ETV Bharat / state

Bhavnagar Cattle Issue: ઢોર ન ઘટતા તબેલાઓને નોટીસ, પાંચ દિવસની અવધી

author img

By

Published : Jan 27, 2023, 4:57 PM IST

ભાવનગરમાં ઢોર નહિ ઘટતા હવે ગેરકાયદેસર (Bhavnagar corporation notice) તબેલાઓને નોટીસ આપવામાં આવી છે. પાંચ દિવસનો ટાઈમ કમિશનરે આપ્યો છે. જગ્યાની ખાલી કરી દેવા આદેશ કરવામાં આવ્યો છે.

Notice: ભાવનગરમાં ઢોર નહિ ઘટતા હવે ગેરકાયદેસર તબેલાઓને નોટીસ, પાંચ દિવસનો ટાઈમ કમિશનરે આપ્યો
Notice: ભાવનગરમાં ઢોર નહિ ઘટતા હવે ગેરકાયદેસર તબેલાઓને નોટીસ, પાંચ દિવસનો ટાઈમ કમિશનરે આપ્યો

ભાવનગરમાં ઢોર નહિ ઘટતા હવે દેસગેરકાયર તબેલાઓને નોટીસ

ભાવનગર: મહાનગરપાલિકાએ ઢોર પકડવા છતાં રસ્તા પરથી ઢોર યથાવત રહેતા કમિશનરે મૂળ એવા તબેલાઓ સામે નોટીસો જીકી છે. ગેરકાયદેસર બાંધકામ કરીને તબેલા રાખનારાઓને સમય આપવામાં આવ્યો છે. જગ્યા ખાલી કરી ઢોર ડબ્બામાં ઢોર મૂકી આવવા આદેશ કર્યા છે. નહિતર સમય પૂર્ણ થતાં મનપા હાથ પર કામગીરી લેવાનું જણાવ્યું છે.

તબેલાઓને નોટીસ: ભાવનગર શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે મહાનગરપાલિકાના કમિશનર આકરા પાણીએ થયા છે. શહેરમાં રખડતા ઢોર કોઈના પણ હોય મહાનગરપાલિકાના ડબ્બે પુરી રહી છે. શહેરમાં છતાં ઢોર યથાવત રહેતા કમિશનરે હવે ઢોરના તબેલાઓને નોટીસો ફટકારી છે.

આ પણ વાંચો Welcome 2023: આ વર્ષે ગુજરાતને મળશે આ નવી 11 ભેટ

પકડવાની કામગીરી: ભાવનગર શહેરમાં ઢોર પકડવા સવારે મહાનગરપાલિકા મેદાનમાં ઉતરે છે પશુ નિયંત્રણ વિભાગ ઉભું કરવામાં આવ્યું છે. રોજના 50 થી 100 આંકડો ઢોર પકડવાના આવી રહ્યો છે. હાલમાં ગીતા ચોક,શિશુવિહાર જેવા વિસ્તારોમાં 169 ઢોર પકડવામાં આવ્યા છે. ઢોર પકડવા છતાં રસ્તા પર ઢોર દેખાતા અંતે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરે હવે ઢોરના તબેલા વાળાઓની સામે લાલ આંખ કરી છે અને નોટીસ ફટકારી છે.

આ પણ વાંચો ભાવનગરની બેઠકો પર 2017માં હારજીત, 7માંથી 1 બેઠક હતી કોંગ્રેસ પાસે

ડબ્બામાં ટ્રાન્સફર: ભાવનગરમાં ઢોર પકડવાની ઝુંબેશના ભાગરૂપે શહેરમાં જે તબેલાઓ આવેલા છે જે ગેરકાયદેસર છે અને બાંધકામ કર્યું છે તેને આપણે નોટીસો આપી છે અને બાદમાં તે બધા ઢોરને આપણા ડબ્બામાં ટ્રાન્સફર કરવાના છે.

કેટલા દિવસનો: ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન વી ઉપાધ્યાય શહેરમાં ધમધમતા ઢોરના તબેલાઓને લઈને એક્શનમાં આવ્યા છે. ગેરકાયદેસર 45 જેટલા તબેલાઓને નોટિસ પાઠવીને તબેલાના માલિકોને પોતાના તબેલાઓ ખસેડી લેવા જણાવ્યું છે. જો કે આપેલા પાંચ દિવસના નિશ્ચિત સમય પ્રમાણે તબેલાઓ દૂર કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા પોતાના સ્વખર્ચે ત્યાંથી હટાવશે તેમ નોટિસ મારફત જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.