ETV Bharat / state

મહુવા યાર્ડમાં મેનેજમેન્ટ અને વેપારીઓ વચ્ચે ડુંગળી મુદ્દે વિવાદ થતાં હરાજીનું કામકાજ બંધ

author img

By

Published : Feb 10, 2021, 1:02 PM IST

ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગયાર્ડમાં ડુંગળીને લઈને હરાજી થઈ રહી હતી. પરંતુ ડુંગળી મુદ્દે મેનેજમેન્ટ અને વેપારીઓ વચ્ચે વિવાદ થતાં યાર્ડ બહાર વાહનોનાં થપ્પા લાગતા ખેડૂતો તેમજ આમ જનતા પરેશાન થઈ રહી છે.

મહુવા માર્કેટિંગયાર્ડમાં હરાજીનું કામકાજ ઠપ્પ
મહુવા માર્કેટિંગયાર્ડમાં હરાજીનું કામકાજ ઠપ્પ

  • મેનેજમેન્ટના આકરા વલણથી ખેડૂતો અને લોકો પરેશાન
  • યાર્ડ બહાર વાહનોના લાગ્યા થપ્પા
  • લોકોને ભોગવવી પડતી મુશ્કેલી

ભાવનગર: મહુવા માર્કેટિંગયાર્ડમાં હરાજી શરૂ થયા બાદ થોડી જ કલાકમાં હરાજીનું કામકાજ બંધ કરવામાં આવ્યું હતું. બંધ થવાનું કારણ એ હતું કે યાર્ડમાં 4 કમિશન એજન્ટોને એકસાથે ડુંગળી ખરીદવા બાબતે નોટિસ આપી હતી. આ કારણથી વેપારી એસોસિએશને હરાજી બંધ રાખી હતી.

નોટિસ મળતા જ હરાજીનું કામ થયું ઠપ્પ

વેપારી એસોસિએશનના પ્રમુખ મુન્નાભાઈએ જણાવ્યું કે, એક વકલની ડુંગળી કે જેની હરાજી થઈ ગઈ છે તેમાંથી બીજા વેપારીઓ અડધી લઈ શકે નહી. ખરીદી કરનાર વેપારીની જ ગણાય. આવા મનસ્વી નિર્ણયોને કારણે વિવાદ થયો અને એ વિવાદ ડામવા વેપારીઓએ હવે ભૂલ નહીં થાય તેવું કહેવા છતાં યાર્ડ મેનેજમેન્ટે 4 વેપારીઓને નોટિસ આપી, જેમાં- બોન ટ્રેડિંગ, કિસાન ટ્રેંડર્સ, પંજેતિની ટ્રેંડર્સ અને ઉકા હાદાને ચાર વેપારીઓનો સમાવેશ થાય છે.નોટિસમાં જણાવ્યું કે જે ડુંગળી ભાગમાં લીધી છે તેની પેનલ્ટી આપવામાં આવે અથવા યાર્ડની બહાર જઈ શકે.

ડુંગળી મુદ્દે વિવાદ થતાં સવારથી હરાજીનું કામકાજ બંધ
ડુંગળી મુદ્દે વિવાદ થતાં સવારથી હરાજીનું કામકાજ બંધ

ખેડૂતો અને લોકોને હાલાકી

મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામ બંધ થતાં યાર્ડમાં અને આજુબાજુ દેકારો મચી ગયો છે. જેમાં ડુંગળી લઇને આવેલા ખેડૂતો અને લોકો કે જે યાર્ડ પાસેથી પસાર થાય છે તેમણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણ કે હરાજી બંધ થતાં યાર્ડમાંથી ડુંગળી ખાલી થતી નથી અને અંદર આવતી ડુંગળી બંધ કરવામાં આવી છે. હાલ ડુંગળીની જબરી આવક થતા મહુવા અને યાર્ડના વિસ્તારમાં ડુંગળીના વાહનોની લાંબી કતારો થઈ ગઈ છે. અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.

મીડિયા સાથે વાત કરતાં ચેરમેને લીધો આનંદ

હરાજી બાબતે મીડિયા વાળા ચેરમેન પાસે જતા ચેરમેને મીડિયાને જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને 'મને હેરાન ન કરો. હું યોગ્ય સમયે જવાબ આપીશ' આમ ચેરમેને મીડિયાને પણ ઉડાવ જવાબ આપીને આનંદ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.