાં દેખાશે ચમત્કારીકતાનો બદલાવ,તમારી શાર્પનેશ વધતી જણાશે,વાણીમાં પ્રભાવ ઉભો થશે.લીલા ફળ અને દૂધીનો હલવો પ્રસાદ રૂપે અર્પણ કરવો.

તુલા રાશિ સફેદ માટીની ગણપતિ દાદાની મૂર્તિની પ્રતિમાને ચંદન મિશ્રિત કંકુનું તિલક કરવું,સફેદ ગુલાબ અને ચમેલીના ફૂલ ચડાવવા.
મંત્ર - ગણાધક્ષાય નમઃ
આમ કરવાથી દેખાવમાં વૃદ્ધિ થશે જેનો સ્વભાવમાં પ્રસન્નતા અને પરોપકારીતા મહેસુસ કરશો. સફેદ મીઠાઈ અને કેળા અર્પણ કરો.

વૃશ્ચિક રાશિ લાલ માટીના ભગવાન ગણપતિની મૂર્તિ કે પ્રતિમાને સિંદૂર અને શુદ્ધ ઘીના મિશ્રણથી લેપ કરવો.લાલા કરેણ,લાલ ગુલાબના ફૂલ ચડાવવા.
મંત્ર - ૐ વક્રતુંડાય નમઃ
આમ કરવાથી શોર્ય અને સાહસમાં વૃદ્ધિ થશે,સાહસિકતા વધશે અને આત્મ વિશ્વાસથી સભર વ્યકતીત્વ અનુભવાશે,ગોળનો પ્રસાદ ધરાવવો.

ધન રાશિ પીળી માટી અને પીળા પથ્થરના ગણપતિ દાદાની મૂર્તિને કેસર અને ઘીના શુદ્ધ મિશ્રણથી તિલક કરવું,પીળા ફૂલ અને પીળા ગોટાના ફૂલ ચડાવવા.
મંત્ર - ૐ ગજકર્ણકાય નમઃ
આમ કરવાથી શોર્ય અને સાહસમાં વૃદ્ધિ થશે,સાહસિકતા વધશે અને આત્મવિશ્વાસથી સભર વ્યક્તિત્વ અનુભવાશે,પીળી બરફી અને મોહનથાળ તથા કેળા અર્પણ કરવા.
મકર રાશિ નીલા પથ્થરની ગણપતિ દાદાની મૂર્તિને કંકુ અને હળદરના મિશ્રણથી તિલક કરવું.નીલા ફૂલ ચડાવવા.
મંત્ર - ૐ ગજાનનાય નમઃ
આમ કરવાથી અભયસમાં અને સ્મરણ શક્તિમાં દેખાશે ચમત્કારીકતાનો બદલાવ,શાર્પનેશતા વધશે અને વાણીમાં પ્રભાવ ઉભો થશે. ગુલાબ જાબું અને રબડી પ્રસાદમાં અર્પણ કરો.
કુંભ રાશિ નીલા પથ્થર,ભૂરા રાખોડી કલરની,ઉન અથવા રુદ્રાક્ષનો ઉપયોગ થયો હોય તેવી ગણપતિ દાદાની પ્રતિમાને કેસરયુક્ત ચંદનથી તિલક કરવું. દુર્વા (ધરો) અને નિલાંબરીના ફૂલ ચડાવવા.
મંત્ર - ૐ એકદંતાય નમઃ
આમ કરવાથી નિર્ભયતા અને સુખનો અનુભવ થશે,તમારા કાર્યક્ષેત્રમાં ઉભા થતા વિઘ્નોને પર પાડી શકશો.ચૂરમાના લાડુનો પ્રસાદ ધરાવો.
મીન રાશિ પીળી માટી અને પીળા પથ્થરના ગણપતિ દાદાની મૂર્તિને કેસર અને ઘીના શુદ્ધ મિશ્રણથી તિલક કરવું,પીળા ફૂલ અને પીળા ગોટાના ફૂલ ચડાવવા.
મંત્ર - ૐ મહાગણપતિ નમઃ
આમ કરવાથી શોર્ય અને સાહસમાં વૃદ્ધિ થશે,સાહસિકતા વધશે અને આત્મવિશ્વાસથી સભર વ્યક્તિત્વ અનુભવાશે,પીળા મોતીચુરના લાડુ અને કેસરયુક્ત કાજુકતરી તેમજ કેળા અર્પણ કરવા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.