ETV Bharat / state

ઉમેદવારો લડી લેવાના મૂડમાં: AAPએ ભરૂચ-જંબુસર બેઠક પર નામ જાહેર કર્યા

author img

By

Published : Nov 2, 2022, 12:19 PM IST

ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્રારા ભરૂચ અને જંબુસર વિધાનસભાના ઉમેદવારના (Aam Aadmi Party candidate) નામની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે નગર સેવક મનહર પરમારની પસંદગી કરવામાં આવી છે, જેને લઇને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે જંબુસર વિધાનસભા બેઠક પરથી સાજીદ રેહાનની પસંદગી કરવામાં આવી છે.

મુરતિયાઓ મેદાનમાં: આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક અને જંબુસર બેઠક પર નામ જાહેર
મુરતિયાઓ મેદાનમાં: આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક અને જંબુસર બેઠક પર નામ જાહેર

ભરૂચ આમ આદમી પાર્ટીએ ભરૂચ અને જંબુસર વિધાનસભાના ઉમેદવારનું (Aam Aadmi Party candidate) નામ જાહેર કર્યું છે. ભરૂચ વિધાનસભા બેઠક પર મનહર પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે જંબુસર વિધાનસભા બેઠક ઉપરથી સાજીદ રેહાનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ઉમેદવારનું નામ જાહેર ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે નગર સેવક મનહર પરમારની પસંદગી કરવામાં આવી છે, જેને લઇને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે જંબુસર વિધાનસભા બેઠક પરથી સાજીદ રેહાનની પસંદગી કરવામાં આવી છે.

વિધાનસભાની ચુંટણી ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને હવે ગણતરીના દિવસોમાં જાહેર થઈ શકે છે, તેવામાં વિવિધ રાજકીય પક્ષો વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં પોતામાં ઉમેદવારોની જાહેરાત કરવામાં લાગ્યા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારો જાહેર કરવાની રણનીતિમાં આમ આદમી પાર્ટી સૌથી મોખરે જોવા મળી રહી છે, તેવામાં આજે આપ દ્વારા પોતાના પાર્ટીના ઉમેદવારોની આઠમી યાદીને સત્તાવાર જાહેરાત કરાઈ હતી.

વિધાનસભા ઉમેદવારોની યાદી આમ આદમી પાર્ટી દ્વારા આજે જાહેર કરાયેલા આઠમી સત્તાવાર વિધાનસભા ઉમેદવારોની યાદીમાં ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભરૂચ નગરપાલિકાના માજી પાલીકા સભ્ય મનહરભાઈ પરમારની સત્તાવાર રીતે આજે જાહેરાત કરવામાં આવી છે. તેઓના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, તો સાથે સાથે આપ દ્વારા મનહર પરમારને ટીકીટની જાહેરાત કરતાંની સાથે જ ભરૂચ વિધાનસભાના રાજકીય માહોલમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો. જંબુસર વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સાજીદ રેહાનની પાર્ટી દ્વારા પસંદગી કરવામાં આવતા તેઓના સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.