ETV Bharat / state

ભાવનગરમાં નવા બંદર રોડ પર રસ્તાને અડચણરૂપ મામાના દેવાલય હટાવાયા

author img

By

Published : Apr 19, 2021, 10:55 PM IST

ભાવનગર શહેરમાં નવા બંદર રોડ પર આવેલા રસ્તાને મોટો બનાવવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે મામાના બે દેવલાયને હટાવ્યાં હતા. જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. જોકે, સ્થાનિક નગરસેવકે આવીને અન્ય સ્થળ ફાળવણીની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

ભાવનગરમાં નવા બંદર રોડ પર રસ્તાને અડચણરૂપ મામાના દેવાલય હટાવાયા
ભાવનગરમાં નવા બંદર રોડ પર રસ્તાને અડચણરૂપ મામાના દેવાલય હટાવાયા

  • રસ્તો પોહળો કરવા માટે દબાણ હટાવતી મનપા
  • નવાબંદર રોડ પર આવેલા અડચણ રૂપ મામાના ઓટલા હટાવ્યાં
  • સ્થાનિકોમાં રોષ ફેલાયો

ભાવનગરઃ શહેરમાં નવા બંદર રોડ પર આવેલા રસ્તાને મોટો બનાવવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે મામાના બે દેવલાયને હટાવ્યાં હતા. ભાવનગર મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગે દબાણો દૂર કર્યા છે. જેમાં જયશ્રી દરબારી ખીજડાવાળા મામા તથા હરખા મામા એમ બે આસ્થાના સ્થળ પરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

ભાવનગરમાં નવા બંદર રોડ પર રસ્તાને અડચણરૂપ મામાના દેવાલય હટાવાયા
ભાવનગરમાં નવા બંદર રોડ પર રસ્તાને અડચણરૂપ મામાના દેવાલય હટાવાયા

દબાણોમાં આવતા અગાવ અનેક મંદિરો તોડવામાં આવ્યાં હતાં

ભાવનગર મહાનગરપાલિકા કોરોના કાળમાં પણ પોતાની દબાણની કામગીરી કરીને રસ્તાઓ પોહળા કરવાનું કામ કરી રહી છે. ભાવનગરમાં દબાણોમાં આવતા અનેક મંદિરો અગાવ તોડવામાં આવ્યાં છે, ત્યારે ફરી આસ્થાના ભાગ રૂપ બે મામાના ઓટલા તોડી પાડતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે.

ભાવનગરમાં નવા બંદર રોડ પર રસ્તાને અડચણરૂપ મામાના દેવાલય હટાવાયા
ભાવનગરમાં નવા બંદર રોડ પર રસ્તાને અડચણરૂપ મામાના દેવાલય હટાવાયા

આ પણ વાંચોઃ ભાવનગરમાં અષાઢી બીજની રથયાત્રાને લઈને ગેરકાયદેસર દબાણો હટાવાયા

મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું

ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરના નવાબંદર રોડ પર આવેલા બે મામાના દેવલયને તોડી પાડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. દેવાલય તોડી પાડતા રહીશો દ્વારા વિરોધ કરાયો હતો. જોકે, ત્યાંના નગરસેવકે લોકોને સમજાવીને બીજી જગ્યા આપતા લોકોએ સહકાર આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.