ETV Bharat / state

Moraribapu Ramakatha: મોરારીબાપુએ સંક્રમણને અંકુશમાં લેવા માટે શરૂ કરી પહેલ...

author img

By

Published : Jan 6, 2022, 12:59 PM IST

Moraribapu's initiative: મોરારીબાપુએ મહામારીને કાબુમાં લાવવા એક પહેલ કરી
Moraribapu's initiative: મોરારીબાપુએ મહામારીને કાબુમાં લાવવા એક પહેલ કરી

જયપુરમાં મોરારી બાપુની રામકથા ચાલી રહી છે જેમાં 200 શ્રોતાઓ માટેની મંજુરી (Approval for 200 listeners In Ramkatha) મળેલ છે, પરંતુ દેશમાં કોરોનાની (Corona epidemic) ત્રીજી લહેરનો (third wave of corona) રાફળો ફાટ્યો છે, ત્યારે આ સંદર્ભે મોરારીબાપુએ શ્રોતાઓની સંખ્યામાં કાપ મૂકવાની પહેલ (Moraribapu started initiative) કરી છે. જેથી ભીડ એકત્રિત ન થાય.

ભાવનગર: જયપુર ખાતે મોરારીબાપુની રામકથા ચાલી રહી છે, જેમાં 200 શ્રોતાઓ માટેની તંત્ર દ્વારા પરવાનગી (Approval for 200 listeners In Ramkatha) આપવામાં આવી છે, પરંતું જે પ્રકારે કોરોનાના કેસોનો અને ત્રીજી લહેર (third wave of corona) ઓમીક્રોનના કેસોનો (Omicron case In Gujarat) રાફળો ફાટ્યો છે. જેને પગલે મોરારીબાપુએ એક પહેલ (Moraribapu started initiative) કરી છે.

Moraribapu's initiative: મોરારીબાપુએ મહામારીને કાબુમાં લાવવા એક પહેલ કરી

રામકથામાં 200 શ્રોતાઓની મંજૂરી મળી

દેશમાં મહામારી કેરોનાના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આ સાથે એવું લાગી રહ્યું છે કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઇ ગયું છે. હાલ જયપુર ખાતે મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. બાપુએ આ કથા દરમિયાન રાજસ્થાન સરકારના મુખ્ય સચિવ, મુખ્યપ્રધાનના અંગત સચિવ સહિત ઉચ્ચતબીબો સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત રામકથામાં 200 શ્રોતાઓની મંજૂરી મળેલી છે, તેમ છતાં કોરોના ની મહામારી ફેલાતી અટકે એ દિશામાં પહેલ કરવા માટે થઈ શ્રોતાઓની સંખ્યામાં કાપ મૂકવાનું નક્કી કરેલું છે.

બાપુએ શરૂ કરી પહેલ

આ અંતર્ગત બાપુએ કહ્યું હતું કે, "કોઈ પહેલ કરે ન કરે હું અને મારા શ્રોતાઓ , મારી કથા વાટિકાના ફ્લાવર્સ, અમે આ દિશામાં એક દાખલો બેસે તેવો નિર્ણય સાથે આગામી દિવસોમાં ધીમે ધીમે શ્રોતાઓની સંખ્યા ઓછી કરતા જાશું". આ નિર્ણયના અમલ મુજબ અનેક શ્રોતાઓ આવતીકાલે કથા સ્થળ પરથી પરત ઘરે જવા રવાના થઇ જશે. આ ઉપરાંત બાપુ કહે છે કે, સામાજિક અંતર જાળવું, ભીડ એકદમ ઓછી કરવી, માસ્ક અને સેનેટાઈઝર વગેરેનો ઉપયોગ કરવો એ કોરોનાને ફેલાતો અટકાવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે.

કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાશે

પૂજ્ય બાપુએ આ દિશામાં પહેલ કરી અને 200 શ્રોતાઓની મંજૂરી આપવામાં આવી હોવા છતાં શ્રોતાઓની સંખ્યા ઘટાડી આપણા સૌ માટે એક ઉત્તમ માર્ગદર્શન કર્યું છે. આ ઉપરાંત . બાપુએ જણાવ્યું કે, તેમની આગામી કથાઓમાં પણ જરૂર જણાયે શ્રોતાઓની સંખ્યા એકદમ ઓછી રાખી શકાય તે તરફ આગળ વધાશે તેમજ સરકારના આરોગ્ય વિભાગ અને કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી આ રોગને ફેલાતો રોકવા માટે પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો:

Assistance By Moraribapu : વૈષ્ણોદેવી સહિતની દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુ દ્વારા સહાય

આજથી પૂ.મોરારીબાપુની ઓનલાઈન રામકથાનો પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.