ETV Bharat / state

Deesa Attacked Marriage : કુપટ ગામે અસામાજીક ત્તત્વોએ વરઘોડા સાથે પોલીસ પર બેફામ કર્યો હુમલો

author img

By

Published : May 28, 2022, 1:56 PM IST

બનાસકાંઠાના કુપટ ગામે પોલીસ પર હુમલો (Deesa Police Attacked) થયો હોવાની ઘટના સામે આવી છે. વરઘોડો કાઢવા બાબતે થયેલી બબાલમાં બંદોબસ્ત માટે પહોંચેલી પોલીસ પર ટોળાએ (Deesa Attacked Marriage) પથ્થરમારો કરતાં એક PSI સહિત ત્રણ પોલીસકર્મીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Deesa Attacked Marriage : કુપટ ગામે અસામાજીક ત્તત્વોએ વરઘોડા સાથે પોલીસ પર બેફામ કર્યો હુમલો

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં જાતિવાદી પ્રથા આજે પણ અકબંધ છે, ખાસ કરીને એક સમાજના લોકો દ્વારા અવારનવાર જાતિવાદ પ્રત્યે લાગણીઓ દુભાતા વરઘોડા પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ડીસા તાલુકાના કુપટ ગામે પણ ઠાકોર સમાજ દ્વારા નીકાળવામાં આવેલા વરઘોડા (Kupat Village Horses Attack) પર એક સમાજના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર જાતિવાદના નામે પથ્થરમારો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. વારંવાર બનતી આવી ઘટનાને લઈને લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ તો લોકો એક જ માંગ કરી રહ્યા છે કે, વારંવાર વરઘોડા ઉપર થઈ રહેલા હુમલાઓને લઈ આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં હુમલાઓ અટકી શકે તેમ છે.

પોલીસ પર બેફામ કર્યો હુમલો

ડીસાના કુપટ ગામે વરઘોડા પર પથ્થરમારો - કુપટ ગામે ઠાકોર સમાજના યુવક વિષ્ણુજી પોપટજી ઠાકોરના લગ્ન હતા. લગ્નમાં એક ચોક્કસ સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી. તેમ છતાં યુવકે વરઘોડો કરતા બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જોતજોતામાં પોલીસ બંદોબસ્ત (Kupat Village Wedding Stone Throwing) વચ્ચે પણ મામલો ઉગ્ર બન્યો હતો. ઘોડા પર સવાર વરરાજા પર સૌપ્રથમ એક ચોક્કસ સમાજના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને જૂથને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે તે સમયે એક ચોક્કસ સમાજ ના ટોળાએ અચાનક પથ્થરમારો કરી હુમલો કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસ કાફલો બંદોબસ્ત
બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસ કાફલો બંદોબસ્ત

આ પણ વાંચો : Discrimination against Untouchables: અસ્પૃશ્યતા, ભેદભાવ, આ જૂથના વરઘોડા પર થયો હૂમલો

સમાજે પોલીસ પર હુમલો કર્યો - કુપટ ગામે સર્જાયો આ હુમલામાં બંદોબસ્ત માટે આવેલા દાંતીવાડા PSI સ્નેહિત કુમાર દેસાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ દાન ગઢવી દાન ગઢવી તેમજ ભરત પુનડિયાને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જોકે ઇજાગ્રસ્તોને તબિયત વધુ ગંભીર હોવાના કારણે ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને વધુ (Deesa Attacked Marriage Occasion) સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હુમલાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ પરિસ્થિતિ ન વણસે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. અત્યારે ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. સમાજના લોકો દ્વારા પોલીસની ગાડીઓ પર પણ હુમલો કરતા પોલીસની ચારથી વધુ ગાડીઓના કાચ તુટી જવા પામ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસ કાફલો બંદોબસ્ત
બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસ કાફલો બંદોબસ્ત

આ પણ વાંચો: બોટાદના સમઢિયાળામાં દલિત યુવાન સાથે સરપંચના પતિ દ્વારા અસ્પૃશ્યતા ભર્યું વર્તન

પોલીસે હુમલો કરનાર લોકોની અટકાયત કરી - આ બનાવના પગલે ઘટના સ્થળે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી (Banaskantha Police) પોલીસ કાફલો બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો અને પોલીસે હુમલો કરનારા લોકોની શોધખોળ હાથ ધરી અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જે બાદ પોલીસે હુમલો કરનાર 25થી વધુ લોકોની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે હાલ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને હુમલો કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે (Deesa Crime Case) પોલીસને આદેશ આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.