ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળની સ્થિતિ કફોડી બની

author img

By

Published : May 26, 2021, 8:20 AM IST

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસની મહામારીના કારણે અનેક ધંધાઓ પડી ભાગ્યા છે. ત્યારે બીજી તરફ જિલ્લામાં આવેલી તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં કોરોનાવાયરસની મહામારીના કારણે દાનની આવક બંધ થઇ જતાં જિલ્લાની 75 હજાર કરતાં પણ વધુ ગાયોની સ્થિતિ કફોડી બની છે.

સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી
સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી

  • દાન આવતા બંધ થતા ગૌશાળા અને પાંજરાપોળની સ્થિતિ કફોડી બની
  • ગાયો માટે સહાય આપવા સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી
  • રાજ્ય સભાના સાંસદ દ્વારા મુખ્યપ્રધાનને સહાય માટે કરવામાં રજૂઆત કરાશે

બનાસકાંઠા : જિલ્લામાં કોરોનાવાયરસની મહામારીના કારણે તમામ ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. જેના કારણે જિલ્લામાં અનેક સમસ્યાઓ ઉદ્ભવી છે. ગત વર્ષે પણ જિલ્લામાં કોરોનાવાયરસની મહામારીના કારણે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ગૌશાળા અને પાંજરાપોળની સ્થિતિ કફોડી બની હતી. કોરોનાવાયરસના કહેરના કારણે દાનની આવક બંધ થઇ હતી.

ગૌશાળા અને પાંજરાપોળમાં આવતું દાન બંધ થઈ ગયું

ગૌશાળામાં વસવાટ કરતા પશુધનનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું હતું. આ વર્ષે પણ જિલ્લામાં મહામારીના કારણે ફરી એકવાર તમામ જગ્યાઓથી ગૌશાળા અને પાંજરાપોળમાં આવતું દાન બંધ થઈ ગયું છે. જેના કારણે ફરી એકવાર જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળ પર આફત આવી છે.

સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી
સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી
170 ગૌશાળા અને પાંજરાપોળમાં 75 હજારથી પણ વધુ પશુધન વસવાટ કરેઘણા સમયથી જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળ ફેડરેશન દ્વારા 170થી પણ વધુ ગૌશાળા અને પાંજરાપોળ ચલાવવામાં આવે છે. જિલ્લામાં આવેલી 170 ગૌશાળા અને પાંજરાપોળમાં 75 હજારથી પણ વધુ પશુધન વસવાટ કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગૌ શાળાના સંચાલકો દ્વારા સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહારથી દાન એકત્રિત કરી દાતાઓના સહયોગથી ગૌશાળા અને પાંજરાપોળ ચલાવવામાં આવે છે.

આ પણ વાંચો : કોરોના મહામારી વચ્ચે ટેટોડા ગૌશાળા ખાતે ચાલુ કરાયો અનોખો આઇસોલેશન વોર્ડ

5થી 6 મહિના સુધી ઘાસ-ચારા વગર સંચાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી

બે વર્ષથી સતત કોરોનાવાયરસની મહામારીમાં બહારથી આવતું દાન બંધ થઈ જતા છેલ્લા બે વર્ષથી જિલ્લામાં ચાલતા પાંજરાપોળ અને ગૌશાળામાં ગાયોનું નિર્માણ કરવું મુશ્કેલી બની ગયું છે. ગત વર્ષે પણ કોરોના વાયરસની મહામારીમાં ગૌશાળાના સંચાલકોએ 5થી 6 મહિના સુધી ઘાસ-ચારા વગર સંચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. માંડ-માંડ અનેક આંદોલનો પછી સરકારે ગૌશાળા અને પાંજરાપોળને ઘાસચારા માટે સહાય આપી હતી.

સરકાર દ્વારા મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉન કરી દેવાયું
ચાલુ વર્ષે કોરોનાવાયરસના કારણે અનેક ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. જેની સીધી અસર જિલ્લામાં આવેલા 170થી પણ વધુ ગૌશાળા અને પાંજરાપોળ પર જોવા મળી રહી છે. કોરોનાવાયરસથી અનેક લોકોના મોત થયા છે. જેના કારણે સરકાર દ્વારા મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેના કારણે છેલ્લા પાંચ મહિનાથી તમામ લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે.

આ પણ વાંચો : ઉદાહરણ રૂપ કાર્ય કરે છે સાલાસરની ગૌશાળા

પાટણના સાંસદ અને ધારાસભ્યોને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ

ગૌશાળા અને પાંજરાપોળમાં બહારથી આવતું દાન બંધ થઈ ગયું છે. જેના કારણે હાલ ગૌશાળા ચલાવતા ગૌશાળાના સંચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ બાબતે આજે જિલ્લા ગૌશાળા અને પાંજરાપોળ ફેડરેશન દ્વારા જિલ્લા અને પાટણના સાંસદ અને ધારાસભ્યોને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લા અને પાટણમાં આવેલી તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં ગાયો માટે ઘરની સહાય ચૂકવવામાં આવે.

ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસની સહાય આપવામાં આવે તેવી રજૂઆત પણ કરાશે
ગઇકાલે મંગળવારે બનાસકાંઠા જિલ્લા અને પાટણ ખાતે સંચાલન કરતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાને ગાયો માટે તાત્કાલિક સહાય કરવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. જે બાબતે રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ પણ આ તમામ સંચાલકોને બાંહેધરી આપી હતી કે, તાત્કાલિક ધોરણે આ અંગેની રજૂઆત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને કરવામાં આવશે. તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લા અને પાટણ ખાતે આવેલી તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં કાયમ માટે ઘાસની સહાય આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.