ETV Bharat / state

Rath Yatra 2023: ભાવનગરમાં 38મી રથયાત્રાને લઈને તૈયારીનો દોર શરૂ, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ

author img

By

Published : May 28, 2023, 4:07 PM IST

Updated : May 28, 2023, 4:23 PM IST

ભાવનગરમાં 38મી રથયાત્રાને લઈને તૈયારીનો દોર શરૂ થઈ ગયો છે. જગન્નાથ રથયાત્રા સમિતિ તેમજ પોલીસ દ્વારા એક મહિના પહેલા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા આવી રહી હોવાનો ઈશારો ખુદ ભગવાન કૃષ્ણ કરે છે. શા માટે, વાંચો આ અહેવાલ

Rath Yatra 2023
Rath Yatra 2023

રથયાત્રા સમિતિ તેમજ પોલીસ દ્વારા એક મહિના પહેલા તૈયારીઓ શરૂ

ભાવનગર: શહેરમાં આગામી અષાઢી બીજના દિવસે ભાવનગરની 38મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. રથયાત્રાને પગલે રથયાત્રા સમિતિ અને પોલીસ તંત્ર દ્વારા એક માસ પહેલા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભાવનગર ત્યારે પ્રથમ પગથીયું રથયાત્રા પૂર્વે રથયાત્રા કાર્યાલયનું આવે છે. હાલમાં 22 તારીખના રોક સત્યનારાયણ રોડ ઉપર રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન જેઠ માસની શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવ્યું છે.

રથયાત્રા આવી રહી હોવાનો ઈશારો ખુદ ભગવાન કૃષ્ણ કરે છે
રથયાત્રા આવી રહી હોવાનો ઈશારો ખુદ ભગવાન કૃષ્ણ કરે છે

ભગવાન કૃષ્ણ રથયાત્રાની કરે છે જાહેરાત: ભાવનગરમાં રથયાત્રાની તૈયારીનો પ્રારંભ 25 મિટર ઊંચા ભગવાન કૃષ્ણના પોસ્ટરથી થાય છે. શહેરના ઘોઘાગેટ ચોકમાં પોસ્ટર લાગતાની સાથે શહેરવાસીઓને જાણ થઈ જાય છે કે રથયાત્રા આવી રહી છે. વર્ષોથી ઘોઘાગેટ ચોકમાં ભગવાન કૃષ્ણનું પોસ્ટર લાગે છે. ત્યાર બાદ શહેરમાં અનેક પોસ્ટરો જેવા કે હીવજી, મહાભારત, બજરંગદાસ બાપા, હનુમાનજી જેવા દેવોના પોસ્ટરો અલગ અલગ વિસ્તારમાં સર્કલોમાં લાગે છે. જો કે દરેક પોસ્ટર 17 કિલોમીટરની રથયાત્રાના રૂટ પર લગાવવામાં આવે છે.

રથયાત્રા આવી રહી હોવાનો ઈશારો ખુદ ભગવાન કૃષ્ણ કરે છે
રથયાત્રા આવી રહી હોવાનો ઈશારો ખુદ ભગવાન કૃષ્ણ કરે છે

કેવી ચાલી રહી છે તૈયારીઓ: રથયાત્રા માટે આશરે 4 થી 5 હજાર ધજાઓ તૈયાર થાય છે જે શહેરને કેસરિયો બનાવે છે. પ્રસાદી, 100 ટ્રક, 15 જેટલા ટ્રેકટર, 10 જેટલા છકરડા, અખાડા વગેરે માટે વ્યવસ્થાઓ આદરી દેવામાં આવે છે. ટ્રક લઈને જોડાવા માંગતા ભક્તોનું રજિસ્ટ્રેશન રથયાત્રા સમિતિ દ્વારા થાય છે. રથની મરામત સજાવટ શરૂ થઈ જાય છે. રથમાં કેમેરા લગાવવા સહિતની વ્યવસ્થાઓ શરૂ થાય છે.

" રથયાત્રાને પગલે શહેતમાં પ્રવેશદ્વારો પર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. 17 કિલોમીટરના માર્ગમાં આવતા બિલ્ડીંગોમાં ભાડુઆતોને લઈને જાણકારી મેળવવામાં આવી રહી છે. આમ તો નેત્રમ પ્રોજેક્ટના CCTV કેમેરા છે જેને લઈને 17 કિલોમીટર પર બાઝ નજર ગોઠવી દેવામાં આવી છે." - આર આર સિંઘલ, ડીવાયએસપી

સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ: ભાવનગરની 17 કિલોમીટરની રથયાત્રાનો પ્રારંભ સરદારનગર જગન્નાથજી મંદિરથી થાય છે. સવારમાં છેડા પોરા,ધર્મસભા અને બાદમાં લીલીઝંડી આપવામાં આવે છે. રથયાત્રા બપોર બાદ શહેરના મુખ્ય ભાગ જુના ભાવનગર અને શહેરની મુખ્ય માર્કેટ વોરા બજારમાં પોહચે છે જ્યાંથી સંવેદનશીલ વિસ્તારનો પ્રારંભ થાય છે. વોરા બજારથી ખારગેટ,ખારગેટથી કરચલિયા પરા અને ત્યાંથી બાર્ટન લાઇબ્રેરી થઈને હલુરિયા ચોક થઈને ક્રેસન્ટ પોહચે છે. આમ આ વિસ્તાર સંવેદનશીલ ગણવામાં આવે છે. પોલીસે આ સંવેદનશીલ વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું છે.

  1. Rath Yatra 2023: અમદાવાદમાં 146મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ ચાલુ, અખાત્રીજના દિવસે નવનિર્મિત રથની પૂજા
  2. Rath Yatra 2023: 145 વર્ષ પછી ભગવાન નવા રથ પર નીકળશે નગરચર્યાએ, પ્રભુની સવારી તૈયાર
  3. Rath Yatra 2023 : રથયાત્રામાં ક્રાઈમ બ્રાન્ચે ગુનેગારો પર નજર રાખવા બનાવી એપ્લિકેશન, કઈ રીતે થશે ભક્તોની સુરક્ષા
Last Updated :May 28, 2023, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.