ETV Bharat / state

PM Modi Visits Bansaskantha: દિયોદરમાં બંદોબસ્તમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું મૃત્યુ

author img

By

Published : Apr 19, 2022, 4:21 PM IST

બનાસકાંઠાના દિયોદર તાલુકામાંં સડોદર ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે (PM Modi Visits Bansaskantha) બનાસડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન(inauguration of Banasderi) કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ગોઠવાયેલા બંદોબસ્તમાં ફરજ પર હાજર મહિલા પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું. ગરમીના કારણે મહિલા પોલીસ કર્મચારીનું મૃત્યુ(Death of a female police ) થયું હતું.

PM Modi Visits Bansaskantha: દિયોદરમાં બનાસડેરીના ઉદ્ઘાટન નિમિતે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું મૃત્યું
PM Modi Visits Bansaskantha: દિયોદરમાં બનાસડેરીના ઉદ્ઘાટન નિમિતે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું મૃત્યું

બનાસકાંઠા: દિયોદર તાલુકાના સણોદર ગામે આજરોજ બનાસડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન(PM Modi inaugurate Banas Dairy projects) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ બંદોબસ્ત દરમિયાન ગરમીના કારણે(Death of a female police) મહિલા પોલીસ કર્મચારીનું મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાથી સમસ્ત પોલીસ પરિવારમાં દુઃખનું વાતાવરણ છવાઈ ગયું હતું.

આ પણ વાંચો: PM Modi Gujarat visit: વડાપ્રધાનના આગમન પહેલા આતંકી હુમલો થવાની આશંકા, પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા પ્લાન્ટનું લોકાર્પણ - બનાસકાંઠાના દિયોદરમાં 640 કરોડના ખર્ચે બનાસડેરીના અત્યાધુનિક નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi Gujarat Visit) હસ્તે આજે બનાસડેરીના નવા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને લઇ દિયોદરમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમાં ખાસ કરીને મહિલા સંમેલનમાં (banas dairy will empower farmers) બનાસકાંઠાથી લાખોની સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.

આ પણ વાંચો: PM Modi Jamnagar visit: PMના આગમન પહેલા મહિલા કોર્પોરેટર કરાયા નજર કેદ...જાણો કેમ?

કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત - વડાપ્રધાન આવે ત્યારે સલામતી સુરક્ષા જોખમાય નહી તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી છે. જ્યારે દહેગામ તાલુકાના હાલીસા ગામની પોલીસ કર્મચારી નિશા બ્રિજેશકુમાર ગુર્જર પણ દેશના વડાપ્રધાનના આગમનને (pm modi arrival at banaskantha) લઇ પહોંચી હતી. આ પોલીસ કર્મચારી નિશા સવારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં (pm security arrangements) ગોઠવાઈ હતી. આ ગરમીના દિવસોમાં દિયોદરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે પોલીસ કર્મચારી નિશા બેભાન થઈ ગયા હતાં. જે બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. નિશા ગુર્જરના મૃત્યુથી પોલીસ પરિવારમાં પણ દુઃખની લાગણી છવાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.