ETV Bharat / state

Bhavnagar Corporation : 50 વર્ષ જૂનું સરિતા શોપિંગ સેન્ટર વિવાદમાં, 260 નીચે નોટિસ પાઠવવામાં આવશે

author img

By

Published : Feb 17, 2023, 12:29 PM IST

Updated : Feb 17, 2023, 2:21 PM IST

Bhavnagar Corporation : 50 વર્ષ જૂનું સરિતા શોપિંગ સેન્ટર વિવાદમાં, 260 નીચે નોટિસ પાઠવવામાં આવશે
Bhavnagar Corporation : 50 વર્ષ જૂનું સરિતા શોપિંગ સેન્ટર વિવાદમાં, 260 નીચે નોટિસ પાઠવવામાં આવશે

ભાવનગરમાં આવેલું ગેરકાયદેસર સરીતા શોપિંગ સેન્ટર વિવાદમાં રહ્યું છે પણ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં એક પણ શાસક આવ્યો નથી. નવા કમિશનરે હુંકાર તો ભરી છે, પરંતુ આ સરિતા શોપિંગ સેન્ટર ચર્ચામાં આવ્યા બાદ હટાવવામાં આવશે? આ સવાલ પ્રજામાં ઉઠ્યો છે.

ભાવનગરના 50 વર્ષ જૂનું સરીતા શોપિંગ સેન્ટર વિવાદમાં

ભાવનગર : શહેરનું સરિતા શોપિંગ સેન્ટર ફરી વિવાદમાં સપડાયું છે. ફ્લાયઓવરને સ્પર્શી જતું સરિતા શોપિંગ સેન્ટર નગરપાલિકાના સમયથી અડીખમ છે. રીનોવેશન થયેલુ સરિતા શોપિંગ સેન્ટર ગેરકાયદે હોવા છતાં પણ છેલ્લા 50 વર્ષ કરતા વધુ સમયથી એક પણ શાસકો તેને હટાવી શક્યા નથી. નવા આવેલા કમિશનર ગેરકાયદેસર બાંધકામ પગલે કડકાઈ વાપરી છે, ત્યારે વિપક્ષે માંગ કરી છે કે શોપિંગ સેન્ટર હટાવવા વાલા દવલાની નીતિ રાખ્યા વગર દૂર કરવામાં આવે. જોકે, ભાજપના શાસકો આ મામલે મૌન સેવી રહ્યા છે.

સરિતા શોપિંગ સેન્ટરથી હાલાકી
સરિતા શોપિંગ સેન્ટરથી હાલાકી

ક્યારે અસ્તિત્વમાં આવ્યું ગેરકાયદેસર શોપિંગ સેન્ટર : મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરમાં નગરપાલિકા અસ્તિત્વમાં હતી, ત્યારે સરિતા સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામ કરવા માટે નગરપાલિકામાં જે તે સમયે બિનખેતી કોમર્શિયલ કરીને ઠરાવ પાસ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં 31 જેટલી દુકાનોનું બાંધકામ કરી લેવામાં આવ્યું હતું. ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલી સરિતા સોસાયટીના કોમન પ્લોટમાં બનેલા સરિતા શોપિંગ સેન્ટર 50 વર્ષ બાદ બની રહેલા ફ્લાય ઓવરને સ્પર્શી રહ્યું છે. સરિતા શોપિંગ સેન્ટરના કારણે રસ્તાની પણ હાલાકી મોટા પાયે ઉભી થયેલી છે. જોકે, હવે ફરી વિવાદ આ ગેરકાયદેસર બાંધકામને લઈને ઉભો થવા પામ્યો છે.

