Welcome 2023: આ વર્ષે ગુજરાતને મળશે આ નવી 11 ભેટ

author img

By

Published : Jan 1, 2023, 6:00 AM IST

Welcome 2023: આ વર્ષે ગુજરાતને મળશે આ નવી 11 ભેટ

આજે વર્ષ 2022નો છેલ્લો દિવસ છે. કાલથી નવું વર્ષ 2023નો પ્રારંભ થઈ જશે. ત્યારે ગુજરાત (Gujarat State to get Gift in New Year 2023) માટે આ નવું વર્ષ નવી આશા અને અપેક્ષા લઈને આવી રહ્યું છે. ગુજરાતને નવા વર્ષે શું ભેટ મળશે. કયા નવા પ્રોજેક્ટ કાર્યાવિન્ત થશે. નાગરિકોની સુવિધામાં શું વધારો થશે. ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ ગુજરાતને નવા વર્ષે (Upcoming Projects in Gujarat For New Year 2023) નવી ભેટ.

અમદાવાદ ગુજરાતના એવા 11 મોટા પ્રોજેક્ટની આજે (Gujarat State to get Gift in New Year 2023) વાત કરીશું કે, જે 2023ના નવા વર્ષમાં નાગરિકોને ભેટ મળવાની છે. સુખસુવિધામાં વધારો થશે. તેમ જ એક શહેરથી બીજા શહેરમાં સરળતાથી અને ઝડપી અવરજવર થઈ શકશે. આ મોટા પ્રોજેક્ટને કારણે નવી રોજગારીનું પણ મોટાપાયે સર્જન થશે. આવો જાણીએ 11 નવા પ્રોજેક્ટ કે જેની 2023ના નવા વર્ષમાં ગુજરાતને ભેટ મળશે.

અમદાવાદના સાબરમતીમાં બૂલેટ ટ્રેન સ્ટેશન થશે તૈયાર જાપાનના સહયોગથી દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ (ahmedabad to mumbai bullet train project) થશે. અમદાવાદના સાબરમતીમાં બુલેટ ટ્રેનનું અતિઆધુનિક અને લેટેસ્ટ ડિઝાઈન સાથેનું સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ફેબ્રુઆરી 2023 સુધીમાં તૈયાર થઈ જશે. આ સ્ટેશન ત્રણ માળ સુધી પાર્કિંગ (bullet train station in ahmedabad) અને બાકીના માળમા શોપિંગ મોલ, ઓફિસ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. અંતિમ માળ પર બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થશે. આ સ્ટેશનથી બીઆરટીએસ, મેટ્રો અને રેલવેનું જોડાણ કરવામાં આવશે. જેથી દેશનું પ્રથમ રેલવે સ્ટેશન હશે જે બુલેટ, મેટ્રો અને રેલવેથી જોડાયેલ હશે. આ સ્ટેશનને દાંડીકૂચ આધારિત તૈયાર કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનની છત પર ચરખો જોવા મળશે, તેમજ સોલર પેનલ લગાવેલી જોવા મળી આવશે. બુલેટ ટ્રેન 2024 પહેલા શરૂ કરી દેવામાં આવશે. હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

AMTS લાલ બસ સ્ટેશનનો હેરીટેજ લૂક અમદાવાદમાં જે કોઈ આવે તે લાલ બસમાં ન બેઠા હોય તેવું ન બને. લાલ બસ તરીકે ઓળખાતી એએમટીએસ બસ સ્ટેશન હવે નવો લૂક ધારણ કરવા જઈ રહ્યું છે. અમદાવાદમાં સૌથી જૂનું એટલે કે અંદાજિત 65 વર્ષ જૂનું લાલ દરવાજા એમટીએસ બસ સ્ટેન્ડને નવો લૂક આપવામાં આવી રહ્યો છે. આ બસસ્ટેન્ડને એક હેરિટેજ લૂક પ્રમાણે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર બસ સ્ટેન્ડ 1200 ચોરસ મીટરમાં અંદાજિત 6 કરોડથી (AMTS Bus Station Heritage Look) વધુ રકમથી તૈયાર કરવામાં આવશે. આ વર્ષની ખાસિયતની વાત કરવામાં આવે તો, આરસીસી રોડ, સીસીટીવી કેમેરા, બેઠક વ્યવસ્થા, બસ સ્ટેન્ડની દિવાલ પર અમદાવાદ શહેરના હેરિટેજ સ્થળોનું ચિત્ર દોરવામાં આવશે. તેમજ જોધપુરી પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. આ બસ સ્ટેન્ડનું લગભગ અંદાજિત 40 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જે 2023માં નાગરિકોને ભેટ મળશે.

