ETV Bharat / state

Navsari News : કુદરતી કાંસ પુરાતા ગ્રામજનોનો વિરોધ, કાયદો હાથમાં લઈને માટી પુરાણની કામગીરી અટકાવવાની તૈયારી

author img

By

Published : Feb 14, 2023, 4:31 PM IST

નવસારીના વાઘરેચ ગામે 100 વર્ષ જૂની વરસાદી કાંસ બંધ થતા ગ્રામજનોએ રોષમાં જોવા મળ્યા છે. ગ્રામજનોએ માટી પુરાણની કામગીરી અટકાવી હતી. જો તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો ગાંધી ચિંધ્યા અથવા કાયદો હાથમાં લઈને માટી પુરાણની કામગીરી અટકાવવાની તૈયારી કરી છે.

Navsari News : કુદરતી કાંસ પુરાતા ગ્રામજનોનો વિરોધ, કાયદો હાથમાં લઈને માટી પુરાણની કામગીરી અટકાવવાની તૈયારી
Navsari News : કુદરતી કાંસ પુરાતા ગ્રામજનોનો વિરોધ, કાયદો હાથમાં લઈને માટી પુરાણની કામગીરી અટકાવવાની તૈયારી

કુદરતી કાંસ પુરાતા ગ્રામજનોનો વિરોધ, કાયદો હાથમાં લઈને માટી પુરાણની કામગીરી અટકાવવાની તૈયારી

નવસારી : ગણદેવીના વાઘરેચ ગામે ખાનગી જમીનમાં ગેરકાયદેસર રીતે શરૂ થયેલા માટી પુરાણના કારણે 100 વર્ષ જૂની વરસાદી કાંસ બંધ થતા ગ્રામજનોએ એકસંપ થઈ માટી પુરાણની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે, ભવિષ્યમાં વાઘરેચ ગામ મોટી રેલનો સામનો કરશે અને લોકોએ જાનમાલની નુકશાની વેઠવાનો વારો આવશે.

કુદરતી કાંસ પુરાતા ગ્રામજનોનો વિરોધ
કુદરતી કાંસ પુરાતા ગ્રામજનોનો વિરોધ

શું છે સમગ્ર માહોલ : અંબિકા નદીના કિનારે વસેલું વાઘરેચ ગામ ગણદેવી તાલુકાના કાંઠાના ગામોનું એક છે. બીલીમોરા શહેરને નજીક આવેલું વાઘરેચ ગામમાંથી જ બીલીમોરા વલસાડ કોસ્ટલ હાઇવે પસાર થાય છે. જેના કારણે અહીંથી સતત વાહનોની અવરજવર રહે છે. કોસ્ટલ હાઇવેને નજીક વાઘરેચના ખેડૂતોની જમીન આવી છે, જેની સાથે જ વરસાદી પાણીના નિકાલ માટેની કુદરતી કાંસ પણ વર્ષોથી કાર્યરત છે. હાલમાં વાઘરેચ ગામની બ્લોક સર્વે નં. 341 વાળી જમીન રણછોડ પટેલ નામના વ્યક્તિએ લઈને જમીનમાં કોસ્ટલ હાઇવેથી અંદાજે 10 ફૂટ નીચેથી માટી પુરાણ કરી જમીન હાઇવેને સમતળ કરાવવાની કામગીરી થઇ રહી છે.

ગ્રામજનોમાં રોષ : મળતી માહિતી મુજબ માટી પુરાણ માટે ગ્રામ પંચાયત કે તંત્રના કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી ન લેવાની વાત સામે આવી છે. ખેતીની જમીન બિન ખેતીની પણ કરવામાં નથી આવી રહી. તો બીજી તરફ માટી પુરાણને કારણે 100 વર્ષથી ચાલી આવતી કુદરતી કાંસમાં અવરોધ ઊભો થયો છે. જેથી બીલીમોરા શહેર તેમજ તેની આગળના ગામડાઓમાંથી આવતું વરસાદી પાણી ચોમાસામાં અવરોધાશે. જેને કારણે ગામની 200 વીઘા જમીન તેમજ અનેક ફળિયાના ઘરોમાં 15થી 20 ફૂટ પાણી ભરાવાની સંભાવના વધી શકે છે. જેથી ગ્રામજનોએ માટી પુરાણ અટકાવવાના પ્રયાસો કર્યા પણ ડેવલપર દ્વારા જો હુકમી થાય તે કરી લેવાની ધમકી આપતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે.

