ETV Bharat / state

ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો રેલવે OHE કેબલ તૂટ્યો, 38થી વધુ ટ્રેનોને થઈ અસર

author img

By

Published : Nov 1, 2022, 9:03 AM IST

અંકલેશ્વર ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતાં અઢી કલાક ટ્રેન વ્યવહાર ઠપ (OHE cable ankleshwar Bharuch break down) રહ્યો હતો. આના કારણે 38થી વધુ ટ્રેનોને અસર થઈ હતી. જોકે, રાત્રે 8 વાગ્યે 25000 વોલ્ટનો મુખ્ય ડાઉનલાઈનનો કેબલ તૂટ્યો હોવાની જાણ અજમેર ટ્રેનના ગાર્ડે આપી હતી.

ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો રેલવે OHE કેબલ તૂટ્યો, 38થી વધુ ટ્રેનોને થઈ અસર
ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો રેલવે OHE કેબલ તૂટ્યો, 38થી વધુ ટ્રેનોને થઈ અસર

અંકલેશ્વર અંકલેશ્વર ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ એકાએક તૂટી પડતાં મોટી સમસ્યા સર્જાઈ (OHE cable ankleshwar Bharuch break down) હતી. રાત્રે 8 વાગ્યે 25,000 વોલ્ટનો મુખ્ય ડાઉનલાઈનનો કેબલ તૂટ્યો હોવાની જાણ અજમેર ટ્રેનના ગાર્ડે આપી હતી. ત્યારબાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન ભરૂચ ખાતે રોકાઈ હતી. સાથે જ અગસ્ત ક્રાન્તિ, મડગાવ રાજધાની સહિતને અસર થઈ હતી. આ કેબલ તૂટવાના કારણે મુખ્ય ડાઉનલાઈન મુંબઈ-અમદાવાદ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર 2.30 કલાકથી ઠપ થઈ ગયો હતા.

ટ્રેન વ્યવહાર થયો સ્થગિત દિવાળીના તહેવારો અને વેકેશન (Diwali vacation) વચ્ચે જ આજે સોમવારે રાતે 8 વાગ્યે અંકલેશ્વર-ભરૂચ રેલવે સેક્શન વચ્ચે 25,000 વોલ્ટનો ઓવરહેડ કેબલ તૂટી પડતા ડાઉન લાઈનનો ટ્રેન વ્યવહાર સ્થગિત થઈ (train operation suspended) ગયો હતો. આ ઘટનાને લઈ મુંબઈ તરફથી અમદાવાદ અને દિલ્હી જતો ટ્રેન વ્યવહાર અટકી જતા ભરૂચ ખાતે તેજસ એક્સપ્રેસને અઢી કલાકથી અટકાવી રાખવામાં આવી હતી.

તેજસ એક્સપ્રેસને અટકાવી રાખવામાં આવી ટ્રેન નંબર 12989 દાદર-અજમેર સુપરફાસ્ટ ટ્રેનના (dadar ajmer superfast express) ગાર્ડે 7 કલાક અને 58 મિનિટે OHE કેબલ બ્રેક (OHE cable ankleshwar Bharuch break down) થયો હોવાની જાણકારી આપતા પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનનો (western railway vadodara) સ્ટાફ સમારકામમાં જોતરાઈ ગયું હતું. આ ઘટનાને લઈ મુંબઈ તરફથી અમદાવાદ અને દિલ્હી જતો ટ્રેન વ્યવહાર અટકી જતા ભરૂચ ખાતે તેજસ એક્સપ્રેસને અઢી કલાકથી અટકાવી રાખવામાં આવી હતી.

પ્રવાસીઓને મુશ્કેલી વડોદરા ડિવિઝન (western railway vadodara) અને ભરૂચ અંકલેશ્વર દ્વારા OHE વાન સાથે મેઇન્ટેનન્સ કાફલાને મોકલી તૂટી ગયેલા ઓવરહેડ કેબલને (OHE cable ankleshwar Bharuch break down) દૂરસ્ત કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ ઘટનાને લઈ મુંબઈ તરફથી આવતી અને વડોદરા દિલ્હી, અમદાવાદ જતી રાતની 38 જેટલી ટ્રેનો તેના સમય કરતાં વિલંબિત થવાની રેલવે એ શક્યતા વ્યક્ત કરી હતી. તો મુખ્ય ડાઉન લાઈનમાં 38 જેટલી ટ્રેનોને અસર થતા 35,000થી વધુ પ્રવાસીઓને વેકેશનમાં મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.

પ્રભાવિત થનારી ડાઉન લાઈનની ટ્રેનો

1. 22929 (દાદર - વડોદરા)

2. 20909 (કોચુવેલી- પોરબંદર)

3. 12989 (દાદર-અજમેર)

4 82901 (મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ તેજસ)

5. 20907 (બાંદ્રા ભૂજ સયાજી)

6. 14708 (દાદર-બિકાનેર)

7. 12951 (મુંબઈ- નવી દિલ્હી રાજધાની)

8. 20819 (પૂરી-ઓખા)

9 12953 (મુંબઈ નિઝામૂદ્દીન ઓગ ક્રાન્તિ)

10 22963 (બાન્દ્રા- ભાવનગર)

11. 22933 (બાન્દ્રા-જયપુર)

12. 16502 (યશવંતપુર-અમદાવાદ)

13. 19417 (મુંબઈ-અમદાવાદ મ/એક્સપ્રેસ)

14. 22955 (બાન્દ્રા- ભુજ કચ્છ એક્સપ્રેસ)

15. 20955 (સુરત-મહુવા)

16 .12903 (મુંબઈ-અમૃતસર ગોલ્ડન ટેમ્પલ)

17 . 22413 (નિઝામુદ્દીન-મડગાંવ રાજધાની)

18 . 12955 (મુંબઈ-જયપુર)

19 . 22943 (દૌંડ-ઇન્દોર)

20. 12971 (બાન્દ્રા-ભાવનગર)

21. 12909 (મદ્રાસ-એકતાનગર)

22 . 12977 (એર્નાકુલમ-અજમેર મરુસાગર)

23. 22927 (બાન્દ્રા-અમદાવાદ લોકશક્તિ)

24. 12961 (મુંબઈ-ઈન્દોર અવન્તિકા)

25. 14702 (બાન્દ્રા-શ્રી ગંગાનગર અરાવલી)

26 . 22945 (મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર)

27. 12901 (દાદર-અમદાવાદ ગુજ. મેઈલ)

28. 16534 (એસ બેંગલુરુ-જોધપુર)

29. 22909 (મુંબઈ-ન્યૂ દિલ્હી દૂરન્તો)

30 . 12267 (મુંબઈ-જામનગર દૂરન્તો)

31. 19037 (બાન્દ્રા-બારૌની)

32. 12298 (પૂણે-અમદાવાદ દૂરન્તો)

33. 11092 (પૂણે-ભૂજ)

34 . 12927 (દાદર-એકતાનગર)

35 . 22923 (બાન્દ્રા-જામનગર)

36. (સંતરાગાચી-પોરબંદર)

37. 19019 (બાન્દ્રા-હરિદ્વાર દહેરાદૂન)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.