ETV Bharat / assembly-elections

પ્રથમ ચરણનો પ્રચાર પ્રસાર થયો શાંત, 1 ડિસેમ્બરના ઉમેદવારોનું ભાવી થશે EVMમાં કેદ

author img

By

Published : Nov 29, 2022, 1:36 PM IST

Updated : Nov 29, 2022, 7:58 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણનું મતદાન
gujarat-assembly-election-2022-first-phase-polling-stations-first-phase-total-political-parties-gujarat-election-at-a-glance

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) માં બે ચરણમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે. 1 ડીસેમ્બરે પ્રથમ ચરણમાં (First Phase Polling ) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની મળી કુલ 89 બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ થઇ જશે. મંગળવારે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચાર પણ થંબી ગયા છે. ત્યારે આ મતદાનને લગતી વિવિધ મહત્ત્વની જાણકારી (Gujarat Election at a glance) પર રીપોર્ટ.

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) નું પ્રથમ ચરણનું મતદાન યોજાવાનું છે. 69 મહિલા ઉમેદવાર અને 719 પુરુષ ઉમેદવાર મળીને 788 ઉમેદવારોની (First Phase total candidates ) હારજીત આ મતદાન (First Phase Polling ) માં નક્કી થઇ જશે. ત્યારે આ મહત્ત્વની પ્રક્રિયા માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારમાં કેટલી બેઠકો પર કેટલા મતદારો મતદાન થશે, બેઠકોની કેટેગરી કઇ કઇ છે, કુલ મતદાન મથક, કુલ રાજકીય પક્ષો કેટલા છે વગેરે સહિતનું સમાવેશી ચિત્ર (Gujarat Election at a glance) જોઇએ.

કુલ 19 જિલ્લામાં મતદાન: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 19 જિલ્લાઓમાં 89 બેઠક ( First Phase total Seats ) પર મતદાન યોજાશે. આ 19 જિલ્લાઓમાં અમરેલી, ભરુચ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ,કચ્છ, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે.

19 જિલ્લાની ખાસ સીટો: 19 જિલ્લાની 89 બેઠકોમાં મતદાનમાં ( First Phase Polling )જે બેઠકો પર ખાસ નજર રહેશે તેવી બેઠકોમાં સૌરાષ્ટ્રની બેઠકોમાં જસદણમાં કુંવરજી બાવળિયા, મોરબીમાં કાંતિ અમૃતિયા, પોરબંદરમાં બાબુ બોખીરીયા, તાલાળામાં ભગવાન બારડ, ભાવનગર ગ્રામ્ય પરસોતમ સોલંકી, જામનગર ઉત્તર રીવાબા જાડેજા, વરાછામાં કિશોર કાનાણી, મજૂરામાં હર્ષ સંઘવી, રાજકોટ પૂર્વ ઉદય દાનગર, અબડાસામાં પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરી, રાજકોટ પશ્ચિમમાં ડોક્ટર દર્શિતા શાહ, ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી સહિતના ભાજપ ઉમેદવારોની બેઠક પર ખાસ નજર રહેશે. જ્યારે કોંગ્રેસ માટે અમરેલીમાં પરેશ ધાનાણી અને લાઠીથી વીરજી ઠુમર, તો આમ આદમી પાર્ટી માટે કતારગામથી ગોપાલ ઇટાલિયા, જામખંભાળિયાથી ઇશુદાન ગઢવી અને વરાછામાં અલ્પેશ કથિરીયા ખાસ ઉમેદવાર છે. સાથે કુતિયાણાથી કાંધલ જાડેજાની હારજીત પણ આ મતદાનમાં નક્કી થશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નું પ્રથમ ચરણનું મતદાન યોજાવાનું છે. 69 મહિલા ઉમેદવાર અને 719 પુરુષ ઉમેદવાર મળીને 788 ઉમેદવારોની ( First Phase total candidates ) હારજીત આ મતદાન ( First Phase Polling ) માં નક્કી થઇ જશે. ત્યારે આ મહત્ત્વની પ્રક્રિયા માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારમાં કેટલી બેઠકો પર કેટલા મતદારો મતદાન થશે, બેઠકોની કેટેગરી કઇ કઇ છે, કુલ મતદાન મથક, કુલ રાજકીય પક્ષો કેટલા છે વગેરે સહિતનું સમાવેશી ચિત્ર ( Gujarat Election at a glance ) જોઇએ.

