ETV Bharat / state

German Ambassador visits Alang : જર્મની રાજદૂત અલંગની મુલાકાતે, મજૂરથી લઈને જહાજ સુધીની મેળવી માહિતી

author img

By

Published : Feb 12, 2022, 9:04 AM IST

જર્મનીના રાજદૂતે અલંગ સોસીયા શિપ બ્રેકિંગ (German Ambassador visits Alang) યાર્ડની મુલાકાતે આવ્યા હતા. વિશ્વભરમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ ક્ષેત્ર આગવી ઓળખ અને નામના ધરાવતા અલંગ ખાતે મુલાકાતે પહોંચ્યા હતા. જર્મનીના રાજદૂતએ કામ કરતા (German Ambassador Interacted with the Laborer) મજૂરો સાથે પણ વાતચીત કરી હતી.

German Ambassador visits Alang : જર્મની રાજદૂત અલંગમાં મજૂરથી લઈને જહાજ સુધીની માહિતી મેળવી
German Ambassador visits Alang : જર્મની રાજદૂત અલંગમાં મજૂરથી લઈને જહાજ સુધીની માહિતી મેળવી

ભાવનગર : જર્મનીના રાજદૂતે સુરતથી રોપેક્ષ ફેરી મારફતે ભાવનગરના (German Ambassador visits Alang) જાણીતા બંદર ઘોઘા ખાતે આવ્યા હતા. જર્મનીના રાજદૂતે અલંગ સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડની (Alang Sosiya Ship Breaking Yard) મુલાકાત લીધી હતી. જેમાં વિશ્વભરમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ ક્ષેત્ર આગવી ઓળખ અને નામના ધરાવતા અલંગ ખાતે મુલાકાતે પહોંચ્યા હતા.

જર્મનીના રાજદૂતે મજૂરો સાથે કરી વાતચીત

જર્મની રાજદૂત અલંગમાં મજૂરથી લઈને જહાજ સુધીની માહિતી મેળવી
જર્મની રાજદૂત અલંગમાં મજૂરથી લઈને જહાજ સુધીની માહિતી મેળવી

જર્મનીના રાજદૂતે અલંગ ખાતે પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને લીલા રિસાયક્લિંગ પ્રાઇવેટ લિમિટેડ ખાતે મજૂરો સાથે વાતચીત કરી હતી. તે કઈ રીતે કામગીરી કરે છે, ગરમીના દિવસોમાં તે કઈ રીતે પોતાની જાતને બચાવીને કાર્ય કરે છે, કેટલાં વર્ષથી તેઓ (German Ambassador Interacted with the Laborer) કાર્ય કરે છે, તેઓની ઉંમર સહિતની સાહજિક વિગતો જહાજ પર કાર્યરત કાર્યકરો પાસેથી જાણી હતી.

આ પણ વાંચોઃ Pre Budget 2022: ભાવનગરના અલંગ ઉદ્યોગમાં આવનાર બજેટમાં કયા પ્રકારની કરાઇ માગ જાણો તે બાબતે...

જર્મનીના રાજદૂતે જહાજની કામગીરી વિશે માહિતી મેળવી હતી

જર્મની રાજદૂત અલંગમાં મજૂરથી લઈને જહાજ સુધીની માહિતી મેળવી
જર્મની રાજદૂત અલંગમાં મજૂરથી લઈને જહાજ સુધીની માહિતી મેળવી

જર્મનીના રાજદૂતે રિસાયક્લિંગ યાર્ડના માલિકો પાસેથી જહાજને કઈ રીતે ખરીદવામાં (Operation of the Ship in Alang) આવે છે. કેટલા સમયમાં જહાજ તૂટે છે, સ્ટીલ અને લોખંડના ભાવ શું છે, કોરોના કાળમાં અલંગ યાર્ડ ચાલુ હતું કે કેમ, કોરોનાથી બચવા માટે શું પગલાં લીધાં હતાં, અહીં મજૂર યુનિયન છે કે કેમ, મજૂરોને એક્સિડન્ટ થાય તો તેના બચાવ માટે હોસ્પિટલ સહિતની વ્યવસ્થા, તેના વીમાની વ્યવસ્થા, રિસાયક્લિંગ યાર્ડમાં કાર્ય કરવા માટે જરૂરી નિપુણતા હાંસલ કરવા માટેની તાલીમની વ્યવસ્થા (Visit of German Ambassador Visit o Bhavnagar) વગેરે વિશેની પ્રશ્નોત્તરી કરીને તેના વિશે જાણકારી મેળવી હતી.

આ પણ વાંચોઃ સુરત KFW ફાઇનાન્સ્ડ મેટ્રો પ્રોજેક્ટની કામગીરીનું જર્મનીના રાજદૂતે નિરીક્ષણ કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.