ETV Bharat / state

National Park Antelope Sanctuary Bhavnagar: ગુલાબી ઠંડીમાં કાળિયાર અભ્યારણમાં વરુનો મસ્તી કરતો વીડિયો જૂઓ...

author img

By

Published : Dec 18, 2021, 1:45 PM IST

ભાવનગર જિલ્લાનું રાષ્ટ્રીય કાળિયાર અભયારણ્યમાં (National Antelope Sanctuary) હાલ બે દિવસથી વધેલી ઠંડીના કારણે અભ્યારણ્યમાં કિલ્લોલ કરતા વરુનો વીડિયો ટ્વીટ (Wolf's video tweet) કરાયો છે, ત્યારે આ વીડિયોમાં કાળિયાર વિહાર કરતા નજરે પડે છે. ભાવનગર કાળિયાર અભયારણ્યમાં (Bhavnagar Antelope Sanctuary) 3 હજાર કાળિયાર અને 70થી વધુ જેટલા વરુનો વસવાટ છે.

National Park Antelope Sanctuary Bhavnagar: ગુલાબી ઠંડીમાં કાળિયાર અભ્યારણમાં વરુના મસ્તી કરતો આહલાદક વીડિયો ટ્વીટ
National Park Antelope Sanctuary Bhavnagar: ગુલાબી ઠંડીમાં કાળિયાર અભ્યારણમાં વરુના મસ્તી કરતો આહલાદક વીડિયો ટ્વીટ

ભાવનગર: શહેરના છેવાડે આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર અભયારણ્ય (National Park Antelope Sanctuary) આવેલું છે. આ અભિયારણ્યમાં ઠંડીમાં રમતા વરુઓનો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. કાળિયારનું ઝુંડ ઠંડીની સીઝનમાં વિહરતું જોવા મળી રહ્યું છે ત્યારે જિલ્લાની રોનક વધારતા પશુઓનો કિલ્લોલના વીડિયો વનવિભાગ (Forest Department) દ્નારા જાહેર કરવામાં આવ્યું છે.

National Park Antelope Sanctuary Bhavnagar: ગુલાબી ઠંડીમાં કાળિયાર અભ્યારણમાં વરુનો મસ્તી કરતો વીડિયો જૂઓ...

અધેલાઈ કાળિયાર ઉદ્યાનમાં વરુ અને કાળિયારની ઠંડીમાં કિલ્લોલ કરતો વીડિયો વાયરલ

ભાવનગર જિલ્લાના રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન (National Antelope Park) વિભાગ દ્વારા 15 તારીખના રોજ ટ્વીટર પર એક વરુનો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં 'કાળિયાર' અભયારણ્યમાં ઠંડીની મોસમનો આનંદ લેતા નજરે પડે છે. જિલ્લાના ACF (Assistant Conservator of Forests ) મહેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કાળિયાર અભયારણ્યમાં આશરે 70 થી 80 વરુ આવેલા છે. તે દરમિયાન વરુનું એક ઝુંડ સવારમાં કિલ્લોલ કરતું હતું ત્યારે તેનો વિડીયો ઉતારી ટ્વીટ કરવામાં આવ્યું છે. હાલ જિલ્લામાં આશરે 100 ઉપર વરુ આવેલા છે પણ વધુ કાળિયાર અભિયારણ્યમાં આવેલા છે. ગુલાબી ઠંડીમાં પશુ પંખીની રમતો હમેશા કુદરતના ખોળે જોવા મળતી હોય છે તેની એક પળ વરુની સવારની મસ્તીના દ્રશ્યો આહલાદક હતાં.

જાણો કાળિયાર અભયારણ્યમાં કાળિયાર અને અન્ય પશુઓની હાજરી કેટલી
જિલ્લાના કાળિયાર અભયારણ્યમાં ભાલ પંથકના દરિયા કાંઠે આવેલા અભયારણ્યમાં 3 હજાર કરતા વધુ કાળિયાર છે જ્યારે કાળિયાર અભયારણ્ય બહારના વિસ્તારમાં 4200 જેટલા કાળિયારનો સમાવેશ છે. રાજગઢ, મેવાસા, માઢિયા,ભડભીડ જેવા 40 ગામોને ઇકોલોજીકલ ઝોન (Ecological zonez) જાહેર કરવામાં આવ્યો છે. વનવિભાગનો આ વિસ્તાર ભાલ પંથકમાં આવતો હોવાથી તે ગરમ પ્રદેશની ઓળખ ધરાવે છે. અહીંયા બ્લેકબક (BLACKBUCK PARK ) એટલે કાળિયાર અભયારણ્યમાં ઝરખ 40 જેટલા, દીપડા 1 થી 2 જે ચમારડી વિસ્તારમાં અને અભ્યારણયના બાહ્ય વિસ્તારના અંતનો છેડો છે. જિલ્લામાં સિંહોની વસ્તી 60 જેટલી છે. જ્યારે અભયારણ્યમાં 100 થી વધુ પક્ષીઓની પ્રજાતી આવેલી છે.

આ પણ વાંચો: Ghorad Abhyaran Kutch: કચ્છના ઘોરાડ અભયારણ્યમાં પવનચક્કીઓની વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા પક્ષીવિદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ

આ પણ વાંચો: Gir Lion Death: સિંહણ અને કાળીયારના મૃતદેહનું માસ ચોરી કરનાર શખ્સોની વન વિભાગે અટકાયત કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.