ETV Bharat / state

Death of panther in Zaghadiya: ઝઘડિયા GIDC રોડ પર મૃત દીપડો મળી આવ્યો

author img

By

Published : Mar 21, 2022, 8:43 PM IST

ભરૂચના ઝઘડિયામાં સવારના દીપડાના આટાફેરા જોવા મળ્યા હતાં. દીપડાને પકડવા માટે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઝઘડિયા વન વિભાગ(Forest Department Zaghadiya ) દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જોકે દીપડાનું અગમ્ય કારણોસર મોત થયું છે. વન વિભાગે દીપડાના મૃતદેહને (Death of panther in Zaghadiya )પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Death of panther in Zaghadiya: ઝઘડિયા GIDC રોડ પર દીપડો મૃતમળી આવ્યો
Death of panther in Zaghadiya: ઝઘડિયા GIDC રોડ પર દીપડો મૃતમળી આવ્યો

ભરૂચઃ ઝઘડિયા GIDCની કંપનીમાં( Zaghadiya GIDC )આજે વહેલી સવારે દીપડો લટાર મારતા નજરે પડયો હતો. જેનો વિડીયો વાયરલ થયો હતો. સિકા કંપની સંચાલકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના(Forest Department Zaghadiya ) કર્મચારીઓ પીંજરુ લઈ દીપડાને પકડવા કંપનીમાં પહોંચ્યા હતાં. પરંતુ દીપડો કંપનીમાં ક્યાંય પણ જણાયો ન હતો અને તે કંપનીની ખુલ્લી જમીનમાંથી બહાર નીકળી ગયો હોવાનું તારણ લગાવાયું હતું.

આ પણ વાંચોઃ ભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ

ઝઘડિયામાં દીપડાનું મોત -ત્યારબાદ દીપડો વખતપુરા પાટીયા પાસે હુબર (Death of panther in Zaghadiya )કંપની નજીકથી જાહેર રોડ પરથી તડપતી હાલતમાં દીપડાને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. ત્યાર બાદ દીપડાનું મોત નીપજ્યું હતું. આ બાબતે તપાસ કરનાર વન વિભાગની ટીમ દ્વારા જણાવાયું હતું કે કંપનીની બહાર નીકળી ગયા બાદ દીપડો કોઈક વસ્તુ ખાઈ ગયો હોય તેનું મરણ થયું હોવાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે. વન વિભાગ ઝઘડિયા દ્વારા પોસ્ટમોર્ટમ કરી તેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ panther was caught: અંકલેશ્વરના બાકરોલ ગામમાં દીપડો ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.