ETV Bharat / state

ભરૂચમાં ઓવૈસીએ કરી પ્રથમ સભા, કહ્યું- BJP કરી કરી રહી છે વિશ્વાસઘાત

author img

By

Published : Feb 7, 2021, 5:42 PM IST

ગુજરાતમાં પ્રથમ વખત AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થઇ છે, ત્યારે અસદુદ્દીન ઓવૈસીએ પોતાની પ્રથમ સભામાં PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા.

ભરૂચમાં ઓવૈસીએ કરી પ્રથમ સભા
ભરૂચમાં ઓવૈસીએ કરી પ્રથમ સભા

  • ભરૂચમાં અસદુદ્દીન ઓવૈસીની પ્રથમ સભા
  • ઓવૈસી અને છોટુ વસાવાએ કર્યું સંબોધન
  • AIMIMના નેતાનો ભાજપ કોંગ્રેસ પર પ્રહાર

ભરૂચઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIMની એન્ટ્રી થઇ છે. AIMIMએ BTP સાથે ગઢબંધન કર્યું છે, ત્યારે આજે રવિવારે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભરૂચમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભાજપ અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

ગેટ વેલ સુન મામુ

મહારાષ્ટ્ર AIMIMના આગેવાન વકીલ અનમોલ કાંબલેએ ભરૂચમાં મંચ પરથી જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ટ્રિપલ તલાક રદ્દ કર્યા બાદ મુસ્લિમ મહિલાઓને પોતાની બહેન ગણાવી હતી. જેના કારણે PM મોદી આપણા તમામ લોકોના મામા થાય છે. જેથી આપણે કહેવાનું છે કે, ગેટ વેલ સુન મામુ.

ગુજરાતને અમે વિકલ્પ આપ્યો છે: ઓવૈસી

AIMIMના રાષ્ટ્રીય અધ્ય્ક્ષ અને સભાના મુખ્ય વક્તા અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ૧ કલાક અને ૧૮ મિનિટના ભાષણમાં જણાવ્યું હતું કે, આજે અમે વિકલ્પ લઈને આવ્યા છીંએ, ત્યારે આદિવાસી ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે તમે આ વિકલ્પ પસંદ કરો. અમારો હેતુ ચૂંટણી જીતવાનો નથી, લોકોને હક આપવાનો છે. દિલ્હીમાં દેશના ખેડૂતોએ નરેન્દ્ર મોદીની નિવ હલાવી નાખી છે. જે લોકોને ચૂંટીને મોકલીએ છે એ બહેરા થઈ જાય છે.

ભરૂચમાં ઓવૈસીએ કરી પ્રથમ સભા

અહેમદ પટેલને કર્યા યાદ

આ સભામાં અસદુદ્દીન ઓવૈસીએ જાહેર મંચ પરથી અહેમદ પટેલને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે, અહેમદ પટેલ માટે દુઆ કરી છે, તેમની સાથે મારા સારા સંબંધ હતા. બીજેપી સૌનો સાથ સૌનો વિકાસ અને વિશ્વાસની વાત કરે છે, પરંતુ હકિકતમાં BJP આપણી સાથે વિશ્વાસઘાત કરે છે. ગુજરાત ભારતનો હિસ્સો છે, હું ભારતનો નાગરિક છું માટે ગુજરાત આવ્યો છું. આ ગુજરાત મોદી અને અમિત શાહનું છે એ વિચાર ખોટો છે, આ ગુજરાત ગાંધીનું છે. આ ગુજરાત છોટુ વસાવાનું છે.

કોંગ્રેસ-ભાજપ મામા ભાણેજની પાર્ટી

ગુજરાતના પ્રવાસે આવેલા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને કોંગ્રેસને આડે હાથ લઇને કહ્યું કે, આ બન્ને પાર્ટી મામા-ભાણેજની પાર્ટી છે. કોંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા, એ લોકો પહેલાથી જ ભાજપ સાથે સંપર્કમાં હતા. અમારી પાર્ટીનું એક માત્ર લક્ષ્ય છે કે, પોલિટિકલ વેક્યુમને પૂર્ણ કરવો. વધુમાં તેમણે જણાવ્યું કે, છોટુ વસાવાનું એન્કાઉન્ટર કરવા ઓર્ડર નીકળ્યા હતા, પરંતુ લોકોએ તેમનો સાથ છોડ્યો નહીં.

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

આ સભામાં દેદીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, AIMIMના સાંસદ ઈમ્તિયાઝ ઝલીલ, પૂર્વ ધારાસભ્ય વારીસ પઠાણ, મહારાષ્ટ્ર AIMIMના આગેવાન વકીલ અનમોલ કાંબલે સહિત મોટી સંખ્યામાં BTPના સમર્થકો તથા લઘુમતી સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, 200 લોકોની પરવાનગી વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સોશિયસ ડિસ્ટન્સ ધજાગરા ઉડ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.