ETV Bharat / state

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અંબાજી માતાની શરણમાં ઝુકાવ્યું શિશ

author img

By

Published : May 30, 2019, 10:46 AM IST

અંબાજીઃ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા અને કુટીર ઉદ્યોગના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા બુધવારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. આ પવિત્રધામમાં તેમણે પરીવાર સાથે મંદિરમાં સાંજની આરતીનો લાભ લીધો હતો અને મંદિરના પુજારીએ તેમને કુમકુમ તિલક કરી આશીર્વાદ પણ આપવામાં આપ્યા હતા.

અંબાજી

સાથે જ મંદિરના વહીવટદાર સી.જે.ચાવડા દ્વારા ધર્મેન્દ્ર સિંહ જાડેજાને સ્મૂર્તિ સ્વરૂપે યંત્રની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. જો કે, તેમની સાથે પૂર્વ કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ પણ મંદિરમાં દર્શન માટે સાથે જોડાયા હતા. ત્યારબાદ જાડેજાએ માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા.

ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અંબાજીના દર્શન કરી આશીર્વાદ લીધા

ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, સમગ્ર ગુજરાતમાં પોતે પ્રજાની સેવા કરી શકે તે માટે આશીર્વાદ લેવા માટે અંબાજી પધાર્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત દેશનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે તેમને પણ દેશના વિકાસ માટે માતાજી શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. વધુમાં તેમણે અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણ મઢવાની કામગીરીની સમીક્ષા કરી હતી.

 

   R_GJ_ ABJ_02_29 MAY_ VIDEO STORY _ MINISTAR DHARMENDRA JADEJA_CHIRAG  AGRAWAL

LOCATION – AMBAJI

 

(VIS AND BYIT IN FTP)

 
ANCHOR  

       

 

           

                   ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો તથા કુટીર ઉદ્યોગ ના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા આજે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા જ્યાં મોડી સાંજે અંબાજી મંદિરમાં સાયંકાલ આરતીનો લાભ લીધો હતો જ્યાં મંદિરના પુજારી દ્વારા તેમને કુમકુમ તિલક સાથે આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ મંદિરના વહીવટદાર સી.જે.ચાવડા દ્વારા મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજાને સ્મૂર્તિ સ્વરૂપે યંત્ર ની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી જો કે તેમની સાથે પૂર્વ કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ પણ મંદિરમાં દર્શન માટે સાથે જોડાયા હતા ત્યારબાદ તેઓએ માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા એટલું જ નહીં સાથે તેમને જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં તેઓ સેવા કરી શકે તેવા આશીર્વાદ લેવા માટે આજે અંબાજી પધાર્યા હતા ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારે તેમને પણ દેશના વિકાસ માટે માતાજી શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી આ સાથે તેઓએ અંબાજી મંદિરના મુખ્ય શિખર ને સુવર્ણ મઢવા ની કામગીરી ની સમીક્ષા કરી હતી

બાઈટ- ધર્મેન્દ્રસિંહ જાડેજા(રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો તથા કુટીર ઉદ્યોગ ના મંત્રી )ગાંધીનગર 

 

ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત

   અંબાજી,બનાસકાંઠા

 

 

 

 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.