ETV Bharat / state

27 વર્ષમાં કામ કર્યું હોય તો લોકો પાસે મતની ભીખ માંગવા જવું ન પડે: શંકરસિંહ વાઘેલા

author img

By

Published : Nov 29, 2022, 5:44 PM IST

27 વર્ષમાં કામ કર્યું હોય તો લોકો પાસે મતની ભીખ માંગવા જવું ન પડે: શંકરસિંહ વાઘેલા
27 વર્ષમાં કામ કર્યું હોય તો લોકો પાસે મતની ભીખ માંગવા જવું ન પડે: શંકરસિંહ વાઘેલા

ભાવનગર કોંગ્રેસ ઉમેદવાર (Bhavnagar Congress candidate) માટે શંકરસિંહ વાઘેલા આવી પોહચ્યા હતા. 28 તારીખે રાત્રે કોંગ્રેસ કાર્યકરો સાથે બેઠક કરી અને ભાજપ પર આકરા પ્રહાર (Gujarat Assembly Election 2022) કર્યા હતા. શંકરસિંહે ભાજપના વડાપ્રધાનના બધા મુદ્દાઓને આવરીને ભાજપ સામે પ્રહાર કર્યા હતા.

ભાવનગર શહેરમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022) ટાણે જામેલા રસાકસી ભરેલા માહોલમાં એક પણ પક્ષમાં નહિ રહેનાર શંકરસિંહ બાપુએ ભાજપ વિરોધી પ્રહારો શરૂ કર્યો છે. ભાવનગર પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર (Congress candidate from Bhavnagar West) માટે શંકરસિંહ બાપુ આવ્યા અને કોરોનામાં થાળી વગાડવાવ પર શુ કહ્યું તો ભાજપના પ્રચારને શુ જણાવ્યું જાણો.

ભાવનગરમાં ચૂંટણી ટાણે જામેલા રસાકસી ભરેલા માહોલમાં એક પણ પક્ષમાં નહિ રહેનાર શંકરસિંહ બાપુએ ભાજપ વિરોધી પ્રકાહાર શરૂ કર્યો છે

શંકરસિંહ વાઘેલાની બિનરાજકીય રીતે એન્ટ્રી અને ભાજપ વિરુદ્ધ પ્રચાર ભાવનગર આંગણે બિનરાજકીય રીતે આવેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ ભાવનગર પશ્ચિમના 105ના કોંગ્રેસના ઉમેદવાર (Bhavnagar Congress candidate) કે કે ગોહિલના સમર્થનમાં કાર્યકરોને સંબોધ્યા હતા. કાર્યકરોને ભાજપના પ્રચાર વિશે જણાવ્યું અને બાદમાં ભાજપમાં (BJP Campaign 2022) હાલમાં ઘણા આગેવાન કાર્યકરોમાં રોષ છે તેવા લોકોને સમજાવો અને તમારા તરફ લાવવા શિખામણ આપી હતી. બાપુએ સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપને હરાવવા તેઓ પ્રચાર કરશે. આમ આદમી પાર્ટી કિરણ બેદી, અન્ના હજારે, કેજરીવાલ, વિ કે સિંહ જેવા એન્ટી કોંગ્રેસીઓએ શીલા દીક્ષિતની સરકાર કાઢવા ષડયંત્ર રચ્યું હતું. અમે એને ગણતા નથી.

કોટ 27 વર્ષથી ગાંધીનગરમાં બેઠા છો શા માટે? ઘરે ઘરે મતની ભીખ માંગવા નીકળો છો. તમે કામ કર્યા હોય તો સામેથી આવીને તમને મત આપે. ગામડાઓમાં સરપંચ સારો હોઈ તો ગામ લોકો ઘરે જઈ તેમને ઉભા રહેવા જાણ કરે. 27 વર્ષમાં કામ કર્યું હોય તો સામેથી લોકો આવે હવે ભરોસો નથી. એક વખત આ તો 50 વખત જુઠ્ઠું બોલે તો ભરોસો નથી નથીને નથી. નોકરી રોજગારી દવાખાનું વગેરેની સેવા મળી. શુ ભાજપ વાળા બચી ગયા તેમને ખાટલા દવા મળી એવું ના હોઈ. ડેડ બોડી બાળવા લાઈનમાં ઉભા રહેવું પડે એ વિકાસ છે. લોકોને બેવકૂફ બનાવ્યા થાળી વગાડો,તાળી વગાડો વિક માઈન્ડના લોકો આવું માને. હવે લીપાપોપી કરે છે. બીજો કોઈ મુદ્દો નથી હિન્દૂ મુસલમાન, રામ મંદિર. રામ કૃષ્ણ બધાના સંસ્કારો આપણા લોહીમાં હોય.

કોરોનામાં થાળી વગાડવાની વિચારધારા વાળાને વિક માઈન્ડ કહ્યા ભાવનગર શહેરના પશ્ચિમના ઉમેદવાર કે કે ગોહિલના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા આવી પોહચ્યા હતા. કાર્યકરો સાથે શંકરસિંહે વાર્તાલાપ કર્યા હતા. શંકરસિંહે કોરોનાકાળમાં થાળી વગાડવાના વિચાર કરનારાઓને WEEK MIND વાળા જણાવ્યા હતા. રામ મંદિર મુદ્દે પણ મોદી પર આકરા પ્રહાર કરતા શંકારસિંહેએ જણાવ્યું હતું કે રામના નામે ખાતમુહૂર્ત કરવામાં આવે અને ફોટા એમના રાખવામાં આવે છે. જુઠ્ઠાણું ફેલાવે છે એકદમ અને ખોટા લોકો છે. હું ભાજપ વિરોધી પ્રચાર કરીશ. ભાજપમાં મારાથી દુઃખી થઈને નિકળનાર બીજો કોઈ મોટો દુઃખી નહિ હોય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.