ETV Bharat / state

મહુવા પંથકમાં વધુ 15 મરઘાના મોત, તંત્ર હરકતમાં

author img

By

Published : Feb 1, 2021, 7:29 AM IST

જિલ્લાના મહુવાના ગુંદરણામાં બર્ડ ફલૂના કેસ સામે આવ્યા બાદ મહુવાના કુંભણ ગામે 15 મરઘાના શંકાસ્પદ મોત નિપજ્યા છે. તાલુકાના કુંભણ ગામે 15 મરઘાના મોત નિપજ્યા છે, આ સમાચાર પ્રસરતા પશુપાલનની ટીમ સહિતના અધિકારીઓએ કુંભણ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Death of Hen
Death of Hen

  • મહુવા પંથકમાં વધુ 15 મરઘાના મોત
  • મરઘાના મોતને લઇને તંત્ર દોડતું થયું
  • મહુવા પંથકમાં 68 પોલ્ટ્રી ફાર્મ

ભાવનગરઃ જિલ્લાના મહુવાના ગુંદરણામાં બર્ડ ફલૂના કેસ સામે આવ્યા બાદ મહુવાના કુંભણ ગામે 15 મરઘાના શંકાસ્પદ મોત નિપજ્યા છે. તાલુકાના કુંભણ ગામે મજીદભાઈ કાળુભાઇ મોગલના 15 મરઘાના મોત નિપજ્યા છે આ સમાચાર પ્રસરતા પશુપાલનની ટીમ સહિતના અધિકારીઓએ કુંભણ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત બીજા મરઘાં અને આજુબાજુના પાલતુ મરઘાની પણ તપાસ શરૂ કરી સેમ્પલ સહિત રસીકરણની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ આવ્યા બાદ કારણ જાણી શકાશે

પશુપાલન ડૉ. બલદાણીયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આ અલગ પ્રકારનો જ રોગ છે. બર્ડ ફલૂ કહી શકાય નહીં પણ અમે સેમ્પલ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ નવા રોગમાં પણ સેમ્પલ લઇને રિપોર્ટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી વિશે જણાવી શકીશું.

રોજ બરોજ અસંખ્ય મરઘાં મરી રહ્યા છે

આ પહેલા મહુવાના કોટિયા, ગુંદરણા, વાઘનગર અને નેસડી જેવા ગામમાં 200 કરતા વધુ મરઘાના મોત થયા છે. ત્યારે મહુવાના આજુબાજુના વિસ્તારમાં આવેલા 68 જેટલા પોલ્ટ્રીફાર્મમાં 8 લાખ કરતા પણ વધુ મરઘાં અને અન્ય પશુઓ રહેલા છે. ઉપરાંત ચિકન મટન ખાવા વાળા વર્ગમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. ત્યારે હમણાં જ ગુંદરણા ગામમાં આવેલા બર્ડ ફલૂના કેસ ને લઈ ને તંત્ર દોડતું થયું છે અને કુંભણમાં 15 મરઘાં મરી જતા તંત્ર હરકતમાં આવ્યું છે.

સાવચેતીના પગલાં જરૂરી

પાલતુ મરઘા રોજબરોજ મોટી સંખ્યામાં મરી રહ્યા છે પણ તંત્રની બીકે આ પાલતુ મરઘાના માલિકો તંત્રને જાણ કરતાં નથી અને બારોબાર તેમને દાટી દેવામાં આવે છે. ત્યારે તંત્ર દ્વારા આવા લોકો સામે પણ કાર્યવાહી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.