ETV Bharat / state

ભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ

author img

By

Published : Feb 6, 2021, 1:37 PM IST

ભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સીમમાં રાત્રિના સમયે એક દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ વિસ્તારમાં દીપડાઓનું પ્રમાણ વધ્યું છે અને કેટલાક કિસ્સાઓમાં તો દીપડા ગ્રામ વસતી તરફ જોવા મળી રહ્યા છે. હવે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સીમમાં ગત રાત્રિ દરમિયાન એક દીપડો જ્યાં દેખાયો હતો ત્યાં નજીકમાં જ તબેલો આવેલો હતો.

ભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ
ભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ

  • ભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં દીપડો દેખાયો
  • ઘણા સમયથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
  • અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ વિસ્તારમાં દીપડાનો આતંક

ભરૂચઃ અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. દીપડો રાત્રિ દરમિયાન દેખાતા એક ખેડૂતો વીડિયો પણ બનાવી લીધો હતો. અને ત્યારબાદ વન વિભાગને જાણ કરી હતી. હાલમાં અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ જેવા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા આવવાનું જોર વધ્યું છે.

અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ વિસ્તારમાં દીપડાનો આતંક


ખેડૂતે બનાવ્યો દીપડાનો વીડિયો

રાત્રિ દરમિયાન ગામના એક ખેડૂત પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમણે દીપડાનો વીડિયો પણ બનાવ્યો હતો. જોકે, આ દીપડાએ રાત્રિ દરમિયાન ગામમાં કોઈ મારણ કર્યું હોય તેવા અહેવાલ નથી, પરંતુ ગામની સીમમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે તો ગામ લોકોએ વન વિભાગને પણ જાણ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.