ETV Bharat / state

ધોરણ 12ના વિદ્યાર્થીને માસ પ્રમોશન નહીંઃ CM

author img

By

Published : May 15, 2021, 3:56 PM IST

Updated : May 15, 2021, 6:19 PM IST

બનાસકાંઠા જિલ્લામાં આજે શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં જિલ્લામાં કોરોના મહામારીની સ્થિતિ અને અગાઉના રસીકરણના આયોજન અંગે તેમણે વિશેષ ચર્ચા કરી હતી.

મુખ્યપ્રધાને લીધી બનાસકાંઠાની મુલાકાત
મુખ્યપ્રધાને લીધી બનાસકાંઠાની મુલાકાત

  • મુખ્યપ્રધાન બનાસકાંઠાની મુલાકાતે
  • ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક
  • કોરોનાની તમામ પરિસ્થિતિની બેઠકમાં કરી ચર્ચા
    મુખ્યપ્રધાને લીધી બનાસકાંઠાની મુલાકાત

બનાસકાંઠાઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે શુક્રવારે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્ય તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ બેઠક કરી હતી. જેમાં કોરોના મહામારીની પરિસ્થિતિ મામલે ચર્ચા થઈ હતી. જે બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની પરિસ્થિતિ સારી જણાવી હતી.

આ પણ વાંચોઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની દ્વારકાની મુલાકાતને લઈ બેઠક યોજાઈ

ધોરણ 12ના વિદ્યાર્થીને માસ પ્રમોશન નહીં મળે

ધોરણ 10 બાદ 12ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશનને મુખ્યપ્રધાને રદિયો આપ્યો છે. મુખ્યપ્રધાનનું કહેવું છે કે, ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવાની હોય છે. જેથી માસ પ્રમોશન આપવું શક્ય નથી. કોરોના મહામારી બાદ પરીક્ષા મામલે વ્યવસ્થા કરવામાં આવશે. વેક્સિનમાં વધેલા સમય મર્યાદાને લઈ તેમને કેન્દ્રની ગાઈડલાઈન અમલમાં છે. જેથી તે તમામ બાબતો કેન્દ્ર સરકારના આધારે નક્કી થાય છે.

મુખ્યપ્રધાને લીધી બનાસકાંઠાની મુલાકાત
મુખ્યપ્રધાને લીધી બનાસકાંઠાની મુલાકાત

આ પણ વાંચોઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉના મુલાકાત પૂર્વે જિલ્લા કલેક્ટર સાથે યોજી બેઠક

ગુજરાતમાં વાવાઝોડાને પહોંચી વળતા સરકારની તૈયારી

ગુજરાત પર આવતું તૌકતે વાવાઝોડા વચ્ચે ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જ છે. ગુજરાતમાં તેની વ્યાપક અસર નહીં થાય. કોરોના મહામારી સામે લોકોને રક્ષણ મળે તે માટે સરકાર કામ કરી રહી છે.

દુનિયાભરમાંથી ઇન્જેક્શન મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે

આ ઉપરાંત કોરોના મહામારી બાદ હવે મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ પણ માથું ઉંચકતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને આ રોગ માટે આપવામાં આવતા ઇન્ફોસેરીમ બી ઇન્જેક્શનની અછત હોવાના કારણે દર્દીઓને સારવારમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે મામલે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દુનિયાભરમાંથી ઇન્જેક્શન મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે અને જલ્દી સરકારી સહિત ખાનગી હોસ્પિટલોમા પણ દર્દીઓને ઇન્જેક્શન મળે તે માટેની વ્યવસ્થા કરાશે તેમ જણાવ્યું હતું.

Last Updated : May 15, 2021, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.