ETV Bharat / state

Holi 2023 : ભાવનગરમાં ધૂળેટીમાં સવારમાં રંગોની જમાવટ તો સાંજે મોજ

author img

By

Published : Mar 8, 2023, 10:36 PM IST

ભાવનગર શહેરમાં ઉગતા સૂર્ય સાથે ધૂળેટીની શાનદાર શરૂઆત ગલીઓમાં બાળકો દ્વારા થઈ હતી. ફુગ્ગાઓ ભરીને કલરો તૈયાયર રાખીને વહેલી સવારે રંગવા પોતાના મિત્રને પહોંચ્યા હતા. પોલીસ તંત્રના પરિવારે સુર તાલ સાથે ઉજવણી કરી હતી. સાંજે લોકો ફરવા નીકળી પડ્યા હતા. જુઓ દ્રશ્યો

નાના બાળકો મહિલાઓ, મોટાઓ વગેરે રંગબેરંગી કલર લઈને મેદાનમાં
નાના બાળકો મહિલાઓ, મોટાઓ વગેરે રંગબેરંગી કલર લઈને મેદાનમાં

ભાવનગર શહેરમાં ઉગતા સૂર્ય સાથે ધૂળેટીની શાનદાર શરૂઆત

ભાવનગર: શહેરમાં ધુળેટી પર્વ નિમિત્તે વહેલી સવારથી નાના બાળકો મહિલાઓ, મોટાઓ વગેરે રંગબેરંગી કલર લઈને મેદાનમાં ઉતરી ગયા હતા. પોતાના મિત્ર સગા સ્નેહીઓને રંગવા આતુર ભાવનગરવાસીઓ જોવા મળતા હતા. વડીલોએ સવારમાં મંદિરે દર્શન કર્યા તો ઘાસચારો નાખવા પણ કોશિશ કરી હતી. ધુળેટી પૂર્વનો દિવસ વહેલી સવારથી જ રંગબેરંગી રહ્યો હતો.

પોલીસ પરિવારની ધુળેટી:
પોલીસ પરિવારની ધુળેટી:

નાના બાળકો રંગોના સથવારે: ભાવનગર શહેરમાં વહેલી સવારથી ધુળેટી પર્વ હોવાથી નાના બાળકો ઉત્સાહિત જોવા મળતા હતા. હાથમાં પિચકારી અને રંગબેરંગ કલરની મુઠીઓ ભરેલા હાથ સાથે પોતાના મિત્રને રંગતા નજરે પડતા હતા. એકબીજાનું મુખ બગાડવા અને શરીરે રંગ નાખવાનો ઉત્સાહ પણ લોકોમાં જોવા મળ્યો હતો. ભાવનગરમાં પોલીસ તંત્રએ પણ ધુળેટી પર્વને ઉજવણી કરી હતી. એકબીજા ઉપર લાલ, પીળો, ગુલાબી, વાદળી જેવા રંગો ફેંકીને રંગના દિવસને ઉજવ્યો હતો. એકબીજા પોતાના પર સગા પર પાણી કલર વગેરે પણ નાખવાનું ચુક્યા નોહતા. કલર સાથે પાણીની પણ હોળી જોવા મળી હતી.

નાના બાળકો મહિલાઓ, મોટાઓ વગેરે રંગબેરંગી કલર લઈને મેદાનમાં
નાના બાળકો મહિલાઓ, મોટાઓ વગેરે રંગબેરંગી કલર લઈને મેદાનમાં

આ પણ વાંચો: Fuldol Festival In Dwarka: દ્વારકાધીશ જગતમંદિરમાં ધામધૂમથી ફૂલડોલ ઉત્સવ ઉજવાયો

દાન પુણ્ય કરવા માંગતા લોકો નિરાશ: ધુળેટી પર્વ નિમિત્તે વહેલી સવારમાં મંદિરે પણ લોકો દર્શને પહોંચ્યા હતા. જ્યારે ઘાસચારો નાખીને દાનને પૂર્ણ કરવા માંગતા લોકોને નિરાશ થવું પડ્યું હતું. શહેરમાં રજકાવાળાઓના પુળા જપ્ત કરતી મહાનગરપાલિકાને કારણે રસ્તાઓ પર ઘાસચારો વહેચવા બેઠેલા લોકો જોવા મળ્યા નહોતા. આથી લોકોએ અન્ય વિકલ્પ શોધીને દાન પુણ્ય કર્યું હતું.

પોલીસ પરિવારની ધુળેટી: ભાવનગર શહેરના ઘોઘા સર્કલ,રૂપાણી સર્કલ, શિવાજી સર્કલ વગેરે જેવા સર્કલમાં યુવાનોના હૈયાઓ રંગવા અને રંગાવા આતુર હતા.એકબીજા પર ગુલાલ ઉડાડતા લોકોએ ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ જવાનોએ અને તેમના પરીવારોએ એકબીજાને રંગીને ઉત્સાહ દર્શાવી ઉજવણી કરી હતી. ડીએસપી ઓફિસમાં પોલીસ પરિવારની બહેનોએ ગરબા પણ લીધા હતા.

ભાવનગરમાં ધૂળેટીમાં સવારમાં રંગોની જમાવટ તો સાંજે મોજ
ભાવનગરમાં ધૂળેટીમાં સવારમાં રંગોની જમાવટ તો સાંજે મોજ

આ પણ વાંચો: Holi 2023 : સુરત પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા

ધૂળેટીમાં સવારમાં રંગો સાંજે મોજ: ભાવનગરવાસીઓ સવારમાં ધુળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યા બાદ લોકો દરિયા કાંઠે,ડુંગરોમાં વગેરે સ્થળો પર બપોર બાદ હરવા ફરવા નીકળી ગયા હતા. દરિયામાં બાળકો સાથે ડૂબકી લગાવતા માતાપિતાઓ ધૂળેટીની ઢળતી સંધ્યાએ મોજ મસ્તીની પણ ઉજવણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.