ETV Bharat / state

Fire in Palitana Hill : કદંબગીરીમાં સિંહોના ઘરમાં આગ, વનવિભાગે જાનહાનિની ચકાસણી કરી ફાયરલાઈન બનાવવી શરુ કરી

author img

By

Published : Mar 3, 2023, 5:00 PM IST

ભાવનગર જિલ્લાનું પાલીતાણા જૈન તીર્થનગરી સાથે ગીરના સાવજોનું ઘર પણ કહેવામાં આવે છે. શેત્રુંજી કાંઠા વિસ્તારમાં અને કદંબગીરી પર્વતમાં રહેતા સિંહોના ઘરમાં આગ લાગી હતી. 2 તારીખે રાત્રે કદંબગીરી પર્વતમાં આગ બાદ સ્થાનિક તંત્ર અને વનવિભાગ એક્શનમાં આવ્યું અને શું લેવાયા પગલાં જાણો.

Fire in Palitana Hill : કદંબગીરીમાં સિંહોના ઘરમાં આગ, વનવિભાગે જાનહાનિની ચકાસણી કરી ફાયરલાઈન બનાવવી શરુ કરી
Fire in Palitana Hill : કદંબગીરીમાં સિંહોના ઘરમાં આગ, વનવિભાગે જાનહાનિની ચકાસણી કરી ફાયરલાઈન બનાવવી શરુ કરી

પાલીતાણા જૈન તીર્થનગરી સાથે ગીરના સાવજોનું ઘર પણ કહેવામાં આવે છે

પાલીતાણા : સિંહોના ઘરમાં આગે હાઉકલી કરી છે. ઉનાળાના પ્રારંભ થતા જંગલ વિસ્તારોમાં આગની ઘટનાઓ ઘટે છે. ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણામાં જ્યાં સિંહો અડીંગો જમાવી બેઠા હોય તેવા કદંબગીરી પર્વતમાં રાત્રીના સમયે આગ લાગી હતી. રેવન્યુ વિસ્તારમાં આગથી રિઝર્વ ફોરેસ્ટ સતર્ક બની ગયું છે અને ફાયર લાઇન બનાવવાનો પ્રારંભ કર્યો છે.

ગરમીની સિઝનને પગલે વનવિભાગે ફાયર લાઇન બનાવવી શરુ કરી છે
ગરમીની સિઝનને પગલે વનવિભાગે ફાયર લાઇન બનાવવી શરુ કરી છે

કદંબગીરી પર્વત પર ગત રાત્રે આગ બાદ તંત્ર દોડયું : ભાવનગર જિલ્લાના પાલીતાણાથી જેસર રોડ ઉપર આવેલા કદંબગીરીના ડુંગર ઉપર વિકરાળ આગ 2 તારીખની રાત્રીએ લાગી હતી. કદંબગીરીના ડુંગર ઉપર કમળા માતાજીનું મંદિર છે. ડુંગરના તળેટી વિસ્તાર સિંહ અને દીપડાઓનો વસવાટનો વિસ્તાર છે. તેવામાં લાગેલી ભયંકર આગને આખી રાત દરમિયાન કાબુમાં લેવા માટે પ્રાંત અધિકારી અને મામલતદાર ખડે પડે રહ્યા હતા.

આ પણ વાંચો fire in Palitana hill: પાલીતાણાના હસ્તગીરીના ડુંગર વિસ્તારમાં આગ લાગી, ભારે જહેમત બાદ કાબુ

આગ બૂઝાવવા માટે તાલુકાના ફાયર ફાયટરો દોડ્યા : ભાવનગર જિલ્લાનું કદમગીરી ડુંગર ઉપર બિરાજમાન કમળા માતાજી 56 શક્તિપીઠ પૈકીના એક માતાજી છે. ત્યારે તેના ડુંગરના તળેટી વિસ્તારમાં સિંહો અને દીપડાઓ વસવાટ કરે છે. ત્યારે 2 તારીખે મોડી રાત્રે 12.20 કલાકે લાગેલી આગમાં પાલીતાણા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયું હતું. આગ વિકરાળ હોવાથી સિહોર, તળાજા, ગારીયાધાર અને ભાવનગર ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા હતા. રાત્રી થી લઈને સવારે 8 કલાક સુધી ભયંકર આગને બૂઝાવવામાં આવી હતી.

