ETV Bharat / state

પાલનપુરના સોનગઢ નજીક કારચાલકે 3 મહિલાઓને અડફેટે લીધી

author img

By

Published : Feb 7, 2021, 3:53 PM IST

પાલનપુરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ હવે ચિંતાજનક હદે વધવા લાગ્યું છે. એક કારચાલકે સાઈડમાં ચાલી રહેલી 3 મહિલાઓને અડફેટે લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 2 મહિલાઓનું કરુણ મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ હતી.

મહિલાઓનું અડફેટે લેનાર કાર
મહિલાઓનું અડફેટે લેનાર કાર

  • પાલનપુરના સોનગઢ નજીક અકસ્માતની ઘટના
  • ઘાસ ઉપાડીને રસ્તાની સાઈડ પર ચાલી રહી હતી ત્રણ મહિલાઓ
  • એકનું મોત ઘટનાસ્થળે તો અન્ય એકનું સારવાર દરમ્યાન મોત
    પાલનપુર
    પાલનપુર

બનાસકાંઠા : પાલનપુરમાં સોનગઢ તાલુકાના નજીકથી ત્રણ મહિલાઓ ઘાસ લઇને રોડની સાઈડમાં ચાલી રહી હતી. સામેથી પુરપાટ ઝડપે આવતી કાર આવી રહી હતી. કાર ચાલકે ત્રણેય મહિલાઓને અડફેટે લેતાં મહિલાઓ હવામાં ફંગોળાઈ ગઇ હતી. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાઓને તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાઇ હતી. જ્યાં વધુ એક મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

ઘટનાસ્થળે મચ્યો હંગામો

કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ગમખ્વાર અકસ્માત સર્જતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. કાર પર પથ્થરમારો કર્યો હતો. જોકે, પાલનપુર તાલુકા પોલીસે સમયસૂચકતા વાપરી આરોપીને તાત્કાલિક પોલીસ મથકે લઈ ગયા હતા. તેના લીધે મામલો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ સમી ગયો હતો.

પાલનપુર
પાલનપુર

સમગ્ર ઘટના CCTVમાં કેદ

આ સમગ્ર ઘટના નજીકની હોટલનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જણાય છે કે, ત્રણ મહિલાઓ રસ્તાની સાઈડમાં ચાલી રહી હતી અને સામેથી આવતી કારે ત્રણ મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી. જેને લીધે ત્રણેય મહિલાઓ હવામાં ફંગોળાઈ રસ્તા પર પટકાઈ હતી. તો કાર ફંગોળાઈને હોટલની બહાર ખુલ્લી જગ્યાએ પહોંચી હતી.

અકસ્માતનો ભોગ બનનાર
1)લક્ષ્મીબેન પરમાર (મૃતક)
2)નીતાબેન પરમાર(મૃતક)
3)નેહલબેન પરમાર(ઘાયલ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.