કાયદો હાથમાં લઈને માટી પુરાણની કામગીરી અટકાવવાની તૈયારી
કાયદો હાથમાં લઈને માટી પુરાણની કામગીરી અટકાવવાની તૈયારી

કાયદો હાથમાં લેવાની તૈયારીમાં : વાઘરેચ ગામે બ્લોક સરવે નં. 341 વાળી જમીનમાં ગેરકાયદેસર રીતે થઈ રહેલા માટી પુરાણ મુદ્દે ગ્રામસભામાં ઠરાવ કરી માટી પુરાણ અટકાવવા સરપંચને તમામ સત્તા આપવામાં આવી છે. જેની સાથે જ જિલ્લા કલેકટરને સ્થિતિ અંગેની માહિતી સાથે આવેદનપત્ર પણ આપવા આવ્યુ અને ત્યારબાદ મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં આક્રોશ વધી રહ્યો છે. ગ્રામજનો દ્વારા જો તંત્ર કે લોક પ્રતિનિધિઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે, તો વાઘરેચ ટાઇડલ ડેમની કામગીરી અટકાવવાની ચેતવણી સાથે જ ગાંધી ચિંધ્યા માર્ગે અથવા તો કાયદો હાથમાં લઈને પણ માટી પુરાણની કામગીરી અટકાવવાની તૈયારી કરી છે.

ચોમાસમાં ગામ બેટમાં ફેરવાશે : વાઘરેચ ગામે રાજ્ય સરકાર દ્વારા અંબિકા નદી પર કરોડોના ખર્ચે ટાઈડલ ડેમ બનાવવામાં આવી રહ્યો છે. એમાં પણ માટી પુરાણ સાથે પાળો બની રહ્યો છે, જેની સાથે વર્ષો જૂની કાંસ પણ ખાનગી માટી પુરાણને કારણે બંધ થતા ગામ ચોમાસમાં બેટમાં ફેરવાશેની ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે. ત્યારે જિલ્લા તંત્ર વાઘરેચ ગામને ડૂબતુ બચાવવા પ્રયાસ કરે એજ લોકહિતમાં છે.

ખાનગી જમીનમાં ગેરકાયદેસર રીતે શરૂ થયેલા માટી પુરાણનું કામ
ખાનગી જમીનમાં ગેરકાયદેસર રીતે શરૂ થયેલા માટી પુરાણનું કામ

આ પણ વાંચો : Surat Gas Refilling : માત્ર 80 રુપિયામાં ગેસ ભરાવવાનો ધંધો ફૂલ્યોફાલ્યો, વીડિયો વાયરલ થતાં તંત્ર દોડતું

ગ્રામજનોનું શું કહેવું : સ્થાનિક મુકેશભાઈ જણાવ્યું હતું કે, અમને આ જમીનમાં જે કંઈ પણ બનાવે તેની સામે વિરોધ નથી, પણ આજે કુદરતી કાંસ છે તે કુદરતી કાચને અવરોધાય તેવું પુરાણના કરવામાં આવે. કારણ કે જો કુદરતી કાચ પુરાઈ જશે, તો અમારા ગામમાં 10થી 15 ફૂટ પાણી આવશે. જે ખેડૂતો લોકોની જમીન અહીં આવેલી છે તે લોકોને પણ મોટી નુકસાનીની ભીતિ સર્જાશે. તો બીજી તરફ અમારી માંગ પૂરી કરવામાં ન આવે તો અમે ગાંધીજીએ માર્ગે જઈશું.

આ પણ વાંચો : Unauthorized Meat shop: નવસારીમાં મંજૂરી વગર ચાલતી ચીકન-મટનની દુકાનો સીલ, પાલિકાએ કરી લાલ આંખ

કામ અટકાવવાની ચીમકી : સરપંચ સોજીત પટેલ જણાવ્યું હતું કે, આ માટી પુરાણમાં સો વર્ષ જૂની કુદરતી કાસને અવરોધ ઊભો થયો છે. આકાશને અવરોધના કારણે વરસાદનું પાણી ખેતરો તેમજ ગામ ડૂબી જશે. રસ્તા પર પણ 10થી 15 ફૂટ પાણી ભરાઈ જવાની શક્યતા છે. જે ઘણું જોખમી છે તેથી અમે તંત્રને પણ રજૂઆત કરી છે, પરતું અમારી માંગણી ન સંતોષાય તો અમે કાયદો પણ હાથમાં લઈશું અને જે ટાઈટલ ડેમ બની રહ્યો છે તેનું કામ પણ અટકાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.