ETV Bharat / state

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાને માત આપ્યા બાદ મા અંબાના કર્યા દર્શન

author img

By

Published : Mar 7, 2021, 11:05 AM IST

Updated : Mar 7, 2021, 12:14 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં કોરોનાને માત આપ્યા બાદ યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. વિજય રૂપાણીએ અંબાજી ખાતે રાત્રિ રોકાણ  કરીને સવારે અંબા માતાનાં મંદિરે મંગળા આરતીમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાને માત આપ્યા બાદ માં અંબાના કર્યા દર્શન
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાને માત આપ્યા બાદ માં અંબાના કર્યા દર્શન

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા
  • અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખેસ પહેરાવી અને કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયુ
  • ગુજરાતની 6 કરોડ જનતાના સ્વસ્થ અને સતત વિકાસશીલ રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી

અંબાજી: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો તાજેતરમાં જ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સિવાય ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યો હોવાથી તેઓ પોતાના પત્ની અંજલી રૂપાણી સાથે યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા. તેમણે અંબાજી ખાતે રાત્રિ રોકાણ કરીને સવારે અંબા માતાનાં મંદિરે મંગળા આરતીમાં દર્શન કર્યાં હતા.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંબાજી માતાના દર્શનાર્થે પહોંચ્યા


મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયું સન્માન

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મુખ્યપ્રધાન રૂપાણીનું ખેસ પહેરાવીને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મુખ્યપ્રધાને પત્ની અંજલી રૂપાણી સાથે અંબા માતાની પૂજા અર્ચના સહિત કપૂર આરતી પણ કરી હતી અને ગુજરાતની 6 કરોડ જનતા સ્વસ્થ અને સતત વિકાસશીલ રહે તે માટે પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર આનંદ પટેલ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માતાજીની ગાદીએ ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવીને આશીર્વાદ પણ મેળવ્યા હતા.

આ પણ વાંચો: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના નામકરણ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા

અંબાજીને વેલ પ્લાન્ડ સિટી બનાવાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ હું માં અંબાના દર્શન કરીને માથું ટેકવવા આવ્યો છું. આ ભવ્ય વિજય બાદ જે લોકોની આશા અપેક્ષા અમે પુરી કરી શકીએ અને ગુજરાત ખૂબ આગળ વધે, સતત સુરક્ષિત રહે અને ગુજરાતીઓ પર માં અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી માં પાસે મનોકામના માંગી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, અંબાજી ડેવલોપમેન્ટ ઓથોરિટી માટે કલેકટર સાથે બેઠક કરી છે. ઝડપીથી પ્લાન બનાવીને અંબાજીનો વિકાસ થાય તે દિશામાં કામ શરૂ કરવામાં આવશે. મંદિર અને અંબાજી શહેરને વેલ પ્લાન્ડ સિટી બનાવવાનું કમિટીને સૂચન કરાયું છે. ટૂંક સમયમાં અંબાજીમાં હેલિપેડ બનાવવાનું પણ આયોજન છે. અંબાજી ડેવલોપમેન્ટ ઓથોરિટી માટે ઝડપીથી પ્લાન બનાવીને અંબાજીનો વિકાસ થાય તે માંટે કામ શરૂ કરવામાં આવશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાને માત આપ્યા બાદ માં અંબાના કર્યા દર્શન
Last Updated : Mar 7, 2021, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.