ETV Bharat / state

RT PCR Test in Alang : અન્ય દેશોમાંથી અલંગ ખાતે આવેલા કૃ મેમ્બરોના RT PCR ટેસ્ટ કરવામાં આવશે

author img

By

Published : Jan 19, 2022, 1:43 PM IST

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અલંગ ખાતે આવતા નવી શીપો તેમજ શીપ સાથે આવેલા મેમ્બરોની આરોગ્ય (RT PCR test in Alang) ચકાસણી તેમજ RT PCR ટેસ્ટ કરવામાં આવશે.

RT PCR Test in Alang : અન્ય દેશોમાંથી અલંગ ખાતે આવેલા કૃ મેમ્બરોના RT PCR ટેસ્ટ કરવામાં આવશે
RT PCR Test in Alang : અન્ય દેશોમાંથી અલંગ ખાતે આવેલા કૃ મેમ્બરોના RT PCR ટેસ્ટ કરવામાં આવશે

ભાવનગર : કોરોના મહામારીને ધ્યાને રાખી સરકાર દ્વારા કોરોનાને કાબુમાં કરવા લોકડાઉન તેમજ અલંગ ઉદ્યોગમાં નવા શીપો તેમજ શીપ કટિંગની કામગીરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કોરોના કેસો ઘટતા લોકડાઉન તેમજ પ્રતિબંધોમાં ફેરફાર કરી ઉદ્યોગોની શરૂઆત થતા ફરી એકવાર ઠપ પડેલા અલંગ શીપ રીસાયકલીંગ ઉદ્યોગની શરૂઆત થતા રોજગાર ઉદ્યોગોની શરૂઆત થવા પામી હતી. ત્યારબાદ કોરોના કેસોને કાબુમાં (Corona Case in Alang) કરવા સરકાર દ્વારા કેટલાક નિયમો હેઠળ અલંગ ખાતે આવતા નવા શીપો તેમજ શીપ સાથે આવેલ મેમ્બરોની આરોગ્ય ચકાસણી (Health Check in Alang) તેમજ RT PCR ટેસ્ટ કર્યા બાદ જ મંજુર કરવાની કામગીરી વર્ષ 2021 જાન્યુઆરીથી આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં અલંગ ખાતે કુલ 17 શીપોમાંથી કુલ 285 કૃ મેમ્બરો અન્ય દેશોમાંથી અલંગ ખાતે RT PCR ટેસ્ટ(RT PCR test in Alang) કરવામાં આવ્યા હતા.

અલંગ ખાતે ભંગાણ અર્થે આવતા શિપના કૃ મેમ્બરોની આરોગ્ય ચકાસણી

અન્ય દેશોમાંથી અલંગ ખાતે આવેલા કૃ મેમ્બરોના RT PCR ટેસ્ટ કરવામાં આવશે

કોરોના સંક્રમણ સામે લડવા સરકાર દ્વારા દેશભરમાં ઝડપી વેક્સીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાલ ત્રીજી લહેરમાં ઓમીક્રોનની અસર જોવા મળતા સરકાર દ્વારા આગમી ચેતવણીના ભાગ રૂપે ઉદ્યોગોમાં છૂટછાટ પરના નિયંત્રણો વધુ કડક કરવામાં આવ્યા છે. ત્યારે અલંગ ઉદ્યોગ (Alang Ship Industry) અન્ય દેશો સાથે સંકળાયેલ છે. જેને લઈને અલંગ ખાતે શીપ ભંગાણ (Sheep Wreck in Alang) માટે આવતા શીપ તેમજ કૃ મેમ્બરોની આરોગ્ય ચકાસણી (Health Check up of kru Members will be Conducted in Alang) પણ વધુ કડક રીતે થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ હવે બસ ગણતરીના દિવસોમાં નામશેષ થવા જઈ રહ્યું છે ભારતનું INS વિરાટ

શુ કહી રહ્યા છે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી

ચાલુ માસ એટલે કે જાન્યુઆરીમાં અત્યાર સુધી કુલ 5 શીપ નવા ભંગાણ અર્થે આવી જેમાં કુલ 91 કૃ મેમ્બરો અન્ય દેશોમાંથી અલંગ ખાતે આવ્યા છે. પરંતુ કૃ મેમ્બરોમાં કોરોના તેમજ નવા ઓમીક્રોનના એક પણ કેસો જોવા મળ્યા નથી. જે બાબતે ભાવનગર જીલ્લાના આરોગ્ય અધિકારી ડૉ. તાવિયાદ જણાવ્યું છે કે, અલંગ ખાતે વર્ષ 2021 ડિસેમ્બર મહિનામાં અલંગ ખાતે કુલ 17 શીપો આવી હતી. જે શીપમાં કુલ 285 કૃ મેમ્બરો આવ્યા બાદ વર્ષ 2022ના જાન્યુઆરી માસ દરમ્યાન કુલ 5 નવા શીપો ભંગાણ અર્થે આવી છે. જે શીપ સાથે કુલ 91 કૃ મેમ્બરો આવ્યા છે. જે કૃ મેમ્બરોને અલંગ ખાતે શીપ પ્રવેશતા પહેલા આરોગ્ય ચકાસણી માટે RT PCR ટેસ્ટ કર્યા બાદ જ પ્રવેશ (Alang Industry Rules) આપવામાં આવ્યા છે. તેમજ હાલ અત્યાર સુધીમાં એક પણ કૃ મેમ્બરોમાં કોરોના કે ઓમીક્રોનના કેસ જોવા મળ્યો નથી. ઉપરાંત અલંગ ખાતે આવતા જહાજો સાથે કૃ મેમ્બરોના આરોગ્ય તેમજ વેક્સીનેશ બાબતે ઝડપી કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Alang ship breaking slumping : 5 વર્ષથી જહાજોની આવક સતત ઘટમાં છે, કારણો શું અને શું છે સરકાર સમક્ષ માગ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.