ETV Bharat / state

પાલીતાણામાં વહિવટી તંત્રએ લોકોને યાદ અપાવી કોરોના ગાઈડલાઈન

author img

By

Published : Nov 24, 2020, 5:38 PM IST

એક તરફ સરકાર રાજ્યમાં કોરોનાને નાથવા દિવસ રાત એક કરી રહી છે. વિવિધ પ્રકારના પગલાં લઈ રહી છે. જરૂર પડે તે શહેરમાં કરફ્યૂ લગાવી રહી છે તો બીજી તરફ ભાવનગરમાં કોરોનાના નિયમોનું પાલન કરાવવામાં તંત્રની બેવડી નીતિ જોવા મળી હતી. અહીં સરકાર દ્વારા બનાવવામાં આવેલી કોરોના ગાઈડલાઈનના નિયમોના લીરેલીરા ઊડતા જોવા મળ્યા હતા. શહેરમાં તંત્ર દ્વારા લોકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવ્યો હતો.

પાલીતાણામાં વહિવટી તંત્રે લોકોને યાદ અપાવી કોરોના ગાઈડલાઈન
પાલીતાણામાં વહિવટી તંત્રે લોકોને યાદ અપાવી કોરોના ગાઈડલાઈન

  • પાલીતાણામાં કોરોનાને નાથવા માસ્ક ડ્રાઈવ સહિતની કામગીરી કરાઈ
  • સરકારી કચેરીઓમાં લોકોને યાદ કરાવવામાં આવી કોરોના ગાઈડલાઈન
  • સરકારી કચેરીઓમાં સોશિયલ ડિસ્ટન્સના લોકોએ ઊડાવ્યા ધજાગરા

ભાવનગરઃ ભાવનગરના પાલીતાણામાં વહિવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માસ્ક ડ્રાઈવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી કચેરીઓમાં હાલ ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાં લોકો ખૂલ્લેઆમ કોરોનાના નિયમોનું ભંગ કરી રહ્યા છે. અહીં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. આમ, છતાં આ જગ્યા પર તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાના નિયમોનું પાલન ન કરતા લોકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે.

પાલીતાણામાં વહિવટી તંત્રે લોકોને યાદ અપાવી કોરોના ગાઈડલાઈન
પાલીતાણામાં વહિવટી તંત્રે લોકોને યાદ અપાવી કોરોના ગાઈડલાઈન

વહિવટી તંત્રની બેધારી નીતિ સામે લોકોમાં રોષ

વહિવટી તંત્રની આ બેધારી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારની ગાઈડલાઈનનું પાલન તમામ માટે સમાન છે ત્યારે વ્હાલાદવલાની નીતિ સામે પોલીસ અને તંત્ર બંને સમાનતા દાખવી કોરોના મહામારીને રોકવા કાર્યવાહી કરે તે જરૂરી છે.

પાલીતાણામાં વહિવટી તંત્રે લોકોને યાદ અપાવી કોરોના ગાઈડલાઈન
પાલીતાણામાં વહિવટી તંત્રે લોકોને યાદ અપાવી કોરોના ગાઈડલાઈન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.