ETV Bharat / state

આયુર્વેદિક દવાની આડમાં ગાંજાની હેરાફેરી, 5ની ધરપકડ

author img

By

Published : Jan 4, 2023, 5:57 PM IST

ભરૂચ SOG પોલીસે કરોડોનો ગાંજાનો જથ્થો (cannabis quantity seized in Bharuch) ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે 5 આરોપીઓની ધરપકડ કરી છે. આયુર્વેદિક દવાઓમાં મિક્સ કરીને ગાંજાની હેરાફેરી કરાતી હતી. ત્યારે શું સમગ્ર મામલો જૂઓ વિગતવાર. (Zadeshwar Chokdi cannabis quantity seized)

આયુર્વેદિક દવાની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, 5ની ધરપકડ
આયુર્વેદિક દવાની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, 5ની ધરપકડ

ભરૂચ SOG પોલીસે 1.57કરોડનો ગાંજાના જથ્થા સાથે 5 આરોપીઓની ધરપકડ કરી

ભરૂચ : SOG પોલીસે ફરી એકવાર નશીલા પદાર્થની હેરાફેરીનો (cannabis quantity seized in Bharuch) પર્દાફાશ કર્યો છે. ભરૂચમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપતા ચકચાર મચી ગઈ હતી. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ગાંજાના જથ્થા સાથે પાંચ આરોપીઓની પણ ધરપકડ કરી છે. આયુર્વેદિક દવાઓમાં મિક્સ કરીને ગાંજાની હેરાફેરી કરાતી હતી. ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રાજસ્થાનથી આવતી લક્ઝરી બસમાંથી કરોડોનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. (Bharuch Crime News)

આ પણ વાંચો જગતનો તાત ખેતીના બદલે નશીલા પદાર્થની ખેતીમાં લાગ્યો, પોલીસે પકડ્યો જથ્થો

નશીલા પદાર્થનો મોટો જથ્થો નવા વર્ષ 2023ના ત્રીજા દિવસે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે નેશનલ હાઇવે પરથી હેરાફેરી થતા નશીલા પદાર્થનો મોટા જથ્થાને ઝડપી લીધો છે. રાજસ્થાન તરફથી યુ.પી. પાસિંગની લકઝરી બસમાં મોટી માત્રામાં માદક પદાર્થ (cannabis smuggling in Bharuch) લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે SOG એ ઝાડેશ્વર ચોકડી પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ લકઝરી બસ આવતા જ તેને રોકી તપાસ શરૂ કરાઇ હતી. બસના લગેજ ખાનામાં પીપરમીટની ગોળીના પેકિંગમાં લઈ જવાતો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. FSLની મદદથી આ નશીલો પદાર્થ ગાંજો હોવાનું ફલિત થયા બાદ NDPS એક્ટ હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે. (Zadeshwar Chokdi cannabis quantity seized)

આ પણ વાંચો વડોદરા જિલ્લા પૂરવઠાની ટીમની મોટી સફળતા, 11.45 લાખ રૂપિયાનો શંકાસ્પદ અનાજનો જથ્થો ભરેલી 3 ટ્રક ઝડપાઈ

2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા પોલીસે મધ્યપ્રદેશના રહેવાસી વિજયપાલ તોમર, ચાંદરકાટ શર્મા, રવિન્દ્ર વર્મા, સુરતના રહેવાસી અંબાલાલ અને ભરત નામના આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આ દરોડા દરમિયાન રૂપિયા 1.33 કરોડની કિમતનો ગાંજાનો કુલ 1334 કિલો જથ્થો, લક્ઝરી બસ, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.53 કરોડની કિમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ભરૂચ SP ડો. લીના પાટીલ જણાવ્યુ હતું કે, આયુર્વેદિક ગોળીમાં ગાંજાનો જથ્થો મિક્સ કરી તેની હેરાફેરી કરવામાં આવી રહી હતી. જે અંગેની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. (Bharuch SOG Police)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.