ETV Bharat / state

અંબાજી મંદિરના સ્ટાફમાં માટે મંદિરમાં જ રસીકરણનો કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Mar 28, 2021, 12:41 PM IST

અંબાજી મંદિર
અંબાજી મંદિર

ગુજરાતમાં જેમ-જેમ કોરોનાનો પ્રકોપ વધતો રહ્યો છે, તેની સામે વહીવટી તંત્ર પણ સજાગ બન્યું છે. ફ્રન્ટ લાઈન વોરિયર હોય કે પછી લોકો હોય તમામ માટે સરકાર દ્વારા રસીકરણ કરાવવા વધુ ભાર મૂકી રહી છે. ત્યારે અંબાજી મંદિરમાં મંદિરના સ્ટાફ સાથ ગબ્બરના સ્ટાફનું પણ રસીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 2 દિવસ ચાલ્યો હતો.

  • 12 જૂન 2020થી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકી દેવાયું
  • મંદિર દેવસ્થાન ટ્રસ્ટના 450 જેટલા કર્મચારીઓને રસીકરણ
  • મંદિર ટ્રસ્ટમાં એક પણ કર્મચારી કોરોના પોઝિટિવ થયો નથી

બનાસકાંઠા : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શનાર્થે વિવિધ સ્થળોથી આવતા હોય છે. કોરોનાને લીધે કરાયેલા લોકડાઉન પછી પણ 12 જૂન 2020થી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે નિયમિતપણે ખુલ્લું મૂકી દેવાયુ હતું. ત્યારથી હમણા સુધીમાં લાખ્ખો દર્શનાર્થીઓ અંબાજી મંદિરે પહોચી ચુક્યા છે.

આ પણ વાંચો : ભુજ નગરપાલિકાના વોર્ડ નં 11માં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

મંદિર ટ્રસ્ટમાં એક પણ કર્મચારી કોરોના પોઝિટિવ નહિ


મંદિરના વહીવટદારના જણાવ્યા અનુસાર, મંદિર ટ્રસ્ટમાં એક પણ કર્મચારી કોરોના પોઝિટિવ થયો નથી. મંદિર ટ્રસ્ટમાં ફરજ બજાવતા 450 જેટલા સફાઈકામદારથી પૂજારી સુધીનો સ્ટાફ રોજે-રોજ અનેક યાત્રિકોના સંપર્કમાં આવતા હોય છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર સ્ટાફના 450 જેટલા કર્મચારીઓની ચિંતા કરીને રસીકરણ કરવા માટેની મંદિરના કોમ્યૂનિટી હોલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ હતી. જોકે આ કર્મચારીઓમાં ઉંમરની કોઈ બાધ ન રાખી ફરજીયાત પણે તમામનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે.

અંબાજી મંદિરમાં રસીકરણનો કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો : અમદાવાદના મેયર સહિતના AMCના અધિકારીઓએ કોરોનાની વેક્સિન લીધી


આરોગ્ય વિભાગની 8 જેટલા કર્મચારીઓની ટીમ કામે લાગી


અંબાજી મંદિરમાં રસીકરણ માટે મંદિર ટ્રસ્ટના સ્ટાફ સાથે ગબ્બર રોપ-વેના સ્ટાફે પણ રસીકરણ કરાવા માંટે લાંબી લાઈન લગાવી હતી. પોતાના આધારકાર્ડ સાથે રજીસ્ટ્રેસન કરાવી કોરોના વિરોધી રસીકરણ કરાવ્યું હતું. જોકે, અંબાજી મંદિર ટ્રસ્ટનો સ્ટાફ બહોળો હોવાથી બે દિવસ સુધી રસીકરણની કામગીરી ચાલી હતી. જેના માટે આરોગ્ય વિભાગને 8 જેટલા કર્મચારીઓની ટીમ કામે લાગાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.