સરિતા શોપિંગ સેન્ટરથી હાલાકી
સરિતા શોપિંગ સેન્ટરથી હાલાકી

સરિતા શોપિંગ સેન્ટરથી હાલાકી : સરિતા શોપિંગ સેન્ટરમાં જવા માટે દુકાનોને આડે ફ્લાય ઓવરના કામના કારણે લોખંડના પતરા નાખી દેવામાં આવેલા છે. જોકે, શોપિંગ સેન્ટરમાં જતા લોકોને ચાલવાનો રસ્તો સાંકડો છે. તો મુખ્ય રાજકોટ રોડ શોપિંગ સેન્ટરના કારણે સાપ સમાન બનાવી દેવામાં આવ્યો છે. સરિતા શોપિંગ સેન્ટર કોમન પ્લોટમાં હોય જે નિયમ મુજબ હાલની મહાનગરપાલિકાના નિયમ પ્રમાણે ગેરકાયદેસર છે. તાજેતરમાં થોડા મહિનાઓ પહેલા શોપિંગ સેન્ટરની લંબાઈ 22 ફૂટમાંથી 10 ફૂટ ઓછી કરીને તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારી જણાવ્યું હતું કે, સરિતા શોપિંગ સેન્ટર સરિતા સોસાયટીના કોમન પ્લોટમાં છે. જે ગેરકાયદેસર છે. બીજી વખત રીનોવેશન માટેની કોઈ પણ મંજૂરી લેવામાં આવેલી નથી. જોકે, કોમન પ્લોટમાં છે એટલે તે બાંધકામ ગેરકાયદેસર કહેવાય. આશરે અઢી વર્ષ પહેલા 260 નીચે નોટિસ પાઠવવામાં આવશે.

50 વર્ષ જૂનું સરિતા શોપિંગ સેન્ટર વિવાદમાં
50 વર્ષ જૂનું સરિતા શોપિંગ સેન્ટર વિવાદમાં

આ પણ વાંચો : Ahmedabad Corporation: ગેરકાયદેસર બાંધકામ પર AMCએ કરી આંખ લાલ, તૂટી જશે સિમેન્ટના માચડાઓ

કમિશનરનું ગેરકાયદેસર બાંધકામમાં વલણ : ભાવનગર મહાનગરપાલિકાના હાલના આવેલા કમિશનર એન.વી. ઉપાધ્યાય ગેરકાયદેસર બાંધકામને લઈને કડકાઈ વાપરી રહ્યા છે. ત્યારે કમિશનર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સરિતા શોપિંગ સેન્ટર તેમની જાણ મુજબ કોમન પ્લોટમાં આવેલું છે. તે ગેરકાયદેસર છે. જોકે, ફ્લાય ઓવરને લઈને રોડ વિભાગના ક્યાંય નડતરરૂપ આવતું હોય તેવું નથી. પરંતુ કોમન પ્લોટમાં હોવાને કારણે ગેરકાયદેસર છે જે નિયમ મુજબ તેની સામે પણ કાર્યવાહી તો કરવામાં આવશે જ. જોકે, મહાનગરપાલિકાએ ભાવનગર શહેરમાં છેલ્લા 8થી 10 મહિનામાં 260 નોટીસ નીચે 100 જેટલા આસામીઓને અંદાજે નોટીસો પાઠવવામાં આવશે. ત્યારે ભાવનગરમાં નોટીસ પાઠવ્યા બાદ જમીન ઉપર કામ કઈ રીતે થાય છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.

આ પણ વાંચો : Navsari News : કુદરતી કાંસ પુરાતા ગ્રામજનોનો વિરોધ, કાયદો હાથમાં લઈને માટી પુરાણની કામગીરી અટકાવવાની તૈયારી

વિપક્ષનો પ્રહાર શાસકો કમિશનર કાર્યવાહી પગલે મૌન : ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરીતા શોપિંગ સેન્ટર ગેરકાયદેસર છે તે સમગ્ર ભાવનગર જાણે છે. અમે રજૂઆત કરવાના છીએ. ભાવનગરમાં 260 નીચે નોટીસ આપવામાં આવે છે. ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં વાલા દવલાની નીતિ રાખવામાં આવી રહી છે. અમીરોના દબાણ હટાવવામાં પાછી પાની ન થાય ત્યારે ગરીબોના દબાણ હટાવી દેવામાં આવી રહ્યા છે. તેનું કમિશનર ધ્યાન રાખે તેવી અપેક્ષા છે. જેની અમે રજૂઆત કરવાના છીએ. શોપિંગ સેન્ટર ગેરકાયદેસર જ છે પ્રજા જાણે છે શાસકો જાણે છે. છતાં તેને છાવરી રહ્યા છે, પણ અડધું તોડ્યું અને અડધું બાકી રાખ્યું છે, ત્યારે અમે કમિશનર પાસે આશા રાખીએ છીએ કે તે આ દબાણ હટાવશે.

Last Updated :Feb 17, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.