ભાવનગર જિલ્લામાં કુલ 49 સિંહો વસવાટ કરે છે
ભાવનગર જિલ્લામાં કુલ 49 સિંહો વસવાટ કરે છે

આગ લાગી રેવન્યુ વિસ્તારમાં પણ રિઝર્વ ફોરેસ્ટે તપાસ કરી : પાલીતાણાના કદંબગીરી પર્વતમાં આગ લાગવાને કારણે ભાવનગરના DFO મૂંઝાવર સાહેબે જણાવ્યું હતું કે આગ લાગી છે તે વિસ્તાર રેવન્યુ વિસ્તાર છે. જો કે રિઝર્વ ફોરેસ્ટનો વિસ્તાર નથી. છતાં પણ આગ લાગવાને કારણે વન વિભાગ સતર્ક થઈ ગયું છે. પાલીતાણા વન વિભાગ અને સમગ્ર જિલ્લાનું વન વિભાગ હાલ રીઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં ફાયર લાઇન (Fire Line) બનાવી રહ્યું છે. ગરમી આવતાની સાથે જ ફાયર લાઇન બનાવવાની કામગીરી શરૂ થતી હોય છે. જેની કામગીરી પણ આરંભી દેવાય છે.

આ પણ વાંચો પાલીતાણા શેત્રુંજી પર્વતની સુરક્ષા માટે નવી પોલીસ ચોકીનું નિર્માણ

આગ લાગવાને પગલે કોઈ જાનહાનિ થઈ કે નહીં : કદંબગીરીના પર્વતમાં લાગેલી આગને પગલે DFO મૂંઝાવર દ્વારા જણાવ્યું હતું કે રિઝર્વ ફોરેસ્ટ વિભાગ દ્વારા રેવન્યુ વિભાગમાં લાગેલી આગને પગલે પણ સિહો કે અન્ય પ્રાણીને જાનહાનિ નથી થઈને તે માટે ચકાસણી કરવામાં આવી હતી. જો કે ત્યાં કોઈ પણ પ્રકારની જાનહાનિ પશુઓમાં સામે આવી નથી. કારણ કે શેત્રુંજી ડેમ કાંઠામાંથી સિંહો કદંબગીરી પર્વતમાં જઈને રહેતા હોય છે. કદમગીરી અને શેત્રુંજી ડેમ વચ્ચે સિંહ દીપડાની રોજબરોજની આવનજાવન હોય છે. જો કે હાલ કોઈ એવી અઘટિત ઘટના સામે આવી નથી. પરંતુ કદંબગીરી સાથે અન્ય આસપાસના રિઝર્વ વિસ્તારમાં પણ ફાયર લાઇન માટે તૈયારઓ આરંભવામાં આવી છે.

શું છે ગરમીમાં ફાયર લાઇન વનવિભાગની : ભાવનગર જિલ્લામાં કુલ 49 સિંહો વસવાટ કરે છે. ત્યારે પાલીતાણા શેત્રુંજી કાંઠા વિસ્તારમાં 6 થી 7 સિંહો વસવાટ કરે છે. કદંબગીરીમાં લાગેલી આગ બાદ વનવિભાગ સતર્ક થઈ ગયું છે. DFO મૂંઝાવર જણાવ્યું હતું કે ગરમીની સિઝન વનવિભાગ માટે ફાયર લાઇન બનાવવાની છે. રિઝર્વ વિસ્તારમાં 10 હજાર હેકટરે એક ફાયર લાઇન બનાવાય છે. ફાયર લાઇન એટલે જંગલને એક બીજાને સ્પર્શીને આવેલા વૃક્ષો વચ્ચે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. જેથી આગ લાગે તો ફાયર લાઈનના કારણે આગ આગળ પ્રસરે નહીં. હાલ જિલ્લામાં કામગીરી શરૂ કરી દેવાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.