ETV Bharat / state

બજેટ 2021 અંગે બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતો અને પશુપાલકોની પ્રતિક્રિયા

author img

By

Published : Feb 2, 2021, 9:30 AM IST

બજેટ 2020-21 અંગે બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતો અને પશુપાલકોની પ્રતિક્રિયા
બજેટ 2020-21 અંગે બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતો અને પશુપાલકોની પ્રતિક્રિયા

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટમાં ખેડૂતલક્ષી બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની મહામારી બાદ આજે કેન્દ્ર સરકારે પહેલું બજેટ રજુ કર્યું હતું. જોકે, તેમાં કૃષિલક્ષી ખાસ કોઇ સુધારો જોવા ન મળતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.

  • કોરોના વાયરસની મહામારી બાદ કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ બજેટ રજૂ કરાયુ
  • કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે કૃષિક્ષેત્રનું બજેટ રજૂ કરાયું
  • કેન્દ્ર સરકારનાં બજેટથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોમાં નારાજગી

બનાસકાંઠા: કોરોના વાયરસની મહામારી બાદ કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આમ તો કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 20 જાન્યુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઇ આ બજેટ 1 ફેબ્રુઆરી ચાલુ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતભરમાં વિવિધ યોજનાઓ બજેટમાં રજૂ કરવામાં આવી હતી. જેના થકી સમગ્ર ભારતભરમાં ખેડૂતો પશુપાલકો અને ઉદ્યોગો ચલાવતા વેપારીઓમાં આ બજેટને લઈ ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી જોવા મળી હતી.

બજેટ 2020-21 અંગે બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતો અને પશુપાલકોની પ્રતિક્રિયા
બજેટ 2020-21 અંગે બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતો અને પશુપાલકોની પ્રતિક્રિયા
કેન્દ્ર સરકારનાં બજેટથી ખેડૂતો અને પશુપાલકોનો વિકાસ થશે ખરો?કેન્દ્ર સરકાર દ્વારા આજે ખેડૂતો અને પશુપાલકો માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ખાસ યોજનાઓ મૂકવામાં આવી હતી. ખાસ કરીને ભારતભરમાં ખેડૂતો દિવસેને દિવસે ખેતીમાં પ્રગતિ કરી રહ્યા છે. જેને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ભારત દેશ હાલ પશુપાલન ક્ષેત્રે પણ પ્રગતિ કરી રહ્યો છે. જેના કારણે આગામી સમયમાં હજુ પણ લોકો વધુને વધુ પશુપાલન ક્ષેત્રે આગળ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ પશુપાલક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેથી આવનારા સમયમાં પશુપાલકોને મોટા પ્રમાણમાં ફાયદો થઇ શકે તેમ છે.
બજેટ 2020-21 અંગે બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતો અને પશુપાલકોની પ્રતિક્રિયા
બજેટ 2020-21 અંગે બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતો અને પશુપાલકોની પ્રતિક્રિયા
સામાન્ય બજેટથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો નારાજકોરોના વાયરસની મહામારી બાદ કેન્દ્ર સરકારે પહેલું બજેટ રજુ કર્યું હતું. જોકે તેમાં કૃષિલક્ષી ખાસ કોઇ સુધારો જોવા ન મળતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. સરકારે MSPમાં ઘઉંનાં પાકમાં દોઢ ગણો વધારો કર્યો છે. અત્યારે પાકમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેને કોઈ ગેરન્ટી હોતી નથી. જેથી મોટાભાગનાં ખેડૂતો પશુપાલન પર જ નિર્ભર હોય છે. ત્યારે પશુપાલકો માટે પણ સહાય કે રાહત પેકેજ જાહેર કરવાની જરૂરિયાત હોવાનું બનાસકાંઠાનાં ખેડૂતોનું માનવું છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. પરંતુ આ બજેટમાં ખેડૂતલક્ષી કોઈ યોગ્ય યોજના ન બનાવવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.
બજેટ 2020-21 અંગે બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતો અને પશુપાલકોની પ્રતિક્રિયા
દાણનાં ભાવમાં ઘટાડો અને દૂધનાં ભાવ વધારવામાં આવે તેવી પશુપાલકોની માંગબનાસકાંઠા જિલ્લો ખેતીની સાથે-સાથે પશુપાલન સાથે પણ સંકળાયેલો જિલ્લો છે. ત્યારે દર વર્ષે પશુપાલકો મોટા પ્રમાણમાં બનાસ ડેરીમાં દૂધ આપે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી પશુપાલકોને દૂધના ભાવમાં વધારો ન મળતાં હાલ પશુપાલકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ પશુપાલકોને પશુઓને ખવડાવવામાં આવતું દાણ મોંઘામાં ખરીદવું પડે છે, તો બીજી તરફ દૂધનાં ભાવ ન મળતા પશુપાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ બાબતે પશુપાલકોને ફાયદો આ બજેટમાં યોગ્ય રજૂ કરવામાં આવે તેવી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની માંગ હતી. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં પશુઓને ખવડાવવામાં આવતા દાણનાં ભાવ ઓછા કરવામાં આવે અને દૂધના ભાવ વધારવામાં આવે તેવી બનાસકાંઠા જિલ્લાનાં પશુપાલકોની માંગ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.