ETV Bharat / state

ગોપાલ ઈટાલિયાની ધરપકડ કે પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર

author img

By

Published : Dec 20, 2022, 4:25 PM IST

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એવા ગોપાલ ઈટાલિયાની ભાવનગર પોલીસે ધરપકડ (Gopal Italia arrested by Bhavnagar police) કરી હોવાના અહેવાલ છે. ગોપાલ ઈટાલિયાએ ખુદ આ અંગે ટ્વીટ કરતા જણાવ્યું છે કે, ભાવનગર પોલીસે મારી આજે ધરપકડ કરી છે. (State President Gopal Italia arrested)

ગોપાલ ઈટાલિયાની ધરપકડ કે પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર
ગોપાલ ઈટાલિયાની ધરપકડ કે પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર

ભાવનગર : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ભાવનગર પોલીસે (Gopal Italia arrested by Bhavnagar police) ધરપકડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ખુદ આ અંગે ટ્વીટ કરતા જણાવ્યું છે કે, ભાવનગર પોલીસે મારી ધરપકડ કરી છે. ટ્વીટમાં વધુમાં જણાવ્યું છે કે મારી દાદીમાનું ગઈકાલે નિધન થયું છે અને પૂરો પરિવાર દુખી છે. પણ ભાજપે મને એરેસ્ટ કર્યો છે. લગભગ આ કામ માટે જ તેમને બહુમતી મળી છે. (State President Gopal Italia arrested)

ગોપાલ ઈટાલિયાએ કર્યું હતું ટ્વીટ
ગોપાલ ઈટાલિયાએ કર્યું હતું ટ્વીટ

આ પણ વાંચો દિલ્હી પોલીસે 3 કલાકની કસ્ટડી બાદ ગોપાલ ઈટાલિયાને છોડ્યો, કેજરીવાલે કહ્યું જનતાની જીત

ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર આક્ષેપ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ (Gopal Italia twitter) કરીને ભાજપ સરકાર પર આક્ષેપ લગાવ્યો છે કે ગુજરાતની જનતા દ્વારા ભ્રષ્ટ ભાજપને આપેલા પૂર્ણ બહુમતની નવી સરકારે કામ કરવાનું શરૂ કરી દીધું છે. ભાવનગરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં આજે જુના નોંધાયેલા ગુના સંદર્ભે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા હાજર થયા હતા. આહિર સમાજની લાગણી દુભાઈ હતી. આહીર સમાજના એક નાગરિકે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો ઇટાલિયાના કથા અને મંદિર અંગેના નિવેદન પર સંઘવીની પ્રતિક્રિયા, કહ્યું તેમની જ પાર્ટીએ હવે હાથ ઊંચા કરી દીધા

શા માટે ધરપકડ બતાવી? જોકે આ બાબતે ભાવનગરના DSP રવિન્દ્ર પટેલે ETV Bharat સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, તેઓ સામેથી હાજર થયા છે, જુનો ગુનો છે અને હાલમાં તેમને જામીન પણ આપી દેવામાં આવ્યા છે. (Gopal Italia accuses BJP) વધુમાં જાણવા મળ્યા મુજબ જાહેરસભામાં ગોપાલ ઈટાલિયાએ કૃષ્ણ ભગવાનને લઈને તેમણે નિવેદન કર્યું હતું. જેથી આહીર સમાજના લાગણી દુભાઈ તેવી ટિપ્પણીને લઈને નોંધાયેલા ગુનામાં ગોપાલ ઇટાલીયા ઉમરાળા પોલીસ સ્ટેશનમાં હાજર થઈને બાદમાં IPC 295ના કેસમાં ધરપકડ પછી જામીન પર છુટકારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.