ETV Bharat / state

મહુવામાં નિરમા આંદોલનના 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા

author img

By

Published : Feb 7, 2021, 2:27 PM IST

નિરમા આંદોલનમાં 12 આરોપીએને નિર્દાષ જાહેર કરાયા
નિરમા આંદોલનમાં 12 આરોપીએને નિર્દાષ જાહેર કરાયા

મહુવાના પૂર્વ ધારાસભ્ય અને નિરમા આંદોલનના કવિનર કનું કલસરિયા સહિત 12 લોકોએ નિરમા વિરુદ્ધ આંદોલન કર્યું હતું. આંદાલન કરતા 2010માં રાયોટીંગ સહિતના અનેક કલમ હેઠળ મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગેની કાર્યવાહી મહુવા કોર્ટમાં ચાલી રહી હતી. કનું કલસરિયા સહિત 12 લોકોને મહુવા કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં છે.

  • નિરમા ગ્રુપ દ્વારા સિમેન્ટ પ્લાન્ટનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું
  • ગામલોકોની તે સમયના ધારાસભ્યને પ્લાન્ટ શરુ ન થવા દેવા માટે રજૂઆત
  • નિરમાં હટાવો આંદોલનના 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા

મહુવા : મહુવા નજીક માઢિયા ગામે નિરમા ગ્રુપ દ્વારા સિમેન્ટ પ્લાન્ટનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટને મંજૂરી હાલના વડાપ્રધાન અને તે સમયના ચીફ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ આપી હતી. પ્લાન્ટને મંજૂરી આપતા પુરજોશમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું.

સિમેન્ટના પ્લાન્ટથી ખેતીને નુકસાન થઇ શકે

પ્લાન્ટનું કાર્ય શરુ થતાં દ આજુબાજુના ગામલોકોએ તે સમયના મહુવાના ભાજપના ધારાસભ્ય કનુ કલસરિયાને પ્લાન્ટ ન થવા દેવા માટે રજુઆત કરી હતી. તેમને કહ્યું હતુ કે, આ પ્લાન્ટથી ખેતી તથા પાણીને અસર થશે અને લોકોના જીવન પર પણ અસર થશે. ત્યારબાદ કનુ કલસિયાએ સરકારમાં આ પ્લાન્ટ ન થાય તે માટે રજૂઆત કરી હતી. પરંતુ તેમની રજૂઆત કોઇએ સાંભળી નહિ.

નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને હકીકત વર્ણાવી.


સરકારમાં અલગ-અલગ જગ્યાએ રજૂઆત કર્યા બાદ તેનો ઉકેલ આવ્યો નહિ. કનુભાઈ કલસરિયાએ તે વખતના મુખ્યપ્રધાન નરેંદ્ર મોદીની મુલાકાત લઈને તેમને સંપૂર્ણ હકીકત વર્ણાવી હતી, છતાં તેમના તરફથી પણ કોઇ સંતોષકારક જવાબ ન આવ્યો. છેવટે સરકાર સામે થઈને કનુભાઈએ 2008માં નિરમા વિરુદ્બ આંદોલનનું રણશીંગુ ફુક્યું હતું.


2010માં પદયાત્રા કરી હતી


નિરમા આંદોલનને 2 વર્ષ થયા પરંતુ સરકાર જવાબ આપતી ન હતી. 2010માં પદયાત્રા કરી હતી અને તેની મંજૂરી સરકાર તરફથી મળી ન હતી. ગેરકાયદેસર રીતે લોકોના ટોળા અને પદયાત્રાની અનેક કલમો જેવી કે, IPC 332, 143, 147, 148, 326, 325, 337, 323, 88, 151, 152, 153, bpect 135 હેઠળ ગુનો દાખલ કરીને ભાજપના ધારાસભ્ય વિરુદ્બ ભાજપ સરકારે ગુનો દાખલ કર્યો હતો.

12 આરોપીને નિર્દોષ જાહેર કર્યા


જેમાં કનુ કલસરિયા, હમીર રૂડા શિયાળ, મનુ જાદવ કલસરિયા, જીતુ દેવશી કલસરિયા, ભરતસિંહ વાળા (તરેડી), અનિરુદ્ધ સિંહ જાડેજા (રાજકોટ), બાબુભાઇ શિયાળ, સુખભાઈ ભાલીયા, ગોવિંદભાઇ શંભુ શિયાળ, સોમત દેવશી જોલિયા , વિરમદેવ હનુભા ચુડાસમા, કડવીબેન દમજીભાઈ ભાલીયા, સંતોકબેન હમીરભાઈ વી સામે ગુનો દાખલ કર્યો હતો. જે કેસ મહુવાની સાતમા એડિશનલ સેસન જજ પરીખ મેડમની કોર્ટમાં જતાં તેમને 12 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.