Bharuch Crime: ભરૂચના લગ્નપ્રસંગમાં રાષ્ટ્રગીત અંગે આપત્તિજનક વીડિયો વાઈરલ, 11 લોકો સામે ફરિયાદ
Published: Feb 13, 2023, 10:46 PM


Bharuch Crime: ભરૂચના લગ્નપ્રસંગમાં રાષ્ટ્રગીત અંગે આપત્તિજનક વીડિયો વાઈરલ, 11 લોકો સામે ફરિયાદ
Published: Feb 13, 2023, 10:46 PM

ભરૂચમાં પશ્ચિમ વિસ્તારમાં શેઠના કોમ્પ્લેક્સની સામે એક લગ્નપ્રસંગ દરમિયાન રાષ્ટ્રગીતને લઈને આપત્તિજનક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોને જોતા પોલીસ પોતે ફરિયાદી બની 11 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ વીડિયો એફએસએલ અર્થે મોકલી કાર્યવાહી શરૂ કરી છે.
ભરૂચઃ સોશિયલ મીડિયાના જમાનામાં કયો વીડિયો કેવી રીતે અને ક્યાં બનાવો હવે તેનું ભાન કોઈને રહેતું નથી. કઈ જગ્યાએ વીડિયો બનાવી રહ્યા છે અને કેવા વીડિયો બનાવી રહ્યા છે. તેનું પણ હવે ભાન વીડિયો બનાવનારા ભૂલી ગયા છે. જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં એક સમાજનો લગ્નપ્રસંગ હતો. અહીં રાષ્ટ્રગીત અંગે આપત્તિજનક વીડિયો બનાવવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. ત્યારે આ મામલે પોલીસ જ ફરિયાદી બની 11 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે કરી પૂછપરછઃ રાષ્ટ્રગાન અંગે આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયો વાતાવરણને ડહોળાવી શકે તેવો લાગતા બી ડિવિઝન પોલીસ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલા વીડિયોના આધારે પોતે જ ફરિયાદી બની હતી. પોલીસે આ વીડિયોને એફએસએલ અર્થે મોકલી વીડિયોમાં દેખાતા તમામ લોકોની પૂછપરછ કરવા સાથે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હતી.
PSIને સોંપાઈ ફરિયાદઃ બી ડિવિઝન પોલીસે વાઈરલ વીડિયોના આધારે જાણવાજોગ ફરિયાદ નોંધી હતી. આ વાઈરલ વીડિયોને એફએસએલ અર્થે મોકલી તમામના મોબાઇલ કબજે કરી પીએસઆઇ ઉપેન્દ્ર ભરવાડને તપાસ સોંપવામાં આવી છે.
આરોપીઓએ કબૂલાત કરીઃ સોશિયલ મીડિયાના જમાનામાં હવે વીડિયો બનાવવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે. વીડિયો બનાવવામાં તેઓ કાયદા પણ ભૂલી જતા હોય છે. પશ્ચિમ વિસ્તારમાં એક લગ્નપ્રસંગમાં 11 લોકોએ રાષ્ટ્રગીત અંગે આપત્તિજનક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. તેના આધારે બી ડિવિઝન પોલીસે તમામ લોકો સામે કાર્યવાહી જ શરૂ કરી છે. પોલીસે 11 લોકોની પૂછપરછ પણ કરી હતી. આ વીડિયો અંગે તેમણે કબૂલાત કરી હતી. તેમ જ ગત રાત્રિએ જ વીડિયો બનાવ્યો હોવાની જાણવાજોગ ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયો છે. વીડિયો પોતે બનાવ્યો છે તેવી કબૂલાત કરાય તો શું પોલીસ પ્રથમ દ્રષ્ટિએ ગુનો દાખલ ન કરી શકે? હાલ તો પોલીસે મોબાઈલ અને વીડિયો અને એફએસએલ અર્થે મોકલી રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ કરવામાં આવનારા હોવાનું રટણ કરી રહ્યા છે.
