ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jun 20, 2020, 4:42 PM IST

ભરૂચ જિલ્લામાં વધુ 2 કોવિડ-19ના કેસ નોંધાયા છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા શુભમ રેસિડન્સી અને રાજપારડીમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

6 more positive cases of covid-19 reported in Bharuch district
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચઃ કોવિડ-19નો વ્યાપ વધી રહ્યો છે. કોરોના વાઈરસનો ફેલાવો ક્યારે અટકશે એ સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ગુજરાતમાં કોવિડ-19ના 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. દરરોજ આશરે 250થી 500 નવા કેસ આવી રહ્યાં છે. ત્યારે ભરૂચ જિલ્લામાં વધુ 2 કોવિડ-19ના કેસ નોંધાયા છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા શુભમ રેસિડન્સી અને રાજપારડીમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યાં છે, ત્યારે આજે પણ વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા શુભમ રેસિડન્સીમાં રહેતા પંકજ અમિત લીવકા અને રાજપારડીના ડો.શૈલેશ દોશીના પત્ની રોશની દોશીને કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે સ્પેશ્યલિ કોવિડ-19 હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડૉ. શૈલેશ દોશીને પણ કોરોના પોઝિટિવ હોવાથી તેમના પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 130 પર પહોચી છે. જે પૈકી 6 દર્દીના મોત નીપજ્યાં છે. 48 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. 76 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.