કુલ મતદાર સંખ્યા: આમાં જોઇએ તો ( 35 Seats Of South Gujarat ) અને સૌરાષ્ટ્ર - કચ્છની કુલ 54 બેઠક પર કુલ મળીને 2,39,76,670 મતદાર ( First Phase total Voters ) નોંધાયા છે. જેમાં કુલ 1,24,33,362 પુરુષ મતદાર છે અને 1,15,42,811 મહિલા મતદાર ઉપરાંત અન્ય 497 મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે.

89 બેઠકની કેટેગરી: પહેલા ચરણમાં ( First Phase Polling ) જે 89 બેઠક પર મતદાન થશે તેમાં ( First Phase Seat category ) એસસી એસટી અને જનરલ કેટેગરીની બેઠકોની સંખ્યા જોઇએ. આમાં કુલ એસસીની 7 બેઠક છે, એસટીની 14 બેઠક છે અને જનરલ કેટેગરીની 68 બેઠક છે.

કુલ મતદાન મથક: તમામ 89 બેઠક પરના કુલ મતદાનમથકની સંખ્યા 25,371 છે. ઉલ્લેખનીય છે કે સુરતની ચૌર્યાશી બેઠક જે રાજ્યની સૌથી મોટી બેઠક છે તેના પર સૌથી વધુ 526 મતદાન મથક ઊભા કરાયાં છે. પ્રથમ ચરણના મતદાનમાં આ સૌથી વધુ મતદાન મથક ધરાવતી બેઠક છે.

સૌથી વધુ અને સૌથી ઓછા ઉમેદવાર: પહેલા ચરણમાં સૌથી વધુ ઉમેદવાર અને સૌથી ઓછા ઉમેદવારની સંખ્યા ધરાવતી બેઠક જોઇએ તો સૌથી ઓછા 3 ઉમેદવાર ધરાવતી બેઠકો 3 છે, જેમાં ગણદેવી, ઈડર અને સુરતની મહુવા બેઠક શામેલ છે. જ્યારે સૌથી વધુ 44 ઉમેદવાર ધરાવતી સુરતની લિંબાયત બેઠક છે. 89 બેઠકોમાં ઉમેદવારોની સરેરાશ જોઇએ તો બેઠકદીઠ 9 ઉમેદવાર છે.

પ્રથમ ચરણમાં કુલ રાજકીય પક્ષ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ 182 બેઠકો પર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. એ સિવાય પણ કેટલાક નાના પક્ષ છે જેમણે પસંદગીની બેઠકો પર ઉમેદવાર ( First Phase Total Political Parties ) ઊભાં રાખ્યાં છે. પહેલા ચરણની ( First Phase Polling ) 89 બેઠકોના સંદર્ભે જોઇએ તો ભાજપના 89, બીએસપીના 57, કોંગ્રેસ 89, આમ આદમી પાર્ટી 88- કંચન જરીવાલા ફોર્મ પરત ખેંચી લેતાં આ બેઠક પર આપ ઉમેદવાર નથી. સીપીઆઈ-એમના 5, સીપીઆઈ 2, બીટીપી 14, અપક્ષ 338, એઆઈએમઆઈએમ 6 અને અન્ય પક્ષોના કુલ 100 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે.

70,000 કર્મચારીઓનો સમાવેશ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની લગભગ 700 કંપનીઓ, જેમાં 70,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે તૈનાત કરવામાં આવશે. ટોચના સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. તેમણે માહિતી આપી હતી કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ), ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) અને અન્ય સીએપીએફની 150 થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

162 કંપનીઓ પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, CAPFની કુલ 162 કંપનીઓ પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે, જેમાં કુલ 16,200 કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે CAPF જવાનોને તૈનાત કરવાનો નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા લાવવામાં આવ્યો છે. અર્ધલશ્કરી દળોની આ તૈનાતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી મોટી તૈનાતી છે.

નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તૈનાત કરવામાં આવી છે અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આટલી મોટી સંખ્યામાં સુરક્ષા દળોની તૈનાતી રાજ્યમાં નિષ્પક્ષ અને ઘટનામુક્ત મતદાન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણી દરમિયાન, CAPFની માત્ર 320 થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી, જેમાં લગભગ 32,000 કર્મચારીઓ સામેલ હતા.

51,000 થી વધુ મતદાન મથકો બનાવાયા ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યની 182 બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીમાં 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 51,000 થી વધુ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં છે.

Last Updated :Nov 29, 2022, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.