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે (Delhi Mumbai Expressway) આગામી જાન્યુઆરી 2023માં કાર્યરત્ કરવાનું લક્ષ્ય હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Highway Authority of India) દ્વારા રાખવામાં આવ્યું છે. દિલ્હીથી મુંબઈની 24 કલાકની મુસાફરી માત્ર 13 કલાકમાં પૂરી કરાશે. વડોદરાના સીમાડે મહીસાગર અને નર્મદા નદી ઉપરથી પસાર થતો આ 6 લેન એક્સપ્રેસ વે વડોદરાથી મુંબઈનું અંતર માત્ર સાડા ચાર કલાકમાં કાપવા માટે સક્ષમ બનાવશે. જે ટ્રેનથી પણ ઝડપી હોવાનું મનાય રહ્યું છે. શહેર નજીક મહીસાગર નદી પાસે પેરેલલ પસાર થતો આ એક્સપ્રેસ વે આહલાદક નજારો આપે છે. ઉપરથી જોતાં મહીસાગર નદી અને આ માર્ગ જાણે કર સંપુટ બનાવતા હોય અથવા અંગ્રેજીના 2 એસ એકસાથે લખ્યા હોય તેમ જણાય છે. આ રોડની વિશેષતા એ છે જે વડોદરાથી મુંબઈ આરસીસી રોડ છે જ્યારે વડોદરાથી દિલ્હી રોડ ડામરનો રોડ છે. ગુજરાતને નવા વર્ષે એક્સપ્રેસ વેની નવી ભેટ મળશે.

વડોદરામાં બનશે વિમાન એ દિવસ દૂર નથી જ્યારે વડોદરાનો દુનિયામાં ડંકો વાગશે. આ વાત છે. એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની, જેનાં મેન્યુફેક્ચરિંગનું નવું એડ્રેસ હશે વડોદરા. દરેક ગુજરાતીને ગર્વ થાય એવી વાત એ છે કે, પહેલીવાર આ એરક્રાફ્ટનું યૂરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે. વડોદરામાં બનનારા આ એરક્રાફ્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયો હતો. જે આવનાર વર્ષમાં તાતા કંપની દ્વારા આ પ્રોજેકટ 22 હજાર કરોડથી પણ વધુનો પ્રોજેકટ છે. શરૂઆતમાં બનનાર વિમાનો ભારતીય વાયુસેનામાં ઉપયોગી બનશે. ત્યારબાદ વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવશે. જે આવનાર વર્ષમાં વડોદરા વિમાન નગરી તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ પામશે.

ગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર વડોદરામાં ગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ વડોદરામાં (Gujarat longest flyover bridge in Vadodara) બનીને તૈયાર થઈ ગયો છે. આ બ્રિજ શહેરમાં ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધી 3.5 કિલોમીટરનો ફ્લાયઑવર તૈયાર કરવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર રાજ્યનો સૌથી લાંબો બ્રિજ છે. વડોદરાનો આ પ્રથમ ફ્લાય ઓવર છે કે જ્યાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. 230 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજથી હજારોની સંખ્યામાં પૂર્વ પશ્ચિમ વિસ્તારના વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળશે, જે વડોદરા શહેરવાસીઓ માટે મોટી ભેટ કહી શકાય.

સુરતમાં શહીદ સ્મારકનું નિર્માણ દેશની સેના તેમજ શહીદ જવાનોના સન્માન તથા સૈન્ય બાબતે લોકોમાં વધુમાં વધુ જાણકારી થાય તેના માટે સુરતમાં શહીદ સ્મારકનું નિર્માણ (Construction of Martyr Memorial in Surat) કરવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. કુલ 83,560 ચો.મી. જગ્યામાં આ પ્રોજેક્ટ કુલ રૂ. 51.63 કરોડના ખર્ચે સાકાર થઈ રહ્યો છે. નવા વર્ષમાં શહેરીજનો માટે વધુ એક હરવાફરવા માટેનું સ્થળ તૈયાર થઈ જશે. શહીદ સ્મારકમાં ભારતીય સેનાનો પરિચય તેમજ ઈતિહાસ લખાવી અને સંગ્રહાલય બનાવી સેનાની સંપૂર્ણ માહિતી લોકોને પ્રદાન કરવામાં આવશે. જેમાં સેનાનો ઈતિહાસ, બટાલીયનની માહિતી, સેનાની ત્રણેય પાંખ વિશેની જાણકારી, હથિયાર, તોપો, બંદૂકો, ટેન્કો, બોમ્બ તથા કારતૂસો, લડાકુ વિમાનો, યુદ્ધ પોત, સબમરીન, રડાર, હેલિકોપ્ટર વગેરેની માહિતી હશે. જે શહીદ સ્મારક 2023માં ગીફટ મળે તેવી પુરી શકયતા છે.

