ETV Bharat / state

મહુવા યાર્ડમાં 10 તારીખની સાંજથી ડુંગળીની આવક શરૂ કરાશે

author img

By

Published : Feb 9, 2021, 1:31 PM IST

માર્કેટીંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવક શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તા. 4/2ના રોજ લાલ ડુંગળીની 4 લાખ ગુણીની વિક્રમ આવક થતા લાલ ડુંગળીની આવક યાર્ડ દ્વારા બંધ કરવામાં આવી હતી.

મહુવા યાર્ડમાં લાલડુંગળી
મહુવા યાર્ડમાં લાલડુંગળી

  • સારા વરસાદથી ખેડૂતોને પાકનો સારો લાભ મળ્યો
  • મહુવામાં ડુંગળીનું વિક્રમજનક ઉત્પાદન થયું
  • મહુવા યાર્ડમાં તા. 10થી 11 સવારના 8 વાગ્યા સુધી લાલ ડુંગળીની આવક મંજૂરી

ભાવનગર : આ વર્ષે સારા વરસાદથી ખેડૂતોને પાકનો સારો લાભ મળ્યો છે. ડેમો ભરાઈ ગયા છે અને કુવા અને ડારમાં પણ પાણીના તળ ઉંચા આવ્યા છે. શિયાળુ પાકમાં ખેડૂતો એ વધારે પ્રમાણમાં ડુંગળીની ખેતી કરી હતી. મહુવા અને આજુબાજુ પંથકમાં ડુંગળીનું વિક્રમ જનક ઉત્પાદન થયું હોવાથી યાર્ડમાં પણ ડુંગળી સમાતી નથી.

ફેબ્રુઆરીની શરૂઆતમાં જ 6 લાખ થેલી ડુંગળી ઉતરી ગઇ

મહુવામાં જાન્યુઆરી મહિનામાં 18 લાખ સફેદ અને લાલ ડુંગળીની આવક થઈ હતી. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ 6 લાખ થેલી ડુંગળી ઉતરી ગઇ છે. મહુવા યાર્ડમાં લાલ ડુંગળી 4 તારીખથી લાવવા ઉપર પ્રતિબંધ હતો. મહુવા યાર્ડ દ્વારા તા. 10થી 11 સવારના 8 વાગ્યા સુધી લાલ ડુંગળીને પ્રવેશ આપવા ની જાહેરાત કરીછે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.