ETV Bharat / state

Bhavnagar Murder Case : ભાઈની હત્યામાં દેવર અને તેમના મીત્રને આજીવન કેદ

author img

By

Published : Jan 12, 2022, 10:08 AM IST

ભાવનગર શહેરમાં 2019માં યુવકની હત્યા(Bhavnagar Murder Case) બહેનના સાસરિયાં પક્ષના શખ્સોએ કરતા નોંધાયેલી ફરિયાદના પગલે કોર્ટમાં કેસ ચાલતા આરોપીઓને કોર્ટે આજીવન કેદની(Life Imprisonment in Bhavnagar) સજા અને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. જાણો શુ હતો બનાવ

Bhavnagar Murder Case : ભાઈની હત્યામાં દેવર અને મીત્રને આજીવન કેદ
Bhavnagar Murder Case : ભાઈની હત્યામાં દેવર અને મીત્રને આજીવન કેદ

ભાવનગરઃ શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં યુવાન પર બે શખ્સોએ ફાયરિંગ કરીને હત્યા(Bhavnagar Murder Case) નિપજાવી હતી. મૃતકનાભાઈએ ફરિયાદ નોંધાવ્યા બાદ કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

શુ બન્યો બનાવ અને કોણે નોંધાવી ફરિયાદ

ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં(Bhavnagar Nilambaug Police Station) ધોબી વિસ્તારમાં બોરતળાવ નજીક રહેતા વસીમભાઈ શેખ દ્વારા તેના ભાઈ અબ્દુલ વાહબ ફકીર મહમદ શૈખ ઉપર મુસ્તુફા ગફાર ઘોઘારી અને તેના સાથી તૌફિક ઉર્ફે જીંગો દિલાવર કુરેશીએ માથાના ભાગે ફાયરિંગ કરીને ગંભીર ઇજાથી મૃત્યુ નિપજાવ્યું હતું. એસટી બસ સ્ટેન્ડ પાસે ચામુંડા ફેબ્રિકેશન દુકાનની સામે જાહેરમાં ફાયરિંગ કરીને હત્યા નિપજાવી હોવાની ફરિયાદ(Bhavnagar Murder Crime) નોંધાવી હતી.

બનાવનું કારણ શું શા માટે બન્યો બનાવ

બનાવ અંગે ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ફાયરિંગ(Firing in Bhavnagar) કરનાર મુસ્તુફા ગફાર ઘોઘારીના ભાઈ રફીક ઘોઘારી સાથે છ વર્ષ પૂર્વે લગ્ન મૃતક અબ્દુલ વાહબની બહેન બીનીશબાનું સાથે થયા હતા. સાસરે પતિ સાથે ઝગડો થતા બીનીશબાનું પિયરમાં આવી ગઈ હતી અને ફેમિલી કોર્ટમાં(Family Court Case in Bhavnagar) ખાધાખોરાકીનો કેસ કર્યો હતો. પરંતુ તે સમયસર નહિ મળતા કોર્ટેનું તેંડુ પણ આવ્યું હતું. આથી આરોપી મુસ્તુફા અને તેના પરિવાર તરફથી સમાધાન માટે ધમકીઓ આપવામાં આવતી હતી. પરંતુ સમાધાન નહિ થતા અંતે બીનીશબાનુના ભાઈ અબ્દુલ વાહબ ફકીર મહમદ શૈખ પર ચાવડીગેટ જવાના માર્ગ પર એસટી બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં ફાયરિંગ(Firing Near Bhavnagar ST Bus Stand) કરી ઇજા પહોંચાડી મૃત્યુ નિપજાવ્યું હતું.

કોર્ટ શુ આપી સજા

આરોપી મુસ્તુફા ઘોઘારી અને તેના સાગરીત તૌફિક ઉર્ફે જીંગો દિલાવર કુરેશીને 35 દસ્તાવેજી અને 20 સાક્ષીઓને સાંભળી આજીવન કેદની(Life imprisonment in Bhavnagar) સજા ફટકારી છે. 50 હજાર સુધીનો દંડ અને મૃતકના પરિવારને 1 લાખ વળતર આપવા આરટી વચ્છાણીની કોર્ટે હુકમ કર્યો હતો.

આ પણ વાંચોઃ Health Centres in Bhavnagar: સરકારની ગ્રાન્ટ વાપરવામાં ધારાસભ્યોની કંજૂસાઈ, આરોગ્ય કેન્દ્રોમાં હવે થાય છે સાધનોની ખરીદી

આ પણ વાંચોઃ Bhavnagar Love Jihad case 2022 : ભાવનગરમાં લવ જેહાદ બનાવની ચર્ચા પણ સત્ય શું ? જાણો શું બનાવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.