સુરતમાં 40 વર્ષ સુધીની પાણીની સમસ્યાનો હલ સુરત શહેર માટે જીવાદોરી સમાન તાપી નદીની સફાઈ માટે 10 વર્ષથી ટલ્લે ચડેલો પ્રોજેકટ આખરે કેન્દ્ર સરકારમાં મંજૂર થઇ જતા સુરત માટે મોટું કામ થયુ છે. સુરતના લોકોની આગામી 40 વર્ષ સુધીની પાણીની સમસ્યાનો હલ કરવા માટે લાંબા સમયથી જેની વિચારણા ચાલતી હતી તે કન્વેશનલ બેરેજના ટેન્ડરને સ્થાયી સમિતિએ મંજૂર કરી દીધો છે. આ પ્રોજેકટને પુરો કરવા માટે 2022 સુધીનો લક્ષ્યાંક રખાયો હતો, પરંતુ મંજૂરી અને ફંડ ફાળવવાના વિલંબને કારણે શક્ય ન બની શક્યો. હવે ફંડ ફાળવણી થઈ છે, જેથી પ્રોજેક્ટ આગળ વધશે. જો બધું લક્ષ્યાંક પ્રમાણે પાર ઉતરે તો આગામી પાંચ વર્ષમાં જ તાપી નદી ચોખ્ખી થઇ જશે તેવી આશા ઉભી થઇ છે. રૂ. 976.25 કરોડના આ પ્રોજેકટ માટે પાંચ વર્ષનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

દ્વારકા સોમનાથ હાઇવે 2023માં મળશે ભાવનગર શહેરને દરિયાઈ પટ્ટી ઉપર એક પણ ફોરલેન ઉપલબ્ધ નહતો. હવે વર્ષ 2023માં છેલ્લા ઘણા સમયથી ચાલતું ભાવનગર દ્વારકા હાઇવે (Bhavnagar Dwarka Highway) પૂર્ણ થવાની અણી પર છે. કેન્દ્ર સરકાર દ્વારા ફોર ટ્રેક રોડ માટે આશરે 5,000 કરોડ રૂપિયા કરતાં વધુના ખર્ચથી બની ગયો છે. થોડા ઘણા કામને કારણે આ રોડ બાકી છે, જે 2023માં સંપૂર્ણરીતે પૂર્ણ થઈ જશે અને ભાવનગરને આ પ્રોજેક્ટનો સંપૂર્ણ લાભ મળશે.

નરસિંહ મહેતા સરોવરનું બ્યૂટિફિકેશન જૂનાગઢમાં આવેલું નરસિંહ મહેતા સરોવરના બ્યૂટિફિકેશન પ્રોજેક્ટને (Narsinh Mehta Lake Beautification Project) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાના પ્રોજેક્ટ તરીકે માનવામાં આવે છે. 2019માં વડાપ્રધાન મોદીએ નરસિંહ મહેતા સરોવરના બ્યૂટિફિકેશનના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. જુનાગઢ શહેરની મધ્યમાં આવેલું અને ઐતિહાસિક મહત્વ ધરાવતું નરસિંહ મહેતા સરોવર જુનાગઢવાસીઓ માટે પર્યટનનો એક આબેહૂબ સ્થળ બની શકે છે. સરોવરના બ્યૂટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, જે 2023 વર્ષમાં પૂર્ણ થવાની પૂરી શક્યતાઓ છે.

રાજકોટ એઇમ્સનું કામ થશે પૂર્ણ રાજકોટની ભાગોળે નિર્માણ પામી રહેલ એઇમ્સમાં હોસ્ટેલ (Rajkot AIIMS) શરૂ થઈ ગઈ છે. તેમજ આગામી વર્ષ 2023માં એઇમ્સ સંપૂર્ણપણે શરૂ કરવામાં આવશે. રાજકોટ-જામનગર હાઈવે પર પરાપીપળીયા નજીક 200 એકર વિશાળ જગ્યા પર અંદાજે રૂ.1195 કરોડના ખર્ચે એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે. એઇમ્સનું બાંધકામ હાલ 70 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. હાલ બિલ્ડીંગોમાં કલર અને પ્લાસ્ટર બાકી છે. જેનું કામ પૂરજોશમાં શરૂ છે, જો લક્ષ્યાંક પ્રમાણે કામ પુરુ થઈ જશે તો 2023ના અંત સુધીમાં રાજકોટમાં એઈમ્સ શરૂ થઈ જશે અને ગુજરાતને એક નવી ભેટ મળશે.

આ પણ વાંચો Year Ender 2022 દેવાયત ખવડે લગાડ્યો રંગીલા રાજકોટ પર દાગ, તો આ વર્ષે ભાજપ-કૉંગ્રેસમાં જોવા મળી ઉથલપાથલ

ભૂજને 22 સીએનજી સિટી બસની ભેટ કચ્છના ભૂજ શહેરમાં લાંબા સમયથી બંધ થઈ ગયેલી સિટીબસ સેવા જાન્યુઆરી 2023માં ફરી શરૂ થવા જઈ રહી છે. આવતા મહિનાથી ભૂજ શહેરમાં ફરી એકવાર સિટીબસો નગરજનોની સેવામાં કાર્યરત થઈ જશે. ભૂતકાળમાં ભૂજ શહેરમાં ચાલતી સિટીબસોને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. ભૂજના દૂરદૂરના વિસ્તારોમાં વસવાટ કરતા શહેરીજનો માટે સિટીબસની સેવા આશીર્વાદરૂપ બની હતી. રાજય સરકારે શહેરમાં સીએનજી સિટી બસો દોડાવવાના કામને મંજૂરી આપી છે અને 22 સીએનજી બસ વસાવવા માટે રૂ. 